નામકરણ
ખબર પઙી જ્યાં જન્મ થયાની
આવ્યા દોઙી સગા સ્નેહીને મિત્રો
કોની થઈ પધરામણી જગમાં
કેવું સ્વરુપ આવ્યું અવની પર
મનમાં મુઝવણ થઈ પહેલી
…..ખબર પઙી.
પપ્પા કેરા શબ્દને સુણવા
તરસી રહયા તા પપ્પા
લાગણી મનમાં ઉભરી આવી
ક્યારે સાંભળુ શબ્દ અનેરો કાને
…..ખબર પઙી.
દાદા દાદી દોડી આવ્યા
કોણ લાડલુ આવ્યુ જગમાં
હૈયે હામ ધરી બેઠાતા
સુણવા કલરવ વ્હાલા બાળકનો
…..ખબર પઙી.
દોસ્તોએ પણ દોસ્તી નિભાવી
જરુર પડે આવ્યા દોડી
લાગણી પણ મિત્રોને એવી
પડખે રહ્યા ઉભા આવી
…..ખબર પઙી.
કાકા આવ્યા,કાકી દોડ્યા
ફુઆ આવ્યા વ્હાલી ફોઇને લાવ્યા
પ્રદીપ જુએ આ ખેલ કુદરતનો
શોધી નામ રહયા છે ફોઇ
…..ખબર પઙી.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxx