ચિઁતન કાવ્યો
Pradip Brahmbhatt
5:55 pm
કોઇ નથી મારું
તાઃ૨૭/૪/૧૯૭૫ પ્રદીપ બહ્મભટ્ટ
જગતમાં કોઇ નથી મારું ભાઇ,કોઇ નથી મારું
જગતમાં કોઇ નથી તારું ભાઇ,કોઇ નથી તારું
સુખદુઃખની આ ઝંઝટ આવી,
કર્મની ગત કોણે જાણી…જગતમાં
માની મમતા પ્યાર પિતાનો
ભુલાય શાને એકેય વાર
મને મળ્યું મન માગ્યું જ્યારે
વિસરાયો આ જગતનો તાત
ભુલ્યો ભલે હું તને વિસારી
મારી નિંદર કોણે જાણી…જગતમાં
કદર ક્યાંથી વિશ્વે થશે
કાયા શુધ્ધ રહેતી નથી
માનતા મારું જે કહ્યું મેં
પારકુ થઇ ચુક્યું છે
કદી મારું માન્યું નથી મેં
કદી કહ્યું નથી મેં મારૂ…જગતમાં
###############
No Responses »
રામ ભજન
Friday, Aug 31 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
5:16 pm
રામ ભજન
પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરીલે, રે મનવા…(૨)
કોઇ નથી તારું આ જગમાં ..(૨)રે મનવા.
….રામ ભજન.
શાને કાજે વ્યથા કરે તું,
જીવન એળે ઉતરતું, તારું..(૨)
કેમ કરીને સાથ મળે જો,ભવસાગર ઉતરજે.
….રામ ભજન.
કથા સુણીલે,ભજન કરી લે,
કરતાલ બજાવીલે રામનામની.(૨)
દુઃખની આ વાંકી કેડી પર,નિશદીન સ્મરણ કરીલે.
…રામ ભજન.
—–રામનામ રામનામ—–
No Responses »
નદી મા
Friday, Aug 31 2007
પ્રાકૃતિક કાવ્ય
Pradip Brahmbhatt
10:32 am
નદી મા
૧૬/૧૨/૧૯૭૪. પ્રદીપબ્રહ્મભટ્ટ
નીર ખળખળ વહેતા જાય,
કિનારે કિલ્લોલ કરતા જાય.
જગની આ કામિની દેવી,
વહ્યા કરે નીત શિતલધાર.
….નીર ખળખળ
કિલ્લોલ કરે જગજન જેનાથી,
સુખ સંપત્તિ દીસે જ તેનાથી.
પરોપકાર અર્થે જે નિત્યે
વહ્યા કરે નીત શીતલધાર
….નીર ખળખળ
નદી કેરી પવિત્રતા નીર સમી શાંત
માતાની આ માત્રુતા કૃપા કેરી આ આંખ
વંદન હો મા તુજને જેણે
સફળ કર્યો અવની અવતાર
….નીર ખળખળ
—————
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
7:36 pm
હે ભોલેભંડારી
૧૯/૧/૧૯૭૫ આણંદ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હે ચંન્દ્રમૌલી,હે ચંન્દ્રમૌલી…(૨)
હે ત્રીપુરારી,હે વિષધારી,હે પાર્વતી પતિ પરમેશ્વર.
વંદનપ્રદીપનાવારેવારે,સુણજો વિનંતી રોજસવારે.
….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
એક હાથમાં ડમરુ ડમડમ બોલે,
એક હાથે ત્રિશુળ બિરાજે
સાંગોપાંગે ભસ્મ છે છાજે, વિશ્વેશ્વરને અંગે આજે
….હે ચંન્દ્રમૌલી હે વિઘ્નહારી.
નિત્યઅનંત કામો દુજ કાજે,
સર્વે માયા વેશ ત્યજીને
ભક્તોની ભાવનાને કાજે,જગદીશ્વરને વંદન આજે
….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
નિજ સુખોને વહાવ્યા જેણે,
ગંગે શિરધરી ભક્તોને કાજે
જટા માંહી દિવ્ય જીવનની જ્યોત જલાવી આજે
….હે ચંન્દ્રમૌલી,હે વિઘ્નહારી.
વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્
One Response »
રેશમદાઢી
Tuesday, Aug 28 2007
Uncategorized
Pradip Brahmbhatt
6:00 pm
રેશમદાઢી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાઢી કરાવો,રેશમ બનાવો
મારા હાથથી દાઢી બનેતો,
એનો આનંદ આવે અનેરો…મારા હાથથી
આવો યારો દાઢી કરુ હું, બ્રશ અને સાબુ સાથે
દાઢી એવી બ્લેડ હું વાપરુ,કડક અને લીસ્સી અનેક
દોડી આવો જલ્દી જલ્દી, ફરી નહીં આવે આ મેળ..
..મારા હાથથી
અસ્ત્રો ચલાવું હું ગીતો ગાતો,રેશમ જેવો આ મારો
જુવો જુવો આ એક ધાર થઇ,બીજી ધારે દાઢીગુમ
એવો ચાલે આ અસ્ત્રો મઝાનો,જાણે તિરછી આંખે નૈન
..મારા હાથથી
————-
No Responses »
આધ્યાત્મિક કાવ્યો
Pradip Brahmbhatt
4:26 pm
जैसी करनी वैसी भरनी
प्रदिप ब्रह्मभट्ट
करनी वैसी भरनी है भाई,
जो बांटो तो दुःख सुख है भाई.
