bholenath.jpg    

નાગપાંચમના પવિત્ર દીવસે પરમ કૃપાળુ પરમાત્માના
                                    ચરણે વંદન                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાઃ૧૮/૮/૦૭                                                              શ્રાવણ સુદ-૫.
ઑમ રીમ નમઃ,મા ઑમ રીમ નમઃ…..(૨)
          મા અંબા તારા ગુણલા, હું ગાઉ દીન ને રાત;
                                   પામવા તારી કૃપા હું વિનવું વારંવાર,
ઓ અંબે મા ઓ અંબે મા,દયાળુ તું છે મા, તારા  ચરણે  વંદુ વારંવાર.
                                                          …મા તારા ચરણે વંદુ વારંવાર.

ઑમ શ્રીમ નમઃ,મા ઑમ શ્રીમ નમઃ….(૨)
          ઓ લક્ષ્મી મૈયા..(૨) તારા દર્શનની છે માયા;
                                      ચરણે વંદુ હું તારા તું સદા રહે કૃપાળુ,
ઓ લક્ષ્મીમાતાઓ લક્ષ્મીમાતાકરતો પ્રદીપ કાલાવાલા સદારાખજો છાયા.
                                                                 …મૈયા સદા રાખજો  છાયા.

ઑમ ગં ગણપતયે નમઃ પ્રભુઑમ ગં ગણપતયે નમઃ..(૨)
              શ્રી ગજાનંદના શરણે જીવન અમારું શોભે;
                                        છે કૃપાળુ જગના દેવ વરસાવે અમૃતધારા,
ઓ ગણપતિ બાપા પ્રદીપ્,રમા,રવિ,દીપલ,નિશીત પર રાખજોઅમીદ્રષ્ટી.
                                                             …બાપા રાખજો અમી દ્રષ્ટી

હરહર ભોલે મહાદેવ બોલો ઑમ નમઃ શિવાય…(૨)
            રાખજો  હેત ને કરજો પ્રેમ અમપર પાર્વતી મૈયા;
                                       જીવન અર્પણ અમ સૌના ચરણે પ્રભુ તમારે,
ઓ ભોલે બાબા ઓ શિવશંભુ નિરાલા,સ્મરણ થાય ને ઉજ્વળ જીવન ચરણે.
                                                              …અમ ઉજ્વળ જીવન ચરણે

ઓ જલારામ બાપા,ઓ સાંઇબાબા..(૨)
                છે ભક્તિની અમને માયા ના બીજી કોઈ છે આશા;
                                       લો હાથ અમારો પકડી ભક્તિમાં લોને જકડી,
જય જલારામ ને જય સાંઇરામા ઉજ્વળ જીવન પામી છુટે આ જગની માયા.
                                                            …પ્રભુ છુટે આ જગની માયા.

                            *****જય શ્રી રામ,જય શ્રી રામ******