વ્હાલા ભગવાન.
તાઃ૨૯/૨/૧૯૭૬. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેવુ કષ્ટ સહન કરતા ભગવાન,
ભક્તોની વ્હારે વ્હાલા ભગવાન.
નરસૈયાની લાજ બચાવી,કુંવરબાઇના કાજ કઢાવી;
શ્રવણની સેવા બીરદાવી,પ્રહલાદ ને નૃસિંહ બની,
દીન દુઃખીઓના હે તારેશ્વર..(૨)
જગત પુકારે ઇશ્વર ઇશ્વર….(૨)
રાધેશ્યામ…(૩),સીતારામ.(૨)
ભક્તધ્રુવને અચળ બનાવી,જગમાંતેની ભક્તિવહાવી;
સુરદાસને દાસ બનાવી, પ્રદીપની માળા બિરદાવી,
ભક્તજલાની ભક્તિ સ્વીકારી..(૨)
સાંઇબાબાની સેવા શરણે લઇ..(૨)
જલારામ….(૩),સાંઇરામ..(૨)
*********
…..જય જય જલારામ,જય જય સાંઇરામ…..