ભક્તિનો પોકાર Thursday, May 1 2008
ભક્તિ કાવ્યો 10:02 am
ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્ત તણા ભક્તિના પોકાર, સ્નેહે સુણજો વારંવાર
દેજો પ્રેમ તણો સથવાર, રાખી હૈયે અમારે હામ
ઓ ત્રિપુરારી, ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી
તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ વાગે
મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓ સીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ
જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો
મા માયા તારી ભોલે સંગે, ઑમ નમઃશિવાય જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.
====================================
