સંબંધ અમારો……એવો
સંબંધ અમારો……એવો
જગને જાણવા જેવો.
પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંબંધ અમારો એવો
ડાળને પાંદડાં જેવો.
કાંટાને ગુલાબ જેવો
સુખડ ને સુગંધ જેવો
જ્યોતને દીવા જેવો.
સંબંધ અમારો એવો
માબાપને બાળક જેવો
હાથને આંગળા જેવો
આંખને દ્રષ્ટિ જેવો
પંખીને પાંખ જેવો.
સંબંધ અમારો એવો
જીવને શીવ જેવો
દેહને જીવ જેવો
સંગીતને સરગમ જેવો
કલમને કાગળ જેવો.
સંબંધ અમારો એવો
શ્રધ્ધાને ભક્તિ જેવો
ભક્તિને કૃપા જેવો
મકાનને પાયા જેવો
આકાશને પાતાળ જેવો.
સંબંધ અમારો એવો
રાધાને કૃષ્ણ જેવો
જલાને રામ જેવો
સાંઇને શ્યામ જેવો
જીવને શીવ જેવો.
અને અંતે
સંબંધ અમારો એવો, ગુજરાતને ગુજરાતી જેવો.
——————-xxxxxxxxxxxx——————–