હાથની કરામત

તાઃ૧૪/૪/૨૦૦૭                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

એક હાથને સાથ મળે બીજા હાથનો

                                તો જગતમાં કામ સફળ સર્જાય

મળે જીવનમાં હાથ થી હાથ વધારે

                                રળિયામણા ઝાઝા હાથ કહેવાય.

 

એક એકની લાગણી જગમાં, કામ કંઇક કરી જાય

મળે એક થી જ્યારે અનેક, વણ કલ્પ્યુ બની જાય

                                       એવી સૃષ્ટિ જગમાં સર્જાય.

એક એકને છોડી જગમાં,જ્યાં બેનો થાય સથવાર

આવે વ્યાધી મળેઉપાધી,સંકટ જીવનમાંમળીજાય

                                        એવી જીંદગી છે બદલાય.

બે બે કરતાં જ્યાં મળે ત્રીજો,ત્યાં ત્રણ ત્રેખડ થાય

ના કામ ઉકલે,નામલે રસ્તો, મુઝવણ વધતીજાય

                                          વ્યાકુળ મનડું થતું જાય..

બેત્રણ કરતાંમળેજ્યાં ચોથો,ચંડાળ ચોકડી થાય

એક અકળાય, બીજો બબડે, ત્યાંત્રીજો ત્રેવડ શોધે

                                            ત્યાં ચોથો છટકી જાય.

પાંચની વાત જ્યાં આવે ,પંચ પરમેશ્વર કહેવાય

કોઇ નિર્ણયખોટો નાઆવે,કારણ પાંચેઆપે ન્યાય

                                          સાચો નિર્ણય છે લેવાય.

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~