…करनी वैसी
करता है जो लाख धरम,देता नहीं मनसे जो दान
क्या पायेगा जीवनमें वो, खाली हाथ जो आया
तेरा सच्चा धरम नाजाना,तुने सच्चा करमना पाया
…करनी वैसी
तेरे हाथमें कच्चा सोना, हो जाये फुलधार
पारससे जो मीले तो होता,सोनेकी मुलधार
अजब तेरी कारीगरी करतार,तेरी महिमा अपरंपार
…करनी वैसी
आंखोमे जो बसता सावन,वो उसकी हैयादे
मेरे हमदम मेरे प्यारो,वो जाने दीलकेवादे
हम भीहै बेताब करनेदर्शन तेरे तात सुनले पोकार
… करनी वैसी
#############
No Responses »
પ્રેમગીત
Pradip Brahmbhatt
3:47 pm
ઓ મારી રાણી.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા નયનમાં તું છે સમાણી સુણજે મારી વાણી
જો જે કહું છું હું તને રહીશ તને આ ઘરમાંઆણી
ઓ મારી રાણી ..(૨) મારા દીલમાં તુ સમાણી
બાગમાં ને ઘરમાં,બહાર અને અંદર
તારી યાદ મને સતાવે છે
જેવી ઘરમાં વસી છે,તેવી મનમાં વસી છે તું
મને કેમ પડે કંઇ ચેન, ઓ મારી રાણી…(૨)
જવાદે ને જાવાદે.દુનીયાના આ ભભકા
તું તારા નખરા ને ચટકા
હું તંને કહું છુ તુ છાનીમાની આવી જાને ઘરમાં
મને ચેન પડશે મનમાં, ઓ મારી રાણી..(૨)
+++++++++++
No Responses »
ઓ રામ..
Tuesday, Aug 28 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
3:06 pm
ઓ રામ..
પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુઃખમાં હું આજ ફસાયો, કરું વિનંતી આજ
મારું આ જગમાં નથી કોઇ,સુણજે મારીવાત
મારા રામ પ્રભુજી મને તારો છે,
મને તારો એક સહારો ઓ રામ ઓ રામ.
જગમાં ફરીને થાક્યો,તારા શરણમાં હું આવ્યો
મને તારી છે અભિલાષા,હું છુ પામર મરનારો
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
તારા વિના હું ભુલી ગયો છું,સુખશૈયાની વાતો
દુઃખ સાગરમાં હું ખોવાયો, મારે ક્યાં છે આરો
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
અંતર તરસે,મન પણ મલકે,કૃપા પામવા તારી
અંધકાર મયી,આ અવની પર,પ્રકાશ પામુંતારો
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
મલકી રહ્યુંછે મનડું પ્રદીપનું,આશ થોડી છેમને
ભટકી રહેલા ભવસાગરમાં, લો પકડોમારો હાથ
..ઓ રામ ઓ રામ મને તારો એક સહારો.
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
No Responses »
પ્રાકૃતિક કાવ્ય
Pradip Brahmbhatt
10:25 pm
આનંદોલ્લાસ
૧૯/૭/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ ધરતી…(૨)
આ ધરતી લીલી ન્યારી છે
જીવનની બલિહારી છે..આ ધરતી.
નીત નીત સવારે,સુરજ જાગે..(૨)
હરિયાળી લહેરાઇ છે…(૨)
અંગે અંગેમાં,રંગે રંગમાં…(૨)
શાંન્તિ તેણે આણી છે…(ર)
….આ ધરતી.
કુદરતની ચિનગારી,કામણગારી..(૨)
કંચનકાયા મહેકાતી…(૨)
અંત ઘડીએ આવું ત્યારે…(૨)
ખળખળ વહેતી ધારા છે…(૨)
…આ ધરતી.
મેઘલી સાંજે,વાદળ ગાજે..(૨)
વીજળી ધીમી થાતી રે…(૨)
મોર ટહુકે,કોયલ ગાતી…(૨)
પળપળ સંગી થાતી રે…(૨)
…આ ધરતી.
************
પ્રસ્તુત કાવ્ય ૧૯૭૭માં આણંદ તાલુકા યુવક મહોત્સવમાં અમારા ગોપાલજીત ગ્રુપ દ્વારારજુ થતાં પ્રથમ સ્થાન મેળવેલ.આ ગીતને આણંદના શારદા હાઇસ્કુલના સંગીત શિક્ષક શ્રી બંસીલાલ પુરાણીએ સંગીતબધ્ધ કર્યુ હતું.. ….. પ્રદીપકુમાર બ્રહ્મભટ્ટ.આણંદ.
No Responses »
Uncategorized
Pradip Brahmbhatt
9:41 pm
છેલ્લી આશ.
૧૩/૧૦/૧૯૭૫. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળશો મને બીજા ભવમાં
મારી આશ છેલ્લી એ જ છે
સુખદુઃખમાં અમે વીતાવીશું
છેલ્લે મળેલ પ્રીતને…….મળશો મને.
મળતાં મળાયું,આ જીવનમાં
સાથ દીધો અમથી બનતો
જીવન જીવ્યાં નિરાંતનું
મારી પાસે છેલ્લી પ્રીત હતી..મળશો મને.
ગમતા મુજને,મનડાં માન્યાં
તુજ પ્રીતે જીવન છોડ્યું છે
પ્રીતડી તું ક્યાં છુપે
અમ અંતરે છેલ્લી પ્રીત છે…મળશો મને.
##############
No Responses »
કલ્પના..
Monday, Aug 27 2007
દેશભક્તિ કાવ્ય
Pradip Brahmbhatt
9:08 pm
કલ્પના
૨૪/૮/૭૪. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેવી કલ્પના આવી મને,જાણે સ્વર્ગ આવ્યું ધરતી પર
એવું માની મેં લીધું, જાણે તુજને હું પામી ગયો.
…કેવી કલ્પ્ના આવી.
શબ્દનો જ્યાં સાર છે,માનવીની કિંમત છે નહીં
કર્મ જેને પાવન બનાવે એવો આ જન્માન્ત છે
જેને પામવા દીસે જગત,આરાધનામાં ડુબ્યું ખરે
ભારત એવો આ દેશ છે,કૃતાર્થ જીવન પામી લે તું
…કેવી કલ્પ્ના આવી.
