ધરતીકંપ

                                ધરતીકંપ
                                                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાહાકાર મચી ગયો જ્યાં જનજીવન સુખદાયી હતું
       નિરાકાર બન્યુ એ સ્થાન કે જ્યાં જનજીવન સાકાર હતું
ધરણીધરના કોપનો આતો નાનો એકઅણસાર હતો
      શીવજીના તાંડવનો અવનીપર આ પલકનો પોકાર હતો

માનવજીવન વ્યસ્તબને ત્યાં પળમાંપામર બનીગયો
      માબાપ કોને કહેવા હવેજ્યાં નિરાધાર માનવબની ગયો
ભાઇભાંડુનો સાથ હતો જે સ્વપ્નવત અહીં બની ગયો
      મારું મારું કરતો માનવ આજેઆધાર વિનાનો રહી ગયો

જગનો તાત રાજા પળમાં રંક ઠોકર ખાતો થઇ ગયો
      પ્રદીપ બનીશ જો જીવનમાં આત્મા તારો સુખદાયી થશે
અળગા કોઇને કરીશ જીવનમાં આત્મા તારો કોપશે
      સૃષ્ટિના અણસારને ક્ષણિક સ્મરણથીપામી જીવી જાણજે

નિરખીજગતને નિરાકાર તુ કલ્યાણજગમાં થશેઘણા
       મનમાં રાખી પ્રેમને  જગમાં માનવ જીવન  જીવી જજે
આશરો જેને એકનો જગમાં વલખાં તેને વળગે નહીં
        મનમાં  જેને ટેક એકની લેખ  વિધીના થાશે  ભેખ

મારુ મારુ કરતો માનવ ધરતીકંપમાં  ખપી  જશે
       રહી જશે  આલોક ના કરેલ માનવ સેવા જેવા કામ
કરેલ તારા કામને માટીનો માનવ ના કળી શકે
       સળગી જશે આમાનવદેહ સ્મશાનવત શાંન્તિ રહી જશે

——————————————— 

Leave a Reply

You must be logged in to post a comment.