તારા કંકુ પગલાં
તાઃ૬/૧૨/૧૯૮૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કંકું પગલા પડતા માડી,થઇ જાતો ચમત્કાર
આંગણું મારું શોભી ઉઠતું,શણગારું દીન રાત
…….કંકું પગલાં
ચુંદડી ઓઢી લાલ મઝાની,ગુલાલનો છંટકાવ
નાકે નથણી ઝાંઝર પગમાં,શોભે અપરંપાર
…….કંકું પગલાં
સાચીતારી સેવામાડી,સવાર બની સાથે આવી
દીધોસહારો ઝાલીહાથ મા ઉગારો ભવસાગરથી
…….કંકું પગલાં
નાકોઇ સહારો મારે માડી,ના કોઇ ઇશારો મારે
માનેસહારેજીવતો જીવન,તુજ શરણેછે જીવન
…….કંકું પગલાં
માયા લાગી મુજને તારી,સાચી શ્રધ્ધા તુજમાં
દયાકીધી છે મુજપામરપર,બચાવજોબાળકને
…….કંકું પગલાં
ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્