દર્પણ Friday, Apr 4 2008
Uncategorized 7:53 pm
દર્પણ
પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન
મુખડું મારું જોઇ દર્પણમાં,મનડું મનોમન મલકાતું
કેવું મુખડું તેં બનાવ્યુ,વાનરમાંથી માનવનું
……મુખડું મારું
મુખડા પરનો દાગ જોઇને, ઝટપટ ધોવા જાતો
મનનો મેલ કદીના ધોતો,શોધુ એક કિનારો
……મુખડું મારું
દર્પણ એ તો દેતો ચહેરો,જેવો દીધો જગ તાતે
ઓઘરાળા મોંપર તારે જોવોચાંદની જેવોચહેરો
……મુખડું મારું
પરદીપબનીશ તોપ્રકાશમાં તુંપામીશ ચહેરો સુરજનો
દર્પણ એતો છાપ તમારી,જે દીધી તેવી દેખાશે
……મુખડું મારુ
માત્ર એકલા દાગને ધોવા,પાણી નથી તુ પામવાનો
સકળ જગતનો નિયમ એક,જેવોતુતેવુ જગ તને છેભાસે
….. મુખડું મારું
==============================================