ધરતી જેની પાવન દીસે,જીવન મરણથી જે મુક્ત છે
માનવી જેને આનંદ છે,ગીતો હતા ગુંજનસમાદીસે નહીં
સ્વપ્નની સાકારતા પામી ગયો,જન્મ અહીં લઇને હું
કલ્પનાની સાર્થકતાને યથાર્થ કરવા,જીવન એળે નહીં જશે.
…કેવી કલ્પ્ના આવી.
~~~~~~~~~~~~
No Responses »
અંધારુ.
Monday, Aug 27 2007
પ્રાકૃતિક કાવ્ય
Pradip Brahmbhatt
8:26 pm
અંધારુ.
તાઃ૨૪/૮/૭૪. પ્રદીપ બ્રહ્મભટ્ટ.
ચારે દિશા નિરાકાર હતી ,ગીત ગુંજન ગયું મટી;
વાદળીઓ સ્તબ્ધ બની અને,તારલા ચમકવાનાખરે.
…ચારે દિશા નિરાકાર
છુપાઇને ચાંદની ડોકીયાં કરે,રહીસહી વાદળીયોએથી
પંખીડાને પણ હવે સુઝેના,ક્યાંક ગુંજન અથડાઇ જતું.
…ચારે દિશા નિરાકાર
અંધાર પછેડો ઓઢી આકાશ,દીપી રહ્યું ખરે અધાત
કોણ કોને ક્યાં જુએ,કોઇ ક્યાંથી દીસે નહીં કને
…ચારે દિશા નિરાકાર
જગત જીવન પામીયા,મરણ બાદ જનમ મેળવી
અંધારપટથી છાયું છે, વિશાળ તારું જીવન સંગીત
…ચારે દિશા નિરાકાર
તારલીયાઓમાં ચાંદ ચમકી ગયો,જીવન તેમ જીવી જજે
કોણ કોનું છે, ને કોનું નથી, કોઇ તુજને જાણતું નથી.
…ચારે દિશા નિરાકાર
==============
No Responses »
દેશભક્તિ કાવ્ય
Pradip Brahmbhatt
7:36 pm
भारतमाता
प्रदीप ब्रह्मभट्ट
मेरी जन्मभुमि है महान,लेके आया मै उपहार;
जीस धरतीसे पाई मैने, बहादुरीसी शान,
वो है आज महान मेरी जन्मभुमि है महान.
यहॉ खेतोमें हरीयाली और अन्नदान है घरघरमे
प्यासा आके प्यास बुझाले ओर करदे दीलके दान
उसे करना है महान मेरी जन्मभुमि है महान.
वीरोसे ये धरतीकी गोद है रंगी,चुनरी जैसी लाल
बापु,नहेरु,सरदार,शास्त्रीके जीवनने पाइ है महानता
उसे करना है महान मेरी जन्मभुमि है महान.
शान्ती नारा नहेरुजीका,अमन उनकी शान थी
किसान प्यारा शास्त्रीजीको हैजो देशकी महान पुकार
उसे करना है महान मेरी जन्मभुमि है महान.
अपना नारा अबतो होगा जय जय हिन्दुस्तान
प्यार बढाये नफरत फेंके दीलसे गले मिले अपनोसे
उसे करना है महान मेरी जन्मभुमि है महान.
————————–
No Responses »
ख्वाब
Sunday, Aug 26 2007
પ્રેમગીત
Pradip Brahmbhatt
1:42 pm
ख्वाब
प्रदीप ब्रह्मभट्ट
दीलके ख्वाबमें बसी हो तुम विरानेसे ये जीवनमें,
शान बनके आयी हो, अब जा रही कहां हो तुम.
…दीलके ख्वाबमें
ये नजरे,ये हुस्न ओर ये जाम
सब है गवांह तुम्हारे सच्चे प्यारके
नजरसे बचके चली जाओगी तुम
मेरे दीलके तीरसे कैसे बच पाओगी
…दीलके ख्वाबमें.
जमानेभरकी कसम तु है अब मेरी
तेरी जानो पर ये आज मेरादील है दीवाना
मुझे चाहे या न चाहे हम रहे है तेरे
रहेगे तेरे दीलके सामने दील देके सनम
…दीलके ख्वाबमें.
ये जान तुम्हारी है तुम्हारे हाथोमें मोत
प्यार भरी निगाहोसे देखले दीलसे देदे प्यार
हम रहे है तुम्हारे रहेंगे तुम्हारे
तुम भी तो हो मेरी मैने दीलसे जान लीया है.
…दीलके ख्वाबमें.
———————
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
1:03 pm
હે ચંદ્રમૌલી.
પ્રદીપ ભ્રહ્મભટ્ટ
હે ચંદ્રમૌલી ,હે ચંદ્ર શેખર,હે શંભુ ત્રિલોચન,
હે સંકટ વિમોચન, હે ત્રિપુરારી અર્ચન;
હે જય જય ભોલે શંકર, હે ભસ્માંગ સુંદર,
હે પશુપતિ હરિહર,પાર્વતીપતિ પરમેશ્વર.
…..હે ચંદ્રમૌલી.
કંઠે ધરી છે સર્પોની માળા, તવ તાંડવે બાજે છે ડમરુ નિરાલા..(૨)
તેં શીલ કાજે તપો કંઇક સાધ્યા,ત્રિનેત્ર ખોલીને રતિકંથ બાળ્યા..(૨)
…..હે ચંદ્રમૌલી.
પ્રભુ વિશ્વકાજે તે શિર ગંગા ધરી, પર્વત દુહીતાની પુજા સ્વીકારી.(૨)
જન મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,પિને હળાહળ તેં પથ કંઇક તાર્યા.(૨)
…..હે ચંદ્રમૌલી.
——–=========———
One Response »
આધ્યાત્મિક
Pradip Brahmbhatt
12:18 pm
જીવન પગથી.
૨૫/૭/૭૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ છે આ મહાન, પામર તેં બનાવ્યો.
પામર આજ બનાવીને દુઃખ સાગરમાં તેં નાખ્યો.
