જીવની ઝંઝટ Thursday, May 8 2008
ભક્તિ કાવ્યો 2:32 pm
જીવની ઝંઝટ
૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવો દોડો, ઝંઝટ છોડો, જીવનની અપાર
વળગી માયા,વળગ્યો મોહ,છોડેનહીં પળવાર
અપરંપાર છે માયા એવી,નહીં જેનો કોઇ પાર
મિથ્યા વળગે,જન જીવનમાં,જેની લાલચ છે અપાર
જીવને લાલચ છે અપાર
પ્રેમ જગતમાં,માગે ના મળતો,સ્નેહ દીસે જગમાંય
કાચી કાયા લોભાઇ જાશે તો નહીં જીવનમાં ઉજાસ
એક પ્રેમની આશ જગતમાં, જીવને લાગે જેની ખોટ
ભક્તિ પ્રેમની,સીડી મળે તો,ઉજ્વળ જગજીવન છેક
પ્રદીપ દેતો એક અણસાર,સાચો પ્રેમ પ્રભુથી કરજો
માનવ માત્ર એક જ જન્મે, ઝંઝટ છોડશે આ અપાર
જેની લાલચ અપરંપાર.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
May 9, 2008 at 8:02 am
એક પ્રેમની આશ જગતમાં, જીવને લાગે જેની ખોટ
ભક્તિ પ્રેમની,સીડી મળે તો,ઉજ્વળ જગજીવન છેક
સરસ