દિવાળી

શુભ                         દિવાળી                     લાભ
    એક અનોખો તહેવાર              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ફટફટ કરતા ફટાકડા ભઇ,ફુટી રહ્યા  છે ચારેકોર
ચમમ કરતી ફરતી ચકરડી,કોઠી વેરે તારલીયા ચારેકોર

ફટાકડાની જોડ મળીને કરે ધમાધમ છે  આજે
સુરસુરીયુ થઇ સરકી જાતું  હવાઇ ગયેલુ લાગે
તારામંડળ ચમકે  જાણે ચમકી રહ્યા છે  આભે
ચાંદા જેવી ચાંદની દેતી વીજળી તારની વાટે
                                             ……….ફટફટ કરતાં

ઝુમુમુ કરતી  હવાઇ  ઉડીને વાદળમાં  છુપાતી
મનમળેલાહૈયે આજે હ્યુસ્ટનમાં માણે સૌ દિવાળી
લક્ષ્મીપુંજન કરતા સૌ જન પામવા માની કૃપા
હનુમાનજીની પુંજા કરીને પિત્રુજનના માગે કલ્યાણ
                                               ……..ફટફટ કરતાં

અનંત એવા આભમાં  જાણે તારા વહેવા લાગે
ટેટા ટેટી બોમ્બ ફુટીને  જગે આપે અનેક ધડાકા
તારામંડળ હાથમાં લઇનેબાળકો સૌ રહયાનાચી
આનંદ સૌને  હૈયે દીસે  પ્રદીપ રહ્યો  છે માણી
                                              ……..ફટફટ કરતાં

દીવાળી પછી દેવદીવાળી,વરસે વરસે આવે
ઉંમર ના ધટવાની આપણી વરસવરસેવધતી
તોય રહે આ જીવનની માયા દાડે દાડે વધતી
છુટીજશે આ ધરતી ક્યારે કોઇ નથી કહી શકતું
                                              ……..ફટફટ કરતાં

*********************************************

 

Leave a Reply

You must be logged in to post a comment.