….જીવ છે આ
પહેલે પગથીયે, બાળ બનાવ્યો ,આનંદમાં વિચરતો
નહીં કોઇ ચિંતા,નહિં કોઇ ચૈન,બસ જીવનનો લ્હાવો.
….જીવ છે આ
બીજે પગથીયે ,જુવાની આવી,થોડો ભાર લદાણો,
ભણતરના એ ડુંગરો ચઢવા,કષ્ટ ભર્યો બની જાતો.
….જીવ છે આ
ત્રીજે પગથીયે, સંસારે આવ્યો, દારા સાથ સમાણી,
ચિંતાની હું મુર્તિ બનીને,ફરતો પ્રેમ મેળવવા કાજે,
….જીવ છે આ
ચોથે પગથીયે, બાળ આવ્યા ,પિતા બનીને લ્હાતો,
બાળકોની બાળભુમિમાં ,તુજને હું ભુલી જાતો.
….જીવ છે આ
પાંચમે પગથીયે,આવ્યો બુઢાપો,સોટી ત્રીજો સહારો
દીકરા એળે કરી મુકતા,જાણે કોઇ ના સહારો.
….જીવ છે આ
આમ પગથીયા,વટાવીને હું,છેલ્લે કિનારે આવ્યો,
ત્યારે સાંભળ્યા પ્રભુ પિતા મને,પણ દેખુ ના આરો,
….જીવ છે આ
પ્રભુને ભજવા માયા ત્યજો,પછી જીવ અમર બની જાશે,
જીવનમરણની આ ઝંઝટમાં,શાને આજ સંધાણો.
….જીવ છે આ
——-**********——–
One Response »
પ્રાસંગિક કાવ્યો
Pradip Brahmbhatt
1:06 pm
જય જલારામ જય સાંઇબાબા.
મુલાકાત લંડનની…..
તાઃ૯/૫/૨૦૦૭ પુ.શકુન્તલાબેનના મુખેથી…
ભાઇ પ્રદીપની કલમે…
સંસાર સાગરના તરંગે નાવડી ડોલતી ચાલે
વાંકી ચુકી ડોલતી અમારી જીવનનૈયા હાલે
આવ્યા અવની પર કર્મના એકમળેલ ધાગે
મંદમંદ મલકાતી જીંદગી પ્રેમ ભરેલી લાગે
સંતાનોના સંગાથ ભરેલી મસ્તી અમને મળતી
ઠેકોદીધો નાથ અમારે મિત્રોનીમુલાકાત કરવાને
લંડન લંડન કરતા આજે નિકળ્યા હવાઇ માર્ગે
વિદાયદેવા જતાત્યારે રાહ આગમનની દેખાઇ
એવી અમારી ડોલતી નૈયા મુલાકાતે મલકાઇ
મિત્રો મિત્રો કરતા આજેસહવાસ પ્રેમનો મળશે
ખોબે ખોબે પ્રેમ ઉલેચવા નાથ અમારા હાલ્યા
લંડનમાં મલકશે ને પાછા નોર્થબર્ગનમાં ચમકશે
રાહની અમને ટેવ પડી ના સમયની સાથે હાલજો
વ્હેલા પકડી પ્લેન ઝડપથી ઘેર પ્રેમથી આવજો.
*************
આ કાવ્ય મારા મોટા બનેવી ધણા વર્ષોબાદ તેમના મિત્રોને મળવા લંડન ગયાતે પ્રસંગને ધ્યાનમાં રાખી મારી બહેનના મુખેથી નિકળેલ છે તેમ રજુ કરેલ છે.
No Responses »
દીનચર્યા
Wednesday, Aug 22 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
2:39 pm
દીનચર્યા
૨૬/૫/૨૦૦૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ, પતિ તપાવન સીતારામ.
મનમાં જપતાં વ્હાલારામ, પ્રભુને પ્યારા જલારામ.
ઉઠતાં મુખમાં સંતનું નામ, જીવન ઉજ્વળ કરવા કાજ.
હસ્ત પ્રક્ષાલય પહેલું કામ, કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.
વંદન ધરતીમાંને થાય, બોજ ભુમી પર કરવા કાજ.
દેહ શુધ્ધી કરણ થતું જાય, હર હરગંગે બોલાતું જાય.
ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
પુજન અર્ચન કરીને આજ, ભક્તિનું ભાથું ભરવાને કાજ.
હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
પ્રભાતે રમાજાગે રવિ જાગે, જય જલારામ કહેતા જાય.
દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.
બારણું ખોલી ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.
સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.
રાત્રે સુતાજલાબાવની વાંચી, નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.
રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.
——–************——–
ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી સમજ
આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય સાંઇબાબાની કૃપાથી
આચરણ કરી મનુષ્ય જીવન સાર્થક કરવાનો પ્રયત્ન છે.
હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
——————————–
No Responses »
બે માંથી એક
Wednesday, Aug 22 2007
ચિઁતન
Pradip Brahmbhatt
12:37 pm
બે માંથી એક
૨૨/૧/૨૦૦૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જગતમાં કોઇપણ કામમાં બે માંથી એક શબ્દ કાયમ છુપાયેલ છે.જે નીચેના વિધાનો જોતા સ્પષ્ટ થશે.
* કોઇપણ મનુષ્યના જીવનમાં સુખદુઃખ વણાયેલ છે.ક્યાં તે સુખી હોય યા દુઃખી હોય.
* કોઇપણ પરિક્ષા આપશો તો તમે પાસ થશો યા નાપાસ થશો તે નિશ્ચિત છે.
* કોઇપણ ખોટું કામ કરશો તો પરમાત્મા મારશે યા પ્રજા મારશે તે નક્કી છે.
* તમે બોલ ફેંકશો તો પાછો આવશે યા દુર જતો રહેશે.
* તમે ભણશો તો તમે સુખી થશો નહીં તો દુઃખી થશો.
* તમે લખશો તો કોઇ વાંચશે યા નહીં વાંચે.
