શુભ અવસર
તાઃ૨૦/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યા જીવનમાં અવસર ઘણા,જે જોઇ જોઇને સમજાય
યાદરહે જીવનમાં જે મળેલા,તેને શુભ અવસર કહેવાય
. ……………મળ્યા જીવનમાં અવસર ઘણા.
પ્રીતની કેડી મળતાં જીવનમાં,સફળતાય મળતી જાય
પ્રેમ મળતાં સંબંધીઓનો પ્રસંગે,ઉજ્વળ એ થઈ જાય
મમતા મળતા પળેપળમાં,ના આધી વ્યાધી અથડાય
અવસરએવો બનેજીવનમાં,જે પ્રેમની પાંખ બનીજાય
. ……………મળ્યા જીવનમાં અવસર ઘણા.
મળે પ્રેમમાબાપનો જીવનમાં,સૌ માર્ગ સરળ થઈજાય
કંકુ ચોખા હાથમાં રહેતાં,જીવનમાં પ્રભુકૃપા મળી જાય
કુદરતની આ અતુટલીલા,સાચી માનવતાએ મેળવાય
કલ્પનાની આ કામણ ક્રિયા,શુભ અવસરથી મળી જાય
. ……………મળ્યા જીવનમાં અવસર ઘણા.
====================================
Filed under: પ્રાસંગિક કાવ્યો

[...] પ્રદીપની કલમે [...]