શિખરોત્સવ
સ્વામિનારાયણ મંદીર,(ISSO)હ્યુસ્ટન.
તાઃ૨૩/૭/૨૦૦૬. રવિવાર. પ્રદીપ બ્રહ્મભટ્ટ
શોભે અમારું હ્યુસ્ટન આજે શ્રીજી સમા અવતાર પધાર્યા પાવન કરવા જન્મ
લાગે અમને મનથી જાણે કર્મતણા બંધન છે તુટ્યા ને ફેરા ભવોભવના
જન્મમરણમાં ભટકી રહેલા અમને સાચું શરણું મળી ગયું.
…ભઇ સાચું શરણું મળી ગયું.
મંદીરતણા ઘંટારવ વાગે સાથે ઢોલ નગારાને મૃદંગ છે ગાજે
મંજીરાના મધુરતાલ શ્રીસ્વામિનારાયણ કહે ભઇ જયશ્રીસ્વામિનારાયણ કહે
પાઘ તણું શિખર છે મળતા આ મંદીર ધામ બનીને દીપી રહ્યું
…ભઇ મંદીરધામ બની રહ્યું.
કીર્તનગાન થકી સંતવૃદની કૃપા અમો પર નીસદીન છે વહી રહી
ના માન્યું આ માનવ દેહે વિદેશે કૃપાળુની કૃપા મળશે અમને
જન્મસફળપ્રદીપનો થયો શ્રીકૌશલેન્દ્રપ્રસાદજીનાઆશિર્વાદમને મળ્યા
…ભઇ મહારાજશ્રીના આશિર્વાદ મળ્યા.
કરું વંદનને સાષ્ટાંગ દંડવત સફળ માનવ જન્મ છે થઇ રહ્યો
માગીએ કૃપા પરમકૃપાળુની જે મહારાજશ્રીને નિરખતાં મળી રહી
પાવન પગલે પધારી શુક્રવાર સવારે ઘર અમારું પાવન કરી ગયા
….ભઇ ઘર પાવન કરી ગયા.
મુક્તિ માગું ને આશિર્વાદ પણ માગું જન્મ સફળ અમારો કરવા કાજે
પાવન પગલાં આપશ્રીના જ્યાં પડે ત્યાં સ્નેહ પ્રેમની વરસે વર્ષા
માતપિતાની કૃપાથકી આસાત્વિક જીવન સફળ જન્મ અમારો થાઓ
….ભઇ જન્મ સફળ અમારો થાઓ.
ઉત્સવ હ્યુસ્ટનમાં ઉજવાઇ રહ્યો તેમ ભક્તિ અમારી શિખરસમી દીપી રહે
મહારાજશ્રીની અસીમકૃપા મળશે તોમાનવજન્મ અમારો સફળ બની જશે
ભવસાગરના આ ફેરને પરમાત્માની એક ઝલક જો મળી જશે તો
…ભઇ ભવસાગર તરી જશો.
————–
***જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ***
————–
પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લાડીલા પુ.આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજીની હ્યુસ્ટનમાં શ્રીસ્વામિનારાયણ મંદીરના શિખરોત્સવ પ્રસં ગે પાવન પધરામણી થઇ તે નિમિત્તે તેઓશ્રીની અસીમકૃપા થતાં તેમની પ્રેરણાથી લખાયેલ આ કાવ્ય દંડવત પ્રણામ સહિત અર્પણ. ……પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર તરફથી સપ્રેમ.