* તમે વાંચશો તો પાસ થશો નહીં તો નપાસ નક્કી છે.
* તમે કપડાં પહેરશો તો સભ્ય લાગશો નહીં તો અસભ્ય જરુર દેખાશો.
* તમે માબાપને પુજનીય ગણશો તો કલ્યાણ થશે,નહીં તો અકલ્યાણ નક્કી છે.
* તમે સેવા કરશો તો જીવન પવિત્ર બનશે નહીં તો નર્ક નક્કી છે.
* તમે સ્વીચ પાડશો તો લાઇટ થશે યા નહીં થાય.
* તમે લગ્ન કરશો તો સુખી થશો યા વિચ્છેદ થશે.
* તમે ચુંટણીમાં ઉભા રહેશો તો જીતશો યા હાર થશે.
* તમે કાર ચલાવશો તો સહીસલામત ઘેર પહોંચશો યા અકસ્માત થશે.
* તમે લોટરી લેશો તો લાગશે યા નહીં લાગે.
* તમે કોઇપણ કામ કરશો તો તે કામ પુરુ થશે યા નહીં થાય.
* અને છેલ્લે…
** હું કાંઇક લખીશ તો વાંચકો તો વાંચશે પણ કદાચ ન પણ વાંચે.જેમાં કોઇ શંકા મને નથી.
——–@@@@——-@@@@——-
One Response »
ચિઁતન
Pradip Brahmbhatt
11:37 am
ત્રણનો સંબંધ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ.
જીવને ત્રણ રુપ મળે - માતા,પિતા અને સંતાન.
જીવને ત્રણમાં જન્મ મળે - મનુષ્ય,પ્રાણી યા પક્ષી.
જીવને ત્રણ સંબંધ - જન્મ,જીવન અને મૃત્યુ.
દેહને ત્રણ સ્વરુપ મળે - બાળપણ,જુવાની અને ઘડપણ.
જગતના ત્રણ અતુટ સંબંધ- માતા,પિતા અને સંતાન.
ત્રણ માટે પ્રયત્ન કરવો પડે- પ્રેમ,પૈસો અને ભણતર.
ત્રણ ભાગ્યશાળીને મળે - સંસ્કાર,ભક્તિ અને સન્માન.
ત્રણનું વળતર વણકલ્પ્યું છે- મહેનત,શ્રધ્ધા અને વિશ્વાસ.
મનુષ્ય - જન્મ,જીવન અને મૃત્યું.
જન્મ - બાળપણ,જુવાની અને ધડપણ.
કાળ - ભુતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
લોહીનો સંબંધ- માતા,પિતા અને સંતાન.
દીવસ - સવાર,બપોર અને સાંજ.
સમજ - મર્મ,કર્મ અને ધર્મ.
અવસ્થા - દેવ,માનવ અને દાનવ.
સમય - કાલ,આજ અને આવતી કાલ.
પ્રકૃતિ - સાત્વિક,રાજસી અને તામસી.
****************
One Response »
આઝાદી
Wednesday, Aug 22 2007
દેશભક્તિ કાવ્ય
Pradip Brahmbhatt
10:26 am
આઝાદી
૭/૧૨/૧૯૯૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્વતંત્રતાની વેદી પર, શીશ સૌ ઝુકાવીને
એકનાદ સૌ સાથે કરીએ, દેશની આઝાદી નો.
પ્રેમ પ્રેમ થી બની ગયા,એક સૌ ઢાલ સમા
અહિંસાનો એનાદ તો ,બન્યોએ જગમાં તાત સમ.
…સ્વતંત્રતાની
ગાંધી નહેરુ શાન છે, દેશના ઇતિહાસ પર
શાંન્તિ કેરા દાસ છે, અહિંસાના પથ દ્વાર પર.
….સ્વતંત્રતાની.
જરુર જાણજો જગમાં સૌ,દેશદાઝ હોય ભલે,
પ્રેમ ભાવ થી જ વધે, શાન દેશની જગે.
….સ્વતંત્રતાની.
દીપ થવાથી નથી, પ્રદીપ બની જાણજો
આન,બાન,શાન સૌ, દેશની તમ હાથ છે.
….સ્વતંત્રતાની.
—————–
No Responses »
ચરણે વંદન
Saturday, Aug 18 2007
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
10:52 am
નાગપાંચમના પવિત્ર દીવસે પરમ કૃપાળુ પરમાત્માના
ચરણે વંદન પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાઃ૧૮/૮/૦૭ શ્રાવણ સુદ-૫.
ઑમ રીમ નમઃ,મા ઑમ રીમ નમઃ…..(૨)
મા અંબા તારા ગુણલા, હું ગાઉ દીન ને રાત;
પામવા તારી કૃપા હું વિનવું વારંવાર,
ઓ અંબે મા ઓ અંબે મા,દયાળુ તું છે મા, તારા ચરણે વંદુ વારંવાર.
…મા તારા ચરણે વંદુ વારંવાર.
ઑમ શ્રીમ નમઃ,મા ઑમ શ્રીમ નમઃ….(૨)
ઓ લક્ષ્મી મૈયા..(૨) તારા દર્શનની છે માયા;
ચરણે વંદુ હું તારા તું સદા રહે કૃપાળુ,
ઓ લક્ષ્મીમાતાઓ લક્ષ્મીમાતાકરતો પ્રદીપ કાલાવાલા સદારાખજો છાયા.
…મૈયા સદા રાખજો છાયા.
ઑમ ગં ગણપતયે નમઃ પ્રભુઑમ ગં ગણપતયે નમઃ..(૨)
શ્રી ગજાનંદના શરણે જીવન અમારું શોભે;
છે કૃપાળુ જગના દેવ વરસાવે અમૃતધારા,
ઓ ગણપતિ બાપા પ્રદીપ્,રમા,રવિ,દીપલ,નિશીત પર રાખજોઅમીદ્રષ્ટી.
