ઉગતી ઉષાએ

ટમટમતા આ તારલીયા તો ત્યજી ગયા આકાશને
માનવ મનને,  સર્જન કાજે,  પ્રેરે નવા પ્રભાતને
                                                ….ટમટમતા આ
ઉગતા સુરજની સાક્ષીએ…(૨)  મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની…(૨)   ને કલરવ કરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરે માનવને સોનેરી કિરણો સુરજના છેક.
                                                       ….ટમટમતા આ
વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજે આવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨)ને કોયલ કુહુ કુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમા  અમૃતધારા
                                                     …..ટમટમતા આ
લીલા તારી કળી શકુના.(૨)મનથી તારુ રટણ કરુ હુ
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુનમન કરુ હુ
અંતે આવજો લેવા કાજે , દેહ પડે જ્યા ધરતી કાજે
                                                      ….ટમટમતા આ
              xxxxxxxxxxxxxxxxxx