મળતો સાચો સ્નેહ

                          મળતો સાચો સ્નેહ                     
તા ૩૦/૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
મમતાની જ્યાં માયા મળી જાય
                     જીવનમાં આનંદ આનંદ થાય
મહેંકી જીવન પણ ઉજ્વળ થાય
                  જ્યાં માની પ્રીત મને મળી જાય
                                    ……….મમતાની જ્યાં માયા
હૈયે રાખી હેત કરે મા સંતાનને
                  ત્યાં પાલવ સદા ભીનો થઇ જાય
હસતા મુખડા નીરખી બાળકના
                  માને હૈયામાં આનંદ આવી જાય
                                  ……….મમતાની જ્યાં માયા
કરુણા અવતારની મહેંક [...]

सदा रहे मेरे पासा

सदा रहे मेरे पासा
 
ताः३०/१/२००९ प्रदीप ब्रह्मभट्ट

तेरे द्वार पे आया हु मुझे करलो तुम स्वीकार
तनमन से समर्पण मै, जीवनमे दे दो प्यार
[...]

રામ રામ શ્રીરામ

                     રામ રામ શ્રીરામ
તાઃ૩૦/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પ્રભુ પરમ કૃપાળુ રામ, ઓ જીવન આધારી રામ
કરુણાના અવતારી રામ,છો ભક્તોના વ્હાલા શ્રીરામ
[...]

આવજો મારે દ્વાર

                         આવજો મારે દ્વાર
તાઃ૨૯/૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
 કીર્તનમાં હુ રામ રટુ ને ભજનમાં જલારામ
     ભક્તિ સાથે પ્રેમ કરુ ને હૈયે હું રાખુ રામ
                                            ……..કીર્તનમાં હુ રામ રટુ
નીત સવારે નમન કરુ ને  હૈયામાં રાખુ હામ
    મુક્તિ માગી વિનંતી કરતો રહેજો મારી સાથ
અંતે આવી વ્હેલા હાથઝાલજો આવી મારેદ્વાર
    ભક્તિમાં સંધાયો છુ પ્રભુ મુક્તિમાં લેજો હાથ
                                            ……..કીર્તનમાં હુ [...]

બેગમ ચાલે ચાર

                            બેગમ ચાલે ચાર                       
તાઃ૨૯/૧/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું એક ડગલુ ચાલુ, મારી બેગમ ચાલે ચાર
       હું બે શબ્દ બોલુ, મારી બેગમ બોલે બાર
                                            ……….હું એક ડગલુ ચાલુ
કળિયુગની કતારમાં,હું ચાલવા ડગલુ ભરુ એક
મહેનત કરીહું જાણતો,અને જીવન રાખતો નેક
દુન્યવી જગતમાં,નીતીઅનીતી પારખી અનેક
બેગમઆવી જ્યારથી,વિચારુ પગલુ ભરતાએક
                                           ……….હું એક ડગલુ ચાલુ
મુઝવણ મળી ઘણી,પણ બેગમ આવતા ટળી
પગલેપગલે વિચારતો,ને ત્યારથી શાંતિમળી
ભણતર [...]

મીઠુ નામ સાંઇરામ

          મીઠુ નામ સાંઇરામ
તાઃ૨૯/૧/૨૦૦૯                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ્
 
મુખથી બોલો મીઠુ મીઠુ નામ,જય જય જયસાંઇરામ
    પ્રેમે બોલો પાવન નામ, જય જય જય સાંઇ રામ
                                             ………મુખથી બોલો મીઠુ મીઠુ
શેરડી એ નામ છે જે બાબાથી ધામ છે
            ભક્તિ અપાર છે જે મુક્તિ એ લઇ જાય છે
સ્મરણ કરો દીન અને રાત જીવન મહેંકાય છે
            થશે પાવન જન્મ આ સાર્થક [...]

ઓ બા,ઓ મા.

                       ઓ બા,ઓ મા.
તાઃ૨૮/૧/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની માયા એવી,ના માનવી સમજે કોઇ
છે કુટુંબ કબીલે શાંન્તિ,જ્યાં બાની કૃપા રહેતી
                                      ……..સંસારની માયા એવી.
આશીશ મળે જ્યાં બાની,સંતાનો રહે સૌ રાજી
આનંદ ઉછળી રહેતો,નેહૈયે હામ સદાયે રહેતી
નામાગણી કોઇ રહેતી,ને મોહમાયા વિખરાતી
સદા પ્રેમ રહે સાથે જ્યાં બાની આશિશ રહેતી
                                        ……..સંસારની માયા એવી.
માનો પ્રેમ મળીજશે જ્યાં જન્મમળે અવનીએ
માયા માની વસે હ્ર્દયે,જે સુખદુઃખ વેઠી [...]

કેવી રીતે કહુ ?

                         કેવી રીતે કહુ ?
તા:૨૮/૧/૨૦૦૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
ક્લાસમાં હું સૌની પાછળ બેસી શિક્ષક સામે તાકી રહુ
હુ કેવી રીતે કહુ કે મારી બુધ્ધી ચાલે નહીં
કાર ચલાવવાની હુ હંમેશા ના પાડુ
હુ કેવી રીતે કહુ [...]

कदम से कदम

                      कदम से कदम
ताः२७/१/२००९               प्रदीप ब्रह्मभट्ट
 
कदम से कदम मिलाके चलना, सामने खडा है खतरा
दुश्मन तुमको देख रहा है, ढुढ रहा कब हाथ छुटे अपना
……….कदम से कदम मिलाके
हाथ से हाथही मीलाके रखना, कुछ [...]

ના તોલે આવે

           ના તોલે આવે
 
તાઃ૨૭/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
નામ લીધુ જ્યાં દાનવનું, ત્યાં માનવ ક્યાંથી આવે
છો મોટુ દેખાતુ અમેરીકા, ભારતની તોલે ના આવે
[...]

વ્યાધી લાવે આંધી

                        વ્યાધી લાવે આંધી
 તાઃ૨૬/૧/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર મળી પણ મનની વ્યાધી
              આવી લઇ જીવનમાં આંધી
પ્રેમની આંખે ઉડતા પંખી
               વનમાં ના બનતાએ સંગી
                                       ………નજર મળી પણ
હાથમાં લીધો હાથ જ્યાં પકડી
               જાણે હવે જીંદગી ગઇ જકડી
આંખોમાં દીઠી પ્રેમની હેલી
                આવી ગઇ જીવનમાં પહેલી
                                        ………નજર મળી પણ
નરમગરમ સહવાસમાં જાગી
               અંતરમાં ભીની સુવાસ લાગી
મંદમંદ મહેંકતા મનને
               જીંદગીની ઝીણી સુવાસ આવી
                                       ………નજર મળી પણ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

વ્હેંચણી આનંદની

                              વ્હેંચણી આનંદની
તાઃ૨૫/૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરના આનંદને વ્હેંચી
જગતજીવના પ્રેમ હું લેતો.
માગણી કદી ના કરતો મનથી
મળી જતી લાગણી સૌ જનની.
આજકાલના અવસર ના જોતો
સદા આનંદ જીવનમાં લેતો.
મારું મારું કદી ના હું કહેતો
કોઇ પારકુ આ જગમાં ના જોતો.
એક કદમ જ્યાં પ્રેમથી ભરતો
સાથે સૌ મારા મિત્રોને જોતો.
જલારામ જલારામનું જપ હું કરતો
સદા પ્રેમથી સાથ મને સૌનો મળતો.
જીવનમાં જ્યાં આવે વ્યાધી
સૌના પ્રેમથી [...]

सबके बाप

                       सबके बाप
ताः२५/१/२००९                         प्रदीप ब्रह्मभट्ट् 
एक दो तीन चार, सब मील जाओ मेरे यार
कोइ कुछनहीं कर पायेगा,हम होंगे सबकेबाप
                                            ……….एक दो तीन चार
दो हाथसे होता जो काम,महेनतका उसमे हैसाथ
दोस्तोका मील जाये हाथ, पुरा हो सपनोके साथ
सच्चे  दीलसे साथ रहे,वहां अपनोका सन्मान रहे
प्यार महोब्बत पाकर भी,खुशी  जीवनमें आयेगी
                                             ……….एक दो तीन चार
सोचसमझके कदम चले, साथ सभी [...]

કસોટી ભક્તિની

                           કસોટી ભક્તિની

તાઃ૨૫/૧/૨૦૦૯                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જય જલારામ,  બોલો જય જય જલારામ
        જગમાં દેતા અન્નનુ દાન,સાથે ભજતા પ્રભુરામ
                                                        …….જય જય જલારામ
મુક્તિ જગથી લેવા કાજે, લીધુ રામનુ શરણુ
        ભક્તિ કરતાં જનજીવનમાં,અપમાન ઘણુ મળતુ
મનમાં ના મુંઝવાણ રહેતી,સદારહે પ્રભુ સાથે
        આધીવ્યાધી જતી રહેતી,જ્યાં પ્રભુ કૃપા મળતી
                                                        …….જય જય જલારામ
વીરબાઇ માતા સંગે ચાલ્યા,ભક્તિ પ્રેમે કરતા
       એકજ આશા હૈયે રાખી,પતિની કેડી [...]

સારેગમ

                                   સારેગમ 
                     

તાઃ૨૪/૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
   
સારેગમ શીખતો તો ત્યાં,પધનીસા મળી ગઇ
જીંદગી એકલો જીવતો,ત્યાં પત્ની આવી ગઇ
                                        ………..સારેગમ શીખતો તો
મુક્ત જીવનમાં ના કોઇ ધ્યેયને ના કોઇ આશા
આગમન અવની પરના ને,નાકોઇ હતી વ્યાધી
મહેનત મનથી કરતાં જીવન ચાલતુ ધીમુ ધીમુ
મળીગઇ જ્યાંસહવાસીની,જીવનમાં આવીઆશા
                                          ………..સારેગમ શીખતો તો
એક અનોખો આભાસથયો ને ઉજ્વળ જીવનદીસે
મનમાં જાગી એક આશા કે માનવ જીવન મહેંકે
હાથમાં [...]

जपले रामनाम

                        जपले रामनाम
ताः२४/१/२००९                     प्रदीप ब्रह्मभट्ट
जपले मनसे रामनाम, तु करले जीवन उज्वल
सुखदुःख की संसारी सरगम,  दुर रहेगी हरदम
                                  ………जपले मनसे रामनाम
मनसे जब तु रटेगा राम,सफळ तेरे सब काम
अंतरमें आनंद आयेगा,ना कोइ दुःख तु पायेगा
तनभी तेरा महेंकउठेगा, साथ जीवनके सवकाम
                                  ………जपले मनसे रामनाम
पलपल दिनकी गीनके चलेगा,सफलहो तेराअंत
शांन्ति मनको सभी मिलेगी, उज्वल तेरा मन
रामनामसे जुड जानेसे,रहेगी मुक्ति जीवके [...]

અનુભવ, એક જ્ઞાન

                            અનુભવ, એક જ્ઞાન
તાઃ૨૪/૧/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
જકડાઇ ગયેલ જાળામાં, શોધવો ક્યાં મારે આરો
        મુંઝવણ છોડવા મથતો તો,મળ્યો ના કોઇ કિનારો
                                              …….જકડાઇ ગયેલ જાળામાં.
સમજણ ને સમજી શક્યો, ત્યાં ચિંતાઓ ચોટી ગઇ
      મુક્તિ માર્ગની શોધતાંશોધતા,જીંદગી જકડાઇ ગઇ
આથમતા સુરજના સહવાસે,પ્રકાશ પામવા દોડ્યો
      અંધારાના એંધાણ મળ્યા,પણ ના કોઇ રહ્યો સહારો
                                                …….જકડાઇ ગયેલ જાળામાં.
પગદંડીને પારખી લેવા,જાગ્યો મનમાં ઉમંગ એક
      જકડી લઇને [...]

ડીલીવરી બૉય

                        
                              ડીલીવરી બૉય

 
તાઃ૨૩/૧/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
હાથમાં મળી જ્યાં ડીગ્રી ત્યાં જીભ મારી ગઇ વકરી
ત્યાં ગામ શહેરમાં ભટક્યો પણ નામળી મને નોકરી
                                      ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી
કાગળ બતાવી એમ્બેસીમાં આવી ગયો હું યુએસએ
ડીગ્રી એન્જીનીયરની પણ નાજોબ હું મેળવી શક્યો
ભમ્યો ચારે કોર ઓફીસોમાં હ્યુસ્ટનમાં જઇ ખુણેખુણે
                                      ……. ભઇ હાથમાં મળી જ્યાં ડીગ્રી
ડીગ્રી [...]

આભાર,એક ઉદગાર

                   આભાર,એક ઉદગાર
 
તાઃ૨૨/૧/૨૦૦૯                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
નરમ ગરમ આભાસ વાદળની સમજી ના સમજાય
સુખદુઃખની સાંકળ જીવનની ના પકડી ના પકડાય
……………..એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય
જન્મજીવનો લાવે આગમનના એંધાણ પરિવારને દ્વાર
કર્મ તણા બંધંન ના તાંણે,લાવ્યા અવનીએ ભગવાન
મનુષ્ય દેહે ભક્તિ કરવા માબાપનો દીધો છે સથવાર
મળતા અવનીએ માબાપ,ઉદગાર આભારનીકળીજાય
……………..એવી જગતપિતાની માયા ન જાણી ના જણાય
જીવનપગથી પકડી જીવે મહેનત માગી [...]

पहेचान कदमकी

                             पहेचान कदमकी
ताः२२/१/२००९                               प्रदीप ब्रह्मभट्ट
सोच समझके कदम उठातो, जीवनमें हो खुशहाल
पाना प्यार सभीका मनसे, होजीवन उज्वळ जगमे
                                             ……..सोच समझके कदम
हींमत ओर इन्सानीयत, जब हो जीवनमे अपनेसाथ 
नहींकोइ चिंताहै तुमको, नहींकोइ जगमे हो अन्जान
मेरा तेरा ना कोइ कहेगा, मील जायेंगे सब समान
दीलमें जब बसेगा प्यार, तब होगा एक ही परिवार
                                              ……..सोच समझके कदम
जहां कृपा मीले माबापकी, सबचिंता भागे तुमसेदुर
आशिर्वादकी देन है [...]

મળ્યો મેથીપાક

                              મળ્યો મેથીપાક     
તાઃ૨૦/૧/૨૦૦૯                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
મન મળ્યા ત્યાં મોહિત હતો, ત્યાં પડ્યો મેથી પાક
ડગલુ ભરવું દોહલ્યુ લાગે જ્યાં,મળ્યો લાકડીનો માર
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં પાર
સામે જોતા જ્યાં શરમ આવે, ભઇ ત્યાંથી ભાગજો દુર
લાગીગયાકે લટકી ગયાતો,માનજો ડબ્બા તમારા ડુલ
નાઆરો કે દેખાશે ઓવારો,હાથમાં છોનેહોય તાજા ફુલ
માણકી ઘોડી બની જશે દીલ,નામળશે તમારુ કોઇ મુળ
………..ભઇ છોડજો ખોટો મોહ લગાર,અહીં દેખાવનો નહીં [...]

પ્યારા વતનની યાદ

                            પ્યારા વતનની યાદ
તાઃ૨૦/૧/૨૦૦૯                                        પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મંદ પવનની લહેર ને કિરણો સુરજના અનેરા
લહેર પ્રેમની લઇને આવે રોજ સવારે શીતળતાસાથે
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે
મળે મન ને મહેંકે જીવન જ્યાં અંતરને આનંદ મળે
હાથમાં હાથ મળે ત્યાં માનવ જીવનમાં ઉજાસ રહે
અળગી અજ્ઞાનતા દીસે ને આંખો આંસુથી છલકાય
જગતજીવના જુઠા સંબંધો અળગા જગથી થઇ [...]

મહાત્મા ગાંધી

                               મહાત્મા ગાંધી
તાઃ૧૯/૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની એ શાન છે મને અભિમાન છે
      જગમાં જેનુ માન છે એ મહાત્માગાંધી નામ છે.
મુક્તિ દેવા દેશને અર્પણ કરેલ જાન છે
       માનવ મનથી મહેંકાવી સત્યમેવની શાન છે
                                             ……જગમાં જેનુ માન છે એ
હિંસા એ અપમાન છે અહિંસા એ જાન છે
       અંગ્રેજોને દુર કર્યા દેશપ્રેમી નુ એ કામ છે
હાથમાં મેળવી હાથને સાથે રાખી પ્રેમને
       [...]

સોનેરી સુરજ

                                    સોનેરી સુરજ
                            (દેશભક્તિ ગરબો)
                          (ઢાળઃ દાદા હો દીકરી)
તાઃ૨૧/૧૨/૧૯૭૭                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ્
 
ઉગ્યો આ દેશમાં સોનેરી સુરજ..(૨)
            બાપુના ખંતથી ને બા ના સહકારથી..(૨)
                                            …….ઉગ્યો આ દેશમાં સોનેરી
૨૬ મી જાન્યુઆરી દુનીયાને યાદ છે
સરદારનો સાથ હતો, દાદાએ દેકારો દીધો…(૨)
નહેરુજી દઇ ગયા, દેશને બલીદાન રે….(૨)
                                             …….ઉગ્યો આ દેશમાં સોનેરી
લાલ અને બાલ સહિત,પાલનો સહકાર હતો
ભગતસિંહે ભેખ લીધો,શિવાજીએ શાન રાખી
તાત્યા ટોપે એ [...]

૧૭મી જાન્યુઆરી

                                ૧૭મી જાન્યુઆરી
  તાઃ૧૭/૧/૨૦૦૯                                પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો ખુલી જ્યાં અવનીપર ત્યાં માતાપિતા હરખાય
દિકરીના દેહને નિરખી સગાવ્હાલાના હૈયે આનંદથાય
૧૭મી જાન્યુઆરીનાદિને અવનીપર આગમન થયેલ
વ્હાલા મારા મોટી બહેનનો ૬૪મો જન્મદિન ઉજવાય
જલાબાપાને  પ્રાર્થના કરુ સાથે સાંઇબાબાને વિનંતિ
દેજો ઉજ્વળ જીવન રહે ભક્તિસંગે નારહે કોઇ વ્યાધી
પ્રેમ મળ્યો છે સાચો અમને ના દીઠો કોઇ સ્વાર્થ કંઇ
ભક્તિપ્રેમથી કરતાં વ્હાલી દીકરીઓ રેખાસપના સંગ
પ્રેમાળ અમારા લાલજી સંગે સથવાર [...]