…બાપા રાખજો અમી દ્રષ્ટી
હરહર ભોલે મહાદેવ બોલો ઑમ નમઃ શિવાય…(૨)
રાખજો હેત ને કરજો પ્રેમ અમપર પાર્વતી મૈયા;
જીવન અર્પણ અમ સૌના ચરણે પ્રભુ તમારે,
ઓ ભોલે બાબા ઓ શિવશંભુ નિરાલા,સ્મરણ થાય ને ઉજ્વળ જીવન ચરણે.
…અમ ઉજ્વળ જીવન ચરણે
ઓ જલારામ બાપા,ઓ સાંઇબાબા..(૨)
છે ભક્તિની અમને માયા ના બીજી કોઈ છે આશા;
લો હાથ અમારો પકડી ભક્તિમાં લોને જકડી,
જય જલારામ ને જય સાંઇરામા ઉજ્વળ જીવન પામી છુટે આ જગની માયા.
…પ્રભુ છુટે આ જગની માયા.
*****જય શ્રી રામ,જય શ્રી રામ******
No Responses »
કોને ખબર?
Friday, Aug 17 2007
Uncategorized
Pradip Brahmbhatt
8:37 pm
કોને ખબર? પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું જાગ્યો, સવાર પડી, બપોર પણ થયાં, સાંજ થશે? કોને ખબર?
હું ભણ્યો, કોલેજ પણ ગયો, ડીગ્રી મળી, નોકરી મળશે? કોને ખબર?
હું ભારતથી આવ્યો, ગ્રીનકાર્ડ મલ્યું, સારી જોબ મળશે? કોને ખબર?
હું રાત્રેજોબકરું,પત્નિદીવસે જોબકરે,બાળકોનેસંસ્કારમળશે?કોને ખબર?
હું બડાશો મારું,મોટીમોટી ડંફાસો મારું,મારું સાંભળશે કોણ?કોને ખબર?
હું સર્જનકરું કે વિસર્જનકરું,સહિયારાસર્જનમાં કોઈઅસરપડશે?કોને ખબર?
———સહિયારું સર્જન માટે————
One Response »
પ્રાસંગિક કાવ્યો
Pradip Brahmbhatt
10:36 pm
પુજ્ય પપ્પા..(પુ.બેચરદાસ ઠક્કર)ની
૭૫મી વર્ષગાંઠ નિમિત્તે…
ઑગસ્ટ ૧૩,૨૦૦૭ …પ્રદીપ બ્રહ્મભટ્ટની કલમે
આ આવ્યા આ આવ્યા આ આવ્યા ઠક્કર બેચરદાસ,
પ્રેમ પહોળોને વિશાળ દિલ લઈને જ્ન્મ્યા આણંદજી ઠક્કરને ત્યાં;
પુત્ર થઈને આવ્યા અવની પર માતા દેવકાબાઈની કુખે,
સાલ ૧૯૩૨ની જુલાઈ માસે પહેલીતારીખના રોજ કચ્છખેડે ગામે.
ભણતરની સીડી ચઢતા બોમ્બે કલીભાઈમાં ૧૨ ભણ્યા,
કોલેજમાં ધ્યાન લગાવી ઉજ્વળ જીવન પામવા સી.એ. થયા;
જગના બંધંન તો જન્મોજન્મના કર્મનાબંધંન બાંધેલા,
પરણ્યા લક્ષ્મીબેનને ઑગસ્ટ માસની તારીખત્રીજી સાલ ૧૯૪૯.
પ્રેમ સાચો મળતો સાથે જલાબાપાની થઈ અનંત કૃપા,
આવ્યા અમેરીકાને ઠરીઠામ થયા હ્યુસ્ટનમાં સાલ ૧૯૮૨થી અહીં;
લક્ષ્મીબાની ભક્તિ સાચી ને સાચી સેવા સંતોની,
સંવત ૧૯૯૬માંવ્હાલાસંતજલાબાપાને સાંઈબાબાનું મંદીરકરી દીધું.
સંસ્કારો ભરેલા આ જીવનમાં શાંન્તિ જલાસાંઈએ દીધી.
મંદીર બનાવી હ્યુસ્ટનમાં પ્રદીપને પ્રેરી ને ખોલ્યા ભક્તિના દ્વાર;
સંસાર પ્રેમથીભરેલો ને ભક્તિનોમેળ જગમાં અનેરો કહેવાય,
પપ્પાની લાગણીને મમ્મીની ભક્તિ સજળ નેત્રે સૌ હરખાય.
મોટી દીકરી જ્યોતીબેન જે પ્રેમ સૌમાં જ્યોત જલાવી દીપે;
માયા સૌને જ્યોતીબેનની નીરખી હસતા સૌના મનડા છે મલકાય,
બીજા સંતાન પ્રતીમાબેન છે લાગણી સૌની પારખી લેતાં;
મમ્મી પપ્પાની બની પ્રતીમા પ્રેરણા પ્રેમની ઘરમા ચમકાવી દેતા.
ત્રીજા દીકરા અનિલભાઈ પણ છબી માબાપની બનતા;
પ્રેમ વરસાવે બહેનો પરને વ્હાલ માબાપને કરતા કેલીફોર્નીયા રહેતા,
ચોથા અમારા કપિલભાઈ જે પ્રેમ સદા માતપિતાને કરતા;
હ્યુસ્ટનમાં રહી હરદમ હૈયે રાખી હેતથી સેવા પપ્પામમ્મીની કરતા.
પંકજભાઈ પાંચમા સંતાન સુવાસ ફેલાવી પ્રેમની બધે;
પામી જલાબાપાની કૃપાને સાંઈબાબાના હૈયા સરસો અનોખો પ્રેમ,
જન્મદીને જલાસાંઈને પ્રાર્થના પપ્પા માટે પ્રેમે સૌ કરતા;
તન,મન,ધન અને સ્વાસ્થ્ય સાથે લાંબુ આયુષ્ય પ્રેમ મેળવી ઉજવે.
