ભજન,ભક્તિનો એક રંગ

                            ભજન
                     ભક્તિનો એક રંગ

તાઃ૧૦/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન છે ભક્તિનો એક રંગ,જે લાવે જીવનમાં ઉમંગ
મળતો જેને હૈયે તેનો સંગ, ના જોઇએ બીજો કોઇ છંદ
                                          …….ભજન છે ભક્તિનો
લગની લાગી મનથી જ્યાં,મનને મળતી શાન્તિ ત્યાં
આવ્યા અવની પર લઇ જન્મ, વળગે કરેલા જે કર્મ
મનને શાન્તિ મળતી જાય, ભક્તિ પ્રેમે વહેતી થાય
                                          …….ભજન છે ભક્તિનો
શ્યામ રામ કે રામ શ્યામ, જલારામ કે સાંઇ રામ
મળે પ્રેમ ને વદે સ્નેહ, ના જીવનમાં કોઇ રહે ભેદ
અંતરમાં ઉભરે આનંદ ને જીવન ઉજ્વળ થતું જાય
                                            ……ભજન છે ભક્તિનો
સંત સમાગમ મળ્યા કરે,જગની વ્યાધી ટળ્યા કરે
ના મોહ માયા મમતા રહે,નેજગનો મોહ છુટી જશે
સાચો સંબંધ પરલોકથી, ના આ મિથ્યા જીવન રહે
                                          …….ભજન છે ભક્તિનો

“““““““““““““““““““““““`

Leave a Reply

You must be logged in to post a comment.