વાવાઝોડુ

                        વાવાઝોડુ

તાઃ૧૨/૯/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાહ વાહ કરતા હોય ત્યાં પડે પવનદેવની ઝાપટ
ના ચાલે કોઇનું  જગતમાં હોય અમેરીકા કે ભારત

ઉંઘના આવે ના ચૈન પડે કે ના કરે અહીં કોઇ કામ
ધરમાં ભરાઇ રહેવું યાનાસી જવું નેલેવું પ્રભુનુંનામ
અલખનો  આ એક સપાટો કરી દે જનજીવન હરામ
ના કોઇ ચિંતા જગમાં તેને સ્મરણ કરે જે જલારામ
                                         ………..વાહ વાહ કરતાં

ટીવી ચાલે ચોવીસ કલાક,ને વેધર લોકો જોયા કરે
ગેસ ભરો ને રાશન ભરો,નહીં તો ભુખ્યા રહો આજ
ના મંદીર,મસ્જીદ,ચર્ચ જતાં જ્યાં સાભળે સમાચાર
આવે વાવાઝોડું જ્યાં માનવમન જ્યાં ત્યાં ભટકાય
                                                …….વાહ વાહ કરતાં

 ++++++++++++++++++++++++++++++++++++++++

One Response

  1. ઉંઘના આવે ના ચૈન પડે કે ના કરે અહીં કોઇ કામ
    ધરમાં ભરાઇ રહેવું યાનાસી જવું નેલેવું પ્રભુનુંનામ
    અલખનો આ એક સપાટો કરી દે જનજીવન હરામ
    ના કોઇ ચિંતા જગમાં તેને સ્મરણ કરે જે જલારામ
    વાહ
    સાંપ્રત સમયમાં ટી.વી પર જોઈ અનુભવાયલું વર્ણન

    કેમ છો?

Leave a Reply

You must be logged in to post a comment.