—જય જલારામ બાપા…જય સાંઈ બાબા—–
મુરબ્બી શ્રી બેચરદાસ આણંદજી ઠક્કર (પપ્પા)ને તેમના ૭૫મી જન્મદીનની ઉજવણી પ્રસંગે હ્યુસ્ટનના શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી પુજ્ય જલારામ બાપાની પ્રેરણાથી અને પુજ્ય મમ્મીના આર્શીવાદથી લખાયેલ કાવ્ય યાદ રુપે પ્રણામ સહિત અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રમા,રવિ,દિપલ,નિશીત તરફથી સપ્રેમ. તાઃ૧૫મીઑગસ્ટ,૨૦૦૭
No Responses »
વિદાય
Sunday, Aug 12 2007
ચિઁતન કાવ્યો
Pradip Brahmbhatt
10:20 pm
વિદાય પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાજળ જેવી કાળી આંખો તોય ઉઘડે નહીં આ નૈન
ટપકટપક ટપકી રહેલા લાગે સાવનભાદોનાઆ વ્હેણ
તનથી જેમ ના હ્રદય નીકળે મનથીના નીકળે વિચાર
કેમ કરી આ વસમી વેળા સહન થશે તમ સંગ વિના
હાથ ન ઉપડે વિદાય દેવા અને શિશ ના ઉપડે મારું
લાગે હૈયું રડવા જ્યારે રોકી શકું ના આંસુ ત્યારે
એવી ઘડી હું ત્યજવા ચાહું દુર મુજથી થોડા ના જાયે
મનમા રાખી સ્મરણ પ્રભુનું વિનવું જલ્દી પાછા આવે
ભ્રમણ કરીને થાકવા આવ્યો મળ્યો તારો સથવારો
હવે પ્રદીપ ના ખોવા ચાહે મળેલ તારો અનંતસહારો
બાળક મારા હૈયે રાખી જીવન જીવું તમ સંગે હું
રવિ,દિપલ તોઆંખનીકીકી જ્યોત રમા થઈપ્રકાશે
જીવન ઉજ્વળ જીવી રહ્યો તો આવી ક્યાંઆ વિદાય
ગણી રહ્યો હું દિવસો આજે આગમન ક્યારે થાશે
વિદાય ત્યારે વસમી લાગે અંતરમાં અકળામણ થાય
શબ્દ મળે ના વાચા કાજે વિદાય મનને છે લાગે
અનંતનાઓવારેઆવી નીરખી જીવન મનડું છેમલકાય
નાવડી મારી સ્થિર પાણીમાં ધીમી છે ચાલતી દેખાય
મસ્તમઝાના દિવસો માણતા જીવનસાગર પણ હરખાય
વિદાય કેરું મોજુ આવતા હાથ હલેસા પકડવાને જાય
હાલમ ડોલમ જીવનનૈયા અમારી ડગમગ ડગમગ થાય
થશેશાંત એજીવનનૈયા વિદાપ જ્યારે આગમનમાં ફરીજાય.
—–૦૦૦૦૦૦૦૦૦૦——
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
8:48 pm
૨૯/૧૦/૧૯૮૦ સાચો સગો છે સંત પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચો સગો છે સંત
ઓ જ્ઞાની માનવ
તારો સાચો સગો છે સંત.
…ઓ જ્ઞાની માનવ
ભવસાગરના આ વમળોમાં
ઘુમી રહ્યો કેમ ડુબવાને..(૨)
તરણા માટે તરસી રહ્યો તું..(૨)
હાલ્યા જાય છે મોટા વહાણો.
…ઓ જ્ઞાની માનવ
મનઅંતરની આ વિટમણા
ક્યાં જાવું ક્યાંથી છે તું આવ્યો.(૨)
તારી સામે જીવન કાજે..(૨)
પરદીપ સમા આ સ્વામી.
…ઓ જ્ઞાની માનવ
તન અને મનની આસૃષ્ટિમાં
હાથ કશું નહીં આવે .તારે.(૨)
માન્યા મનથી નારાયણને.(૨)
બીજો શાનો સહારો.
…ઓ જ્ઞાની માનવ.
>>>>>/////////<<<<<
No Responses »
ભક્તિ કાવ્યો
Pradip Brahmbhatt
8:16 pm
૨૮/૧૦/૧૯૮૦ શોધ સંતાનની પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારમાં અહીં તહીં ભટકી શોધી રહ્યા સંતાન
માબાપ વિનાના આજે છે ભટકી રહ્યા સંતાન
…સંસારમાં અહીં
ક્યાં જાવું ક્યાં જાશે નહીં જેને થોડો પણ વિચાર
એક તારે આશ પ્રભુજી બંન્ને જીવી રહ્યા સંસાર
કુદરતની આ અકળ લીલા ના જાણે આ અંજાણ.
…માબાપ વિનાના
દુઃખ હૈયેમળ્યું સુખદીઠુનથી જોઈગોદનથી માતાની
જીવન જીવવા આ જગમાં લઈ ભેખ ફરે છે આશે
માબાપથી સુની રાહો પર છે વિચરી રહ્યા સંતાન.
…માબાપ વિનાના
છે મનમાં એક આશા ભગવાનની મળશે છાયા
છે પરીક્ષા કેવી અમારી નહીં જાણે જગની માયા
ઓ તારણહારઓ પાલનહાર દોજગમાં જીવન આજે.
…માબાપ વિનાના
=-=-=-=-=-=-=-=-
No Responses »
स्वतंत्रता
Saturday, Aug 11 2007
દેશભક્તિ કાવ્ય
Pradip Brahmbhatt
11:53 am
स्वतंत्रता प्रदीप ब्रह्मभट्ट

हमको प्यारादेश हमारा अर्पण अपना जीवन उसको
करना हमको कामदेशका रखना उसको जगमेंउज्वल
..हमको प्यारा..
शान हमारी तिरंगा है और आन हमारी है एकता
मान हमारा प्यारा देश है जान हमारी भारतमाता
..हमको प्यारा..
