મુક્તિ પ્રદીપને
૨૯/૫/૨૦૦૬                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પડ્યો પ્રદીપનો પામર દેહ ધરતી પર,
                                 સગાં સંબંધી સૌ આવ્યા દોડી
સગાંકહે મૃત્યું પામ્યા,મિત્રો કહે મરીગયો,
                                પ્રેમસંબંધી કહે અવસાન થયુ
ને સંતોના ઉદગાર નીકળે ભક્તને મુક્તિ ગઇ મળી
           આણંદ શહેરમાં દેહને છોડીપરલોક પ્રયાણ થયું શરુ
                                                                  …..પડ્યો પ્રદીપનો પામર

મક્કમ જીવને માયા જલાબાપાની
                               સ્વર્ગ તરફ પ્રયાણ નિશ્ચિત હતું
આવ્યા બાપા સંગે વિરબાઇ માડી   
                               દીકરાના જીવને દોરી રહ્યા
અજરઅમર આજીવનીપદવી બાપાનાશરણેથઇ શરુ
          ના એમાં  છે શંકા આ  જીવને કે ના એમાં છે  ભ્રમ
                                                               ……પડ્યો પ્રદીપનો પામર
વિષધર દોડ્યા માપાર્વતીને લઇને
                            ગણેશજીને સાથે આવતા દીઠા
અજર અમર આ ભક્તના જીવને
                           મુક્તિદેવા સૌ સાથે દોડીઆવ્યા
ભત્રીજાની માયા હનુમાનકાકાને સંગે છે ઘંટાકર્ણ મહારાજ
આવ્યા પાવાગઢથી કાળકા માતા આવ્યા અંબામાતા સંગે
                                                                   ……પડ્યો પ્રદીપનો પામર
ભક્તિ સાચાસ્નેહની દીઠીહતી જ્યાં
                           દેવો નિરખેઆગમન આજીવના
સ્વર્ગતણી સેવાને પામવા આ જીવે
                           પત્નિ,સંતાનસહિત ભક્તિકીધી
ના સ્વાર્થ હતો ના હતો કોઇ સહારો ના માયા ના મોહ
પરમેશ્વરની પામવાકૃપા સંસારમાં નીર્લોભી ભક્તિ દીધી
                                                                ……પડ્યો પ્રદીપનો પામર
શકુબેન કહે મારો નાનોભાઇ,રક્ષા કહે મારાભાગના ભાઇ
છાયા,સુકેશા આવ્યા દોડી,કહે પ્રદીપભાઇ છે મોટાભાઇ
હર્ષદભાઇની આંખમાંઆંસુ,નેઅરુણાભાભીનાબોલી શક્યા
સુધીર આશાને આવતા જોયા,રાહુલ મીતા આવ્યા દોડી
ભાઇબહેનોના હેતખુબ ઉભર્યા,દીકરો ગયો બાપાને શરણે
                                                               ……પડ્યો પ્રદીપનો પામર
પાળજથી વિનોદ કામિની દોડ્યા,વલાસણથી કપિલાબેન
આંખો ભીની જગઝાંખુ દીસે,મેલડીમાને લઇ આવ્યા દોડી
કપિબેન કહે હતો મામાનો દીકરો,પણ હતો તેમારો ભાઇ
લાગણી  હૈયે  રમાને માટે,રવિ,દીપલ પણ ખુબ વ્હાલા
સદગુણબેનનેમંજુબેન ,જયંતીભાઇને પ્રવીણકુમારઆવ્યા
                                                          ……પડ્યો પ્રદીપનો પામર
જગની મિથ્યા માયા ના વળગી કાયાને
                          ભક્તિનો સંગાથ પ્રેમથી લીધો
સાથ રમાએ દીધો પ્રદીપને જીવન સંગે
                       જલાબાપાનુ ઉજ્વળ શરણુ લીધુ
પડ્યો પામરદેહ પૃથ્વી પર જીવ આવતા જુએ  છે સંતો
હરિઃઑમ કરતા પુજ્ય મોટા પધારે સાથે આવે સોમાકાકા
                                                       ……પડ્યો પ્રદીપનો પામર
વડતાલથી આવ્યા પુ.મોતીબા મહારાજ
                       ને સંગે પુર્ણ પુરુષોત્તમ ઘનશ્યામ
શેરડીથી સાંઇબાબા આવ્યા પ્રેમથી
                           સંગે ભક્તો પધારે અપરંપાર
પ્રેમ અનોખો જગમાં મળતો સ્નેહ ભરેલા હૈયે ઉભરાય
મુક્તિ જીવને જરુર મળશે મળ્યા વડીલોના આશીર્વાદ
                                                         ……પડ્યો પ્રદીપનો પામર
*************************************************************************
  ઉપરોક્ત લખાણને હુ.’પ્રદીપનું મૃત્યુ,અવસાન,મરણ કે દેહવિલય આપી શક્યો હોત પણ
આ દેહને જે નામ મળ્યુ છે તે સાર્થક કરવા જીવનની દરેક પળમાં પરમકૃપાળું પરમાત્માની
સેવામાં રહી મન,કર્મ,વચન અને વાણીથી જગતના મહાન સંસારી સંત પુજ્ય જલારામબાપા
ની સેવા સ્વીકારી તેમની કૃપા મેળવી આ જીવને મુક્તિ જ મળશે તેવો દ્રઢ નિર્ણય થયેલ છે.
અને તેથી આ લખાણને મુક્તિ શબ્દના શીર્ષકથી લખેલ છે.            પ્રદીપ બ્રહ્મભટ્ટ