જયશ્રી રામ                                            જયજલારામબાપા           

                              સ્વ.હિરાબાની યાદ

 ૧૫/૪/૨૦૦૮                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

 ગુરુવાર                                                           હ્યુસ્ટન

                                                   

જન્મ ધર્યો તમે વિરપુરમાં,ને પાવન  કર્યો આ જન્મ

જલાબાપાના વ્હાલા દિકરી,નેઅર્ધાગીની હર્ષદભાઇના

                  શ્રધ્ધાભક્તિ પ્રેમ મળે ત્યાં,ને ઉભરે સદાય હ્રદયે હેત

                  લાગણીમળતા મળીઅમને,ને મળ્યો  છે સાચો  સ્નેહ

ગુરુવાર જલાબાપાનેવ્હાલો,ને દીકરીએ  મુક્યો સંસાર

સાલ૨૦૦૮નીદસમી એપ્રીલ,ને મુક્તિ મળી આ દેહને

                  પવિત્ર પાવન જીવન જીવી,નેરાખેપ્રદીપ,રમા પરહેત

                  ક્યાંથીક્યાંઅમને લાવી દીધા,ને મળ્યા હ્યુસ્ટનમાંછેક

મુક્તિ મળી છે આદેહ થકી,ને છોડી ગયા નાશ્વંત દેહ

સ્નેહ સુગંધ પ્રસરાવીગયા,ને ઉભર્યા હૈયા સ્નેહેઅનેક

                   અગ્નીદાહ મળશે આજે,ને આનશ્વરદેહ પંચભુતેમળશે

                  વિલિન થશે જ્યારે આ દેહ, ને ભક્તિનો સથવારો છેક

લાગણી સંતાનોની મળશે,ને આનંદકિલ્લોલછે મુક્યા

સંતાનોના સંતાનને દીઠા,ને સફલ  બનાવ્યો  જન્મ

                   હૈયાઅમારા ભરાયા આજે ,આ દેહ અમને નહીં દીસે

                   આત્મા અજર અમરછે તેનો,મળે જલાબાપાનો સ્નેહ

                                                          ——————

              વીરપુર ગામના દિકરી પુ.હીરાબાએ તાઃ૧૦મી એપ્રિલ, ૨૦૦૮ને  

ગુરુવારના પવિત્ર દિવસે હ્યુસ્ટનમાં પુજ્ય શ્રી જલારામ બાપા ની સેવા

કરવા આ નશ્વર દેહે તેમના પતિ શ્રી હર્ષદભાઇતથા તેમના પુત્રના હસતા

ખેલતા સંસારનો ત્યાગ  કરી સ્વર્ગ તરફ પ્રયાણ કય્રું. તે પ્રસંગને યાદગીરી

રુપ ગણવા અમારા તરફથી ભેંટ.

 

પ્રદીપ તથા રમા બ્રહ્મભટ્ટ ના જય જલારામ સહિત પવિત્ર દેહને વંદન.