Posted on May 28, 2007 by Pradip Brahmbhatt
જય શ્રી સ્વામિનારાયણ
પધારો પ્રમુખ સ્વામી મહારાજ પધારો
ઓગસ્ટ ૩૧,૨૦૦૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમારા અહોભાગ્ય કહેવાય,આપના દર્શન અમને થાય
પ્રદીપના ભાગ્ય ખુલ્યા છે આજ,આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
અમારુ હ્યુસ્ટન પાવન થાય,આપના ચરણરજ લઈને આજ
ભારત ભુમીના ભરથાર,ભક્તો તમને વંદન કરતા વારંવાર
પધારો પ્રમુખ સ્વામી મહારાજ.
અમારા આંગણા પાવન થાય,જેનો હરખ અમોને થાય
અમારા ભાગ્ય ખુલ્યા કહેવાય,મળ્યા સ્વર્ગસમા સુખને દેનાર
અમારા પ્રમુખ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on May 18, 2007 by Pradip Brahmbhatt
એક અનોખુ …………સપનું આવ્યું
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપનું આવ્યું, સપનું આવ્યું, સોમવારની રાત્રે મુજને;
એક અનોખું સપનું આવ્યું.
મુજને ગમતું, લોભતું મનને, આનંદની એક લહેર સમું;
એક અનોખું સપનું આવ્યું.
કામણ મારી કાયા લાગે,મસ્ત બની મનમોર સમ નાચે;
એવુ એક અનોખું સપનું આવ્યું.
મૃદંગ વાગે ઢોલ વાગે, તનમન સૌના ડોલતા લાગે;
એવુ એક અનોખું સપનું આવ્યું.
કિલ્લોલ કરંતી,નૃત્ય કરંતી,માનવમેદની ચારે કોર [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on May 16, 2007 by Pradip Brahmbhatt
અમેરીકાની હવા….
એક શુધ્ધ ભારતીયની નજરે.
દીકરો. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા પહેલા આંસુ આવતાં ને તું યાદ આવતી,આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
જે દીકરાઓના જન્મ વખતે માબાપે પેંડા વહેંચ્યા તે જ દીકરાઓએ મોટા થઇને માબાપને વહેંચ્યા.
મંગળસુત્ર વેચીને કરજ કરીને પણ તને મોટો કરનાર માબાપને ઘરની બહાર કાઢનાર દીકરા હવે તારા જીવનમાં અમંગળ સત્ર શરુ થઈ [...]
Filed under: સામાજીક | 1 Comment »
Posted on May 10, 2007 by Pradip Brahmbhatt
પ્રદીપ બ્રહ્મભટ્ટ જાણે અજાણે
જાણે અજાણે નામ જો તારું દેવાય તો પ્રભુ
તુંજમાં એ પ્રિય થઈ જાતો
એ તો પામતો અક્ષરધામ.
….જાણે અજાણે
જીવનની આ સુખશૈયામાં તુજને એ ભુલી જાતો
મરણ આંગણે આવે ત્યારે તુજને એ સમરી જાતો
એ તો થઈ જાતો નિરાકાર
….જાણે અજાણે
પ્રેમની પાવક જ્વાળા ન્હાતા થઈ જતો નિષ્કામ
અંત સમયની અટારીએથી તુજમાં એ વિસરાતો
એ તો [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on May 9, 2007 by Pradip Brahmbhatt
પ્રદીપ બ્રહ્મભટ્ટ મમતા ૪-૩-૧૯૯૯
માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on May 8, 2007 by Pradip Brahmbhatt
Happy Birthday
Mr. L e o n a r d R i c e.
(Counselor,Houston Community Collage System, Houston)
Happy Birthday
Happy, Happy, Happy Birthday.
Many, Many, Many returns of the day.
May Lord Jesus bless you, May Lord Jesus Protect you.
May Lord give you healthy life.
May Lord take care of [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on May 6, 2007 by Pradip Brahmbhatt
ગુજ્જુ છુ હું નિરાળો
પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો હું ગુજરાતી ભઈ ને રમા મારી છે ગુજરાતણ.
હ્યુસ્ટન આવ્યા કેમ અમે ભઈ તેની ના કોઈ રામાયણ.
….તેવો ગરવો હું ગુજરાતી.
