. ધન વૈભવ
તાઃ૨૪/૧૦/૨૦૧૧ (ધનતેરસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધન વૈભવ છે કૃપા માતાની,જે ભક્તિ પ્રેમથીજ મેળવાય
લક્ષ્મી માતાની સદા કૃપા રહે,જ્યાં વૈભવ લક્ષ્મીને પુંજાય
. ………….ધન વૈભવ છે કૃપા માતાની.
આજકાલની આ રામાયણમાં,ના ભક્તિ ભાવને ખોવાય
સદાપ્રેમથી ભક્તિ કરતાં જીવનમાં,મા સદાય રાજીથાય
પંચામૃતથી સ્નાનકરાવી,માતાની મુર્તીની આરતી થાય
સરળપ્રેમની ભાવનાજોતાં,લક્ષ્મીમાતાની કૃપા મેળવાય
. …………..ધન વૈભવ છે કૃપા માતાની.
ઉજ્વળ જીવન મળે ભક્તિએ,દેહથી ધનવૈભવ મેળવાય
એક જ દ્રષ્ટિ પડે માતાની,કૃપાની કેડી જીવને મળી જાય
આવતી વ્યાધી અટકે જીવનમાં,ને ઉપાધીય ભાગી જાય
સાર્થક ભક્તિ બને દેહની આજે,જ્યાં લક્ષ્મીની વર્ષા થાય
. ………….ધન વૈભવ છે કૃપા માતાની.
===================================
Filed under: પ્રેમગીત

આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા