. ઝંઝટ કે ઝાપટ
તાઃ૧૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગ એતો કાતર એવી,જ્યાં ત્યાં જીવને ઝંઝટ દેતી
લાકડી કદીના હાથમાં રહેતી,તોય નસીબે ઝાપટ પડતી
. ………….કળીયુગ એતો કાતર એવી.
શ્રધ્ધાનો સહવાસ જીવનમાં,જે અદભુતશાંન્તિ દઈદેતો
સાથ અનોખો આંગળી પકડે,ના તકલીફ આવતી જોતો
સાચા પ્રેમની એજ સરળતા,મળી જાય જીવનમાં સાથ
ઝંઝટનો નાઅણસાર મળે,કે ના વ્યાધીઓનો સંગ થાય
. …………….કળીયુગ એતો કાતર એવી.
સમયને સમજી ચાલતાં જીવને,મળે કુદરતનો અણસાર
આવતી તકલીફો દુર રહે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
કળીયુગ કેરી ગતીમાંરહેતાં,મન અને દ્રષ્ટિ પણ બદલાય
ઝાપટ પડે જ્યાં કુદરતની,ત્યાં નાકોઇથી જગમાં બચાય
. ……………કળીયુગ એતો કાતર એવી.
==================================
Filed under: ચિઁતન કાવ્યો

[...] પ્રદીપની કલમે [...]
રહે ભલે ને, ભવસાગરમાં ભરતી ને ઓટ,
રહે ભલે ને મુજ જીવન નૈયા તેમાં હલક ડોલક,
ટકી રહું હું , ઝીલી ને ટક્કર,
છે મુજ ને ભરોશો સ્વપરે,
યકીન છે મુજ ને દોસ્તી અને પ્રેમ પરે,
રાખે મુજ ને ટકાવી ,શ્રદ્ધા અને સબુરી સપેરે….
http://piyuninopamrat.wordpress.com/2010/10/04/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B8%E0%AA%AC%E0%AB%81%E0%AA%B0%E0%AB%80/