નિરાંત
૭/૧/૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉઠો જલ્દી,જાવ જલ્દી,આવ્યો અવાજ એક
ટીફીન લેજો,ચા હોયતો પીજો નહીંતો પડશો લેટ
પેન્ટ પહેર્યું,શર્ટ પહેર્યું,ઉતાવળમાં બટન તોડ્યું એક
સમય સાથે નહીં ચાલુતો ચુકીશ બસજે પહોંચે છેક
મોજા લીધા,ખીસ્સામાં મુક્યા,બુટ પહેરી લીધા
ચા ના પીધી,ટીફીન મેં લીધુ,દોડ્યો સમય ને જોઇ
માંડમાંડ પહોંચ્યો નોકરીએ,કામ શરુ ને પેન ચાલુ થઇ
બપોર થયા ને રીસેશ પડી,હાશ અનુભવાઇ ગઇ
સમયને પકડી કામથી જકડી,મનથી મહેનત કીધી
આજકાલ ને હાથમાં રાખી કદમ મીલાવ્યા મેં
સંતાનની સીડી સાથે રહેતાં થોડી શાંન્તિ થઈ
ભણતરના ચણતરની સાથે દીકરાની પ્રગતીજોઇ
દી વાળતો દીકરો ને દીકરી સંગે ચાલતી થઇ
પત્નીની પોકાર ઘટી ને કહે આરામ કરજો અહીં
કૃપાજલાબાપાની ને સેવાસાંઇબાબાનીસાર્થક થઇ
નિરાંત મનને થઇ અને જીંદગીમાં રાહત થઇ.
****************************
Filed under: પ્રાસંગિક કાવ્યો