બજરંગબલી હનુમાન

                     

                        બજરંગબલી હનુમાન     

તાઃ૨૬/૧૦/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ બજરંગબલી હનુમાન, તમારા ગુણલાં અપરંપાર
તમો છો ભક્તોના આધાર, તમારી ભક્તિ છે નિરાકાર
                                       ……….. ઓ બજરંગબલી હનુમાન

ગદાધરી છે હાથે જે કરે પાપનો નાશ વ્હાલા ભક્તો કાજ
સિંદુર ધરી લીધો દેહે, જે પ્રભુ રામને રાજી  કરવા માટે
કર્યો દુષ્ટોનો સંહાર, જગતમાં પ્રભુ  ભક્તિ રાખવા સાટે
અખંડ રામ નામ સ્મરાય ને અનંત  હૈયે  આનંદ  થાય
                                       ……….. ઓ બજરંગબલી હનુમાન

આવ્યો બજરંગબલીનોદીન થાય રધુવીરરામથીપ્રીત
કાળી ચૌદસની સાંજ, ભાગે ભુત પલીત  ઘર  બહાર
શ્રીફળના સહવાસે ને તેલના પવિત્રદીવે પ્રભુ ભજાય
બોલે બજરંગબલી ની જય  રહેના પીડા  ભક્તો  સંગ
                                       ……….. ઓ બજરંગબલી હનુમાન

——————————————————————————————-

One Response

  1. ભાવવાહી ભજન
    આ દિવાળી મંગળવારે-
    હનુમાનજીના દિને આવે છે
    ત્યારે દુનિયાનું ધન સંકટ નીવારણ થશે તે આશા

Leave a Reply

You must be logged in to post a comment.