મા ભોમને કાજે

                            મા ભોમને કાજે

તાઃ૨૬/૧/ ૧૯૭૪ (૨૬મી જાન્યુઆરી,૧૯૭૪)પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરજે તારા કામ તું મા ભોમને કાજે
               બનજે તુ તલવાર આ વ્હેણની સાથે
                                            …….કરજે તારા કામ તું

શીતળ બનીને આ જન્મ બરબાદ ના કરતું
            કોના કોના કામ કીધા તેં પુણ્ય તું ભરી લેજે
નારા તારા થાય તોય મદદગાર તું બનજે
            અમર થાશે કામ તારા નામની ચિંતા છોડજે
                                           ……..કરજે તારા કામ તું

ગાંધી, નહેરુ, લાલ બહાદુર વીર પુત્ર સમાન
           બલિદાનની અમર વેદીપર બની તું નિરાકાર
કરજે માનવની તુ ઇજ્જત ફરજથી બળવાન
            સૈન્યો એકે એક છીએ,દુશ્મન ને દઇ પડકાર
                                         ………કરજે તારા કામ તું

 હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ જાત હિન્દુસ્તાન
           મારુ તારુ કરજે કાલે આજે થઇ જા તુ તૈયાર
ગગન ભેદી રણશીંગુ વાગી કરે તને પોકાર
           ઉઠોજાગો છોડોનીંદ્રા થયો દેશપર કારમોવાર
                                          ……..કરજે તારા કામ તું

—————————————————————————–

Leave a Reply

You must be logged in to post a comment.