Posted on July 31, 2008 by Pradip Brahmbhatt
ભક્તિભાવ
તાઃ૩૧/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવે ભક્તિ કરુ હું, હૈયે રાખી હામ
સ્નેહ પ્રેમથી રટણ કરુ છું, જીવે ભક્તિ થાય
મળે ભક્તિ તણો એક ભાવ
મનની આશા ઉજ્વળ જીવન, મહેંકે ભક્તિ રંગે
અનંત પામવા કૃપાપ્રભુની,પળપળ સંગે રહેતી
ત્યારે થાતો ભક્તિ તણો એક ભાવ
પુષ્પતણી આ મૃદુ વાણી, સ્મરણ પ્રભુનું કરતી
નાઆશા કે અભિલાષાકંઇ,મુઝવણ નાકંઇ રહેતી
જ્યારે મળે ભક્તિ તણો એક [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 29, 2008 by Pradip Brahmbhatt
મને ગમ્યુ નહીં
તાઃ૨૯/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમે સાચું ના બોલ્યા મને ગમ્યુ નહીં
તમે મારે ઘેર ના આવ્યા મને ગમ્યુ નહીં
તમે ભણ્યા નહીં મને ગમ્યુ નહીં
તમે પરમાત્માને ભુલ્યા મને ગમ્યુ નહીં
તમે જમ્યા નહીં મને ગમ્યુ નહીં
તમે અમેરીકા ગયા મને ગમ્યુ નહીં
તમે સંસ્કાર ભુલ્યા મને ગમ્યુ નહીં
તમે વડીલને ત્યજ્યા મને ગમ્યુ નહીં
તમે જુઠ્ઠુ બોલ્યા મને ગમ્યુ નહીં
તમે લાગણી દુભાવી મને ગમ્યું નહીં
તમે [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 28, 2008 by Pradip Brahmbhatt
મુક્તિદાતા
તાઃ૨૮/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પધારો ભોલેનાથ ભગવાન તમારી જોવુ બારણે વાટ
આનંદ હૈયામાં આજે થાય કે જેની સીમાનો નહીં પાર
બોલો ઑમ નમઃ શિવાય
હાથમાં લીધા બીલીપત્ર ને બીજા હાથે ગુલાબના ફુલ
કંકુ સાથમાં રાખ્યુ હાથેઆજે લેવા મા ના ચરણનીધુળ
બોલો ઑમ નમઃ શિવાય
ડમરુ શોહે હાથમાં તમારે ને ગુજે અમારી ભક્તિની ધુન
આપજો હેતપ્રેમને સ્વીકારીસેવા કરજોમાફ અમારીભુલ
બોલો ઑમ નમઃ શિવાય
સૃષ્ટિ નો સથવારો મળ્યો [...]
Filed under: ભક્તિ કાવ્યો | 1 Comment »
Posted on July 22, 2008 by Pradip Brahmbhatt
હસે ને હસાવે
તાઃ૨૪/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હસો ને હસાવો દીનકરભાઇ, આ જગને મન મુકી હસાવો
મહેતા કાંઇપણ કહેતા તો,સૌ સાંભળી આનંદમાં તો રહેતા
એવા અમારા વ્હાલા દીનકરભાઇ મહેતા
અગડં બગડં ચાલતુ આ જગ, જ્યાં ખુશી ના દેખે કોઇ
ફાંફા જ્યાં ત્યાં મારે તો પણ, જીવને જરીયે શાંન્તિ નહીં
ત્યારે દીનકરભાઇ ખુશીને લાવ્યા અહીં
શબ્દ જગતના એ મહારથી, દોડી આવ્યા અહીં હ્યુસ્ટન
માણો આનંદ [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 21, 2008 by Pradip Brahmbhatt
સોમેશ્વર મહાદેવ
તા૨૧/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સોમવાર છે પ્રથમવાર ને પ્રભુનું ડમરુ ડમડમ થાય
નાગદેવતા દુધ સ્નાને ને શીરે બીલી પત્ર ઠલવાય
…………ભોલે મહાદેવ સદા હરખાય
જગતના પાલનહાર પુંજાય ને વિશ્વ આનંદે લહેરાય
ઑમ નમઃશિવાય, ઑમ નમઃશિવાય ચારે કોર થાય
…………ભોલે મહાદેવ સદા હરખાય
ભક્તિ જેના બારણે ડોલે, ને મંદીરનો થાય અણસાર
સુખને શાંન્તિનો વરસાદ વરસે, ને કૃપાશીવની થાય
…………ભોલે [...]
Filed under: આધ્યાત્મિક કાવ્યો | Leave a Comment »
Posted on July 15, 2008 by Pradip Brahmbhatt
અમારા હ્યુસ્ટનના શ્રી વિશાલભાઇ મોનપુરા જેણે કૉમ્પ્યુટર જગતને ગુજરાતી લખવા
માટે પ્રમુખપૅડ આપ્યુ જે દ્વારા જગતના ગુજરાતી લેખકો પોતાની કૃતિઓ મુકી આનંદઅનુભવે
છે તેઓના હાલ ભારતમાં લગ્ન થયા અને તેમના પત્નિ અ.સૌ.નૈનાબેન અહીં આવીગયા જે
આનંદનો પ્રસંગ હોઇ તેમને યાદગીરી તરીકે શુભેચ્છા કાવ્ય અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન) તાઃ૧૭/૭/૨૦૦૮ ગુરુવાર
. શુભેચ્છા
સાઇટ જોઇ,ગમી ગઇ,કોમ્પ્યુટરમાં સેવ અમે કીધી
વિશાલે નૈના જોઇ, ગમી [...]
Filed under: પ્રાસંગિક કાવ્યો | Leave a Comment »
Posted on July 12, 2008 by Pradip Brahmbhatt
જલો કે જલારામ
તાઃ૧૨/૭/૨૦૦૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ
તને જલો કહુ જલારામ કહુ તારી ભક્તિ અપરંપાર
તારી શ્રધ્ધા સાચી વિરબાઇએ જાણી
જે જગતમાં ના મનાય
તારી ભક્તિ એમ રેલાય કે આવ્યા જગત મુરારી
ના માગી લક્ષ્મી કે ભક્તિ માગીતારીનાર
જેની કલ્પના ના કરાય
તેં દાન તો દીધા પ્રભુને જે જગમાં કોઇએ ના દીધા
[...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 11, 2008 by Pradip Brahmbhatt
आझादी का अवसर
ताः११-७-२००८ .. .. प्रदीप ब्रह्मभट्ट
सच कहेता हु मै यारो तुम सुनलो मेरी बात
देशदुनीया में नामहै उंचा मेराभारत है महान
शान उसकी शांन्ति हैओर प्यारा उसका वादा
विरजवानो की अदभूत भुमीहै नाकोइ मीसाल
जगके सारे देशोमें शान पहेचान मेरे भारतकी
उन्न्त लोग सच्चा प्यार इन्सानीयत बेसुमार
देशको देने आझादी कीतनी जान हुइ कुरबान
करके जीवनका बलीदान शान बढाइ भारतकी
ना हिन्दु थे ना [...]
Filed under: દેશભક્તિ કાવ્ય | Leave a Comment »
Posted on July 11, 2008 by Pradip Brahmbhatt
ભક્તિનો અણસાર
તાઃ૧૧/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામ નામની પરવા જીવનમાં તું કદી નાકરજે,
જગમાં સાચી શ્રધ્ધા રાખી પ્રભુ સ્મરણમાં રહેજે
અલ્લા ઇશ્વર રામ રહીમ ને મનથી તું ભજી લેજે
માનવમનની જ્યોતજીવનમાં શ્રધ્ધાથી તુ ધરજે
સાધુ સંત બની ગયા જે ભક્તિ માર્ગ તને દેશે
સંસારમાં રહી પ્રભુ ભજીને જીવન સાર્થક કરજે
આંગણુ ઘરનું પાવન કરવા ભક્તિ કરજે રોજ
ના વ્યાધી [...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »
Posted on July 8, 2008 by Pradip Brahmbhatt
વ્યથા મનની
તાઃ૮/૭/૨૦૦૮ . પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવન આ જીવવાની,જ્યાં મનમાં ઇચ્છા થઇ
આધીવ્યાધી ફેકી ઉપાધી જ્યાં,ત્યાં મનને શાન્તી થઇ
મક્કમ મનમાં ધ્યેય કર્યો જ્યાં, જીવનમાં જ્યોત થઇ
અંતરમાં આનંદને હૈયેહેત મળતાં, સાર્થક જીંદગી રહી
માનવ જીવની માગવાની રીત, હવે મને પરખાઇ ગઇ
જે જગમાં જોતાં પામર દેહથી, મને દ્રુણા લાગતી ગઇ
પ્રેમ શાનો ને લાગણી ક્યાંની, આજે સાચી દેખાઇ ગઇ
મળતા દેહ [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 5, 2008 by Pradip Brahmbhatt
ઘટમાળ
તાઃ૫/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની આ ઘટમાળ,ના ઓળખી કે ઓળખાય
તારુ જગમાં જીવન જાય, ના જાણ્યુ કે જણાય
તારા અંતરમાં આનંદ થાય, ના કહુ કે કહેવાય
…….. સંસારની આ ઘટમાળ
મિથ્યા મળતી જગની માયા,ના છુટે કે છુટાય
તારા હૈયા ઉભરાઇ જાય,ના ખમે ના સહેવાય
તને વળગી છે જે માયા,તેમાં લબડે વારંવાર
………સંસારની આ ઘટમાળ
તારા પ્રેમભરેલા શબ્દ,જે હૈયાથી કહેવાઇ જાય
છે ઉભરાતા ઉમંગ ,જે [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 3, 2008 by Pradip Brahmbhatt
સવારનો નાસ્તો
તાઃ૩/૭/૨૦૦૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મઝા પડી અહીં ભઇ મઝા પડી
સવારના નાસ્તામાં મઝા પડી
મઝા પડી ગઇ અહીં ભઇ મઝા પડી ગઇ.
વઘારેલા મમરા ને સાથે નાયલોન પૌઆ,
. ભરી વાડકે લીધા જે ભાવે સૌથી પહેલા.
ચેવડો જોડે લીધોને થોડી રતલામી સેવ,
ચમચો હાથમાં રાખ્યો ખાવા નાસ્તો લીધો.
ભાવનગરી ગાંઠીયા ને જોડે ફણસી પુરી,
ખાતો નાસ્તો એવો ના ઇચ્છા [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 2, 2008 by Pradip Brahmbhatt
નજર પ્રભુની
તાઃ૧/૭/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક નજર જો પડે પ્રભુની, મુક્તિ જ જીવની થાય
સ્નેહ, પ્રેમની અભિલાષામાં,જન્મ સફળ થઇ જાય
………જીવ ભક્તિએ હરખાય.
કુદરતનો અણસાર મળે,ને થાય ભક્તિનો સંગાથ
પામર દેહનહીં રહે આ,ઉજ્વળ સેવાથી થઇ જાય
………જીવ ભક્તિએ હરખાય.
કામક્રોધનીલાલસા ઘટતી,ને ભાવનાવધતીજાય
મનમંદીરના બારણે આવે, પૃથ્વી તણા ભરથાર
………જીવ ભક્તિએ હરખાય.
લાગણી મિથ્યા લોભે મળતી,ના મળે અણસાર
જલાસાંઇની ભક્તિ નીર્મળ, જગને મળતી જાય
[...]
Filed under: ભક્તિ કાવ્યો | Leave a Comment »