शिवाजीने शान बढाई लक्ष्मीबाईने जान कुरबानकी
भगतसिंह्की शक्ति अनेरी बापु गांधीने दी आझादी
..हमको प्यारा..
लेकरअपने देशका नाम हमकरते उसका अभिमान
नमनहमारी मातृभूमिको जिसनेजीवन सफलकीया
..हमको प्यारा..
एकता अपनी लेकरआई आझादी अणमोल हमारी
हाथहाथ हमसाथ बठाये विश्वभावना साथ लेआये
..हमको प्यारा..
मातृभुमिके हम हिन्दु है माता हमारी हिन्दुस्तान
परदिप बनके राहदिखाये करकेजीवनका बलिदान
..हमको प्यारा..
आता है जो इस दुनियामें खाली हाथ वोजाता है
कामहीउनके गीनतीदुनिया नश्वरहै जोजीवन मिलता
..हमको प्यारा..
////….मेरा देश,मेरी शान है भारतमाता….////
No Responses »
દેશભક્તિ કાવ્ય
Pradip Brahmbhatt
10:18 pm
સ્વતંત્રતાની ટેક…
પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભેદભાવ ભુલીને આપણે વરસો સાથે રહીયે;
વિરપુરુષના બલિદાનને નિરખી શાંન્તિ વન કરી દઈએ,
આશા બાપુ ગાંધીની વિરાટ માનવ દઈએ,
જગમાં નારો જ્યાં ત્યાં ગુંજે જય જય હિન્દુસ્તાન.
..ભેદભાવ ભુલીને.
જગમાં એની છાતી ધબકે થાઈ જાતું સુમસાન;
એવા નેતા મળ્યા અમોને જય સુભાષને જય સરદાર,
આરામ હરામ કરી દઈને જીવન અર્પણ કીધા;
ચાચા નહેરુ લાડલા સૌને નાનામોટા સૌ તેમને સમાન.
..ભેદભાવ ભુલીને.
જલીયાવાલા બાગની હોળી કેમ જાય વિસરાઈ;
બલિદાન ના ગણી શકાયા મા ને ખોળે જીવન કુરબાન,
કેમ કરી એ વિસરી શકુ હું પ્રાણ ગુમાવ્યા જેણે;
પ્રદીપ બન્યા એ તારલા જગમાં શોભે દેશના આભે.
..ભેદભાવ ભુલીને.
નાનામોટા સૌકોઈ સાથે હતા ભારતમાતાના સંતાન;
વેરઝેર તો સૌથી અળગા બલીદાનની લગની છે મનમાં,
એકમેકનો સાથ તો સૌને અડગ બની છે ભાવના;
ઈતિહાસમાં અમર બન્યા તે ભારતમાતાના એ બાળ.
..ભેદભાવ ભુલીને.
પ્રખર શક્તિને પામીગયાને ભાગ્યા પાછા બ્રિટનએ;
અજબ એકતા હિન્દુસ્તાનીની તોડી શક્યું ના કોઈ જગમાં,
એકલો માનવ પાંગળો લાગે મળે માનવો સાથે;
આભને છેદી આગળ જઈ શકેએ હોય પરોપકારી સૌ સાથે.
..ભેદભાવ ભુલીને.
નાતજાતનો ભેદ લઈને જીવી રહ્યા છીએ આજે;
ન હતો ભેદભાવ મનમાં જ્યારે જાગી સ્વતંત્રતાનીએ ટેક,
કેમ કરીને ભુલી શકો એ મોતને ભેટી ફના થયાએ;
વ્યર્થ નથી એ જાન ગયાએ મહેર અમો પર કરી ગયા એ.
..ભેદભાવ ભુલીને.
સાચીઆપણી માનવતાકે શ્રધ્ધાંજલી મનથીદઈએ તેમને;
જીવન અર્પણ કરી ગયા એ બની ગયા અમ પર મહેરબાન,
રુણ આપણી પર તેઓનું જો ભુલી જઈએ બલિદાન;
માતા ના માફ કરે સંતાનને કે જેમાં માનાવતાનો અણસાર.
..ભેદભાવ ભુલીને.
….જય હિન્દ…જય ભારતમાતા….
One Response »
सात संबंध
Friday, Aug 3 2007
ચિઁતન કાવ્યો
Pradip Brahmbhatt
9:14 pm
२२/५/१९८७ सात संबंध प्रदीप ब्रह्मभट्ट
जींदगी की राह पर, हमे आज चलना है,
हो सके तो साथी बनकर साथ निभाना है.
..जींदगी की राह पर
एक हमारी नेकी है जिसे जीवनमे अपनाया है,
आगे जाकर खुद ही मंझील पहुच तो जाना है.
..जींदगी की राह पर
दो हमारेसच्चे साथी जीसका साथ कदी ना छुटे,
आ गयेजो ये हमारी बाहोमे कोई कभी ना छुटे.
..जींदगी की राह पर
तीन काम है हमको करने सच्ची राहपे चलके,
झुठ ना बोले बुरा ना देखे सत्यका ले सहारा.
..जींदगी की राह पर
चार हमारी मांग है प्यारसे खाने दो हमे जीने दो,
सच्चा न्याय मिले तो ये प्यारकी ज्योत सदाजले.
..जींदगी की राह पर
पांच हमारे कर्म है जो सन्मार्गो से भरे रहे,
पंचकर्म है जग में महान ऐसे जीवनको सलाम.
..जींदगी की राह पर
छह हमरे बंधन है मातापिताका जन्मसे नाता,
भाई-बहेनका कर्म से नाता बेटा-बेटीसे रुहाई.
..जींदगी की राह पर.
सातवा बंधन जन्मोजन्मका सात फेरेमे कह जाये.
सच्चे प्यारका ये बंधन मुक्तिका जन्मोसे देता आये
..जींदगी की राह पर.
०००००००००००००००
One Response »
Next Page »