ભલે પધાર્યા

                 ભલે પધાર્યા
તાઃ૩/૪/૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ્

મનગમતી માયા મળે, ને અંતરે ઉભરે હેત
જોતાં જીભલડી ના ઉપડે, મનડુ હરખે એમ

બારણું  ખોલતા વરસી રહે, ફુલછાબના ફુલ
આગમન સ્વીકારતા અહીં, હૈયા થાયછે ડુલ

સન્માન પામેલા અતિથીઓ ખુશહાલ દેખાય
લેખ, કવિતાના સર્જકો, આજે આનંદે હરખાય

દીર્ઘાયુભાઇ બારણે રહી આવકારો દેતા જાય
સ્મીતાબેનતો સ્મીત સાથે પાણી પાતા જાય

ફતેહઅલી દીઠા હરખાતા,પેન કાગળનીસાથે
દીપકભાઇને આવતાદીઠા,વિજયભાઇની હારે

કોણઆવ્યુ નેકોણના આવ્યુ,સમજ મને નાઆવે
પ્રદીપ મારું નામ છે,પણ તોય ના દીપું આજે

પ્રેમેપધાર્યા મિટીંગમાંઆજે,ફરી પધારજો પ્રેમે
હેત ભરેલા હૈયે ફરી કહીશું, ભલે પધાર્યા આજે

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ

 ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનના સર્જકોની મિટીંગમાં મને જવાની તક શ્રી વિજયભાઇની
સલાહથી મળી અને તેમાં તાઃ૬/૪/૦૮ ના રોજ હાજર રહેવાના આનંદમાં આ રચના કરી છે
જે મારી સમજ પ્રમાણે છે. છતાં કોઇ ક્ષતી હોય તો મનુષ્ય હોઇ માફીને પાત્ર છુ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
     હ્યુસ્ટન.

One Response

  1. શ્રી પ્રદીપભાઈ,
    આપને, હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સૌ સર્જક-ભાવક સભ્યોને અને આપના બ્લોગના સર્વે મહેમાનોને http://www.mavjibhai.com પર પધારવા અને classical Gujarati કવિતાઓ માણવા માવજીભાઈનું આગ્રહભર્યું નિમંત્રણ છે. તમને સૌને આ સાઈટ જરૂર ગમશે.

    -માવજીભાઈના સૌ કાવ્ય રસિકોને પ્રણામ.

Leave a Reply

You must be logged in to post a comment.