પવિત્ર ધરતી


.                      . પવિત્ર ધરતી

તાઃ૧૮/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબકૃપા પરમાત્માની ભારતપર,સમયે સમજાઈ જાય
પાવન ધરતી બની ગઈ એ,જ્યાં પવિત્ર દેહ ધરાઈ જાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
દેહ  લીધો પરમાત્માએ અયોધ્યામાં,જે રામ સ્વરૂપ કહેવાય
માસીતાના સ્વરૂપે મા આવ્યા,જે રાવણનુ દહન કરાવી જાય
અભિમાનની અજબકેડી બતાવી,જે લંકામાં દેહને સ્પર્શી જાય
ચીંધી આંગળી રાવણે લંકામાં,જ્યાં શ્રીરામનુ અવતરણ થાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
પરમાત્માનુ આગમન થયુ દ્વારકામાં,જે શ્રીકૃષ્ણ રૂપે દેખાય
અજબ પ્રેમની વર્ષા દર્શાવે જગે,અનેક ગોપીઓ મળી જાય
માનવતાની મહેંક પ્રસરાવી,જ્યાં રાધાનો પ્રેમ  મળી જાય
પવિત્ર ભુમી ભારતