પ્રેમની કેડી Saturday, May 17 2008
ભક્તિ કાવ્યો 10:23 pm
પ્રેમની કેડી
૧૬/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાનને વાંસળી,જલાને લાકડી
ત્રિશુલે શોભે ભોલેનાથ
પ્રેમથી પોકારતી,ભક્તને શોભાવતી
ત્રણે લોકમાં ભક્તિ અપાર
ઓ જગત આધારી,ઓ સંકટહારી
તારી પ્રેમની કેડી અજાણ
રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
તેં દીધો ભક્તિનો રણકાર
રામશ્યામની ભક્તિ કીધી
જગ સંસારે લપટાઇ સીધી
મુક્તિ તણા દર્શાવ્યા દ્વાર
જલા તારી ભક્તિછે પુંજાય
સકળ જગતની સૃષ્ટિ હરતા
ઓ ભોલેનાથ પ્રેમના ભંડાર
પ્રેમ ભક્તિનો દીઠો જ્યાં છે
મુક્તિ જીવને મળી ત્યાં છે
ઓ વિષધારી,ઓ ડમરુધારી
ઓ કૃષ્ણમુરારી,ઓમુરલીધારી
ઓ જગતવિહારી,હો અંતરયામી
દો મુક્તિ જીવને બની દયાળુ
—————————————–
May 18, 2008 at 12:22 pm
સુંદર
રાધાના સંગમાં પ્રેમના બંધનમાં
રાસ રમાડી માયા જગાડી
દીધો જગમાં ભક્તિનો અણસાર
તેં દીધો ભક્તિનો રણકાર
રામશ્યામની ભક્તિ કીધી
જગ સંસારે લપટાઇ સીધી
યાદ આવ્યુ
સીતારામ ! રાધેશ્યામ !
મારી બેડલી પાર ઉતારો રામ !
સીતારામ …
નૈયા મારી જ ર્જ ર ઝરતી ,
વા વંટોળે રહી વિઝાતી ,
ભર મઝધાર ચઢી વંકાતી ;
તું વિણ કોણ સંભાળે ? રામ !
સીતારામ ! રાધેશ્યામ !
મનડું મારું સાવ નઠોરું ,
પાગલ , ચંચલ , નિત નર્તન્તુ ,
હાથ ન મારા ઘડી ય રહેતું ;
શી પેરે સમ જાવું ? રામ !
સીતારામ ! રાધેશ્યામ !
પલભર શાણું , તો ય ન સખણું ;
ગરજી ગાજી ધાર્યું જ કરતું ;
હારી થાકી શરણે આવ્યો ;
અવ તો નાથ ઉગારો ! રામ !
સીતારામ ! રાધશ્યામ !