સુરજ ઉગતા ઝળહળે જેમ જીવન તેમ રવિ અમારો દીપી ઉઠે;
માનવ મનડાં તૃપ્ત જીવનને સદા નિરંતર તરસી રહે ,
વણ માગેલી આફત જ્યાં આવે ત્યાં ગુજરાતી ભઈ ટકી રહે;
[...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on May 6, 2007 by Pradip Brahmbhatt
ત્યાં સુધી.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજને શું પુછવું નિશા કેરો અંધકાર ક્યાં લગી?
જ્યાં સુધી આકાશમાં ચાંદનીની મૃદુતા છે ત્યાં સુધી.
સહરાની કાયાને શું પૂછવું આવી અગન ક્યાં લગી?
જ્યાં લગી સુરજ પ્રકાશ આપશે ત્યાં સુધી.
અલ્પ જીવી પુષ્પોને શું પુંછવું તારી સૌદર્યતા ક્યાં લગી?
જ્યાં સુધી બે પુષ્પોનું મિલન થાય ત્યાં સુધી.
ચમનને શું પુછવું કે તારી પુષ્પ પથારી [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on May 6, 2007 by Pradip Brahmbhatt
ક્યાં સુધી?
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુરજનો આ તાપ ક્યાં સુધી ? જ્યાં સુધી આ પ્રુથ્વી છે ત્યાં સુધી.
ચાંદાની આ ચાંદની ક્યાં સુધી ? જ્યાંસુધીસુરજનોસહવાસ છે ત્યાંસુધી.
માયાની આ જંજાળ ક્યાં સુધી ? જ્યાં સુધી જન્મો મળશે ત્યાં સુધી.
પતિપત્નિનો આ પ્રેમ ક્યાં સુધી ? જ્યાં સુધી સ્નેહે જીવ્યાં ત્યાં સુધી.
બાળકોને લાડ પ્રેમ ક્યાં સુધી? જ્યાંસુધીમાબાપની સાથેછેત્યાં સુધી.
સંતોના આ માન ક્યાં [...]
Filed under: ચિઁતન | Leave a Comment »
Posted on May 6, 2007 by Pradip Brahmbhatt
સાતવાર
મે ૧૧,૨૦૦૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાતવારની સરળ વાત ભાઈ,ના તેમાં કોઈદ્વીધા ભઈ,
સોમવાર ને મંગળવાર, બુધવાર ને ગુરુવાર,
શુક્રવાર ને શનિવાર, અને અંતે આવે રવિવાર.
……ભઈ અંતે આવે રવિવાર
અકળ જગતમાં માનવી જન્મે, સાતવારના વારે એક,
જગતપિતાની લીલા એવી, મૃત્યુ પામે સાતવારના વારે એક.
……ભઈ સાતવારના વારે એક
ના માયા ના મોહ પ્રભુને,અર્પણ સૌ જગતના જીવોને,
ખેલ જગતનો હાથમાં તેના, તોય ના [...]
Filed under: ચિઁતન કાવ્યો | Leave a Comment »
Posted on May 1, 2007 by Pradip Brahmbhatt
માનવ અને મનુષ્ય
પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ) હ્યુસ્ટન.
માનવીનું જીવન સંઘર્ષથી ભરેલું છે. જો જીવનમાં સંઘર્ષ ન હોય તો તે જીવન નથી.કારણ સંઘર્ષ જ માનવને મનુષ્ય બનાવે છે. સંઘર્ષોનો સામનો કરતો આ માનવ ત્યારે જ મનુષ્ય બની શકે છે જ્યારે તે સંઘર્ષોનો સામનો કરતો આનંદીત જીવન જીવી તેમાંથી પાર નીકળે છે.જન્મ ધારણ થતાં માનવ પોતાના માથે [...]
Filed under: આધ્યાત્મિક | Leave a Comment »
Posted on May 1, 2007 by Pradip Brahmbhatt
સમજવાની સમજ
તમે જે સમજ્યા તે વાત સમજતાં મારે થોડી વાર લાગી કારણ તમારી સમજ અને મારી સમજવાની સમજમાં થોડો ફેર છે. તમે જે સમજો છો તે મારે સમજતાં સમય લાગે છે, તેના મૂળમાંમારી સમજવાની સમજ સમજીને સમજવાની છે.હું જે કાંઈ સમજવા પ્રયત્ન કરું છું તે સમજીને સમજુ છું એટલે આપણી સમજવાની સમજમાં ફેર [...]
Filed under: Uncategorized | Leave a Comment »