ભાવના

                             ભાવના

તાઃ૧૨/૯/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી જીવને વળગીચાલે ના તેમાં કોઇ મેખ
સાચી ભાવના પ્રેમમાં મળતી  ના છે તેમાં દ્વેષ

સાચુ સગપણ માબાપનું જ્યાં સંતાનસ્નેહ મળે
માતાપિતાની મળે કૃપા ત્યાં નાજીવને કોઇભુખ

અંતરમાંજ્યાંઉભરાય હેત ત્યાંમહેંકમનડાને મળે
અનંતનાઓવારે આવતા ઉજ્વળ જીવનછે દીસે

ભાઇબહેનના પ્રેમમાં અંતરના ઉભરાય સદા હેત
વ્હાલુ જગનુ આ બંધન જ્યાં સદા વહે છે પ્રેમ

ના સ્વાર્થનો અણસાર કે ના કદી દીસે કોઇ મોહ
ભાવના સાચી સ્નેહની જ્યાં ના બીજો કોઇ સાર

જીવની જ્યોત સદા મહેંકતી ને વહે હૈયાથી હેત
મહેંક પ્રસરે જગમાં જ્યાં માબાપનો મળે પ્રેમ

મહેંક પ્રસરતીજીવે જ્યાંદીપે ભાઇબહેનનો સ્નેહ
મળશે માનવતા ને પ્રેમ જ્યાં ભાવનાછે સાચી

————————————————————–

One Response

  1. ભાઇબહેનના પ્રેમમાં અંતરના ઉભરાય સદા હેત
    વ્હાલુ જગનુ આ બંધન જ્યાં સદા વહે છે પ્રેમ
    સુંદર ભાવના
    બીજી બાજુ ભાવનાથી કર્તવ્ય ઉંચું છે!

Leave a Reply

You must be logged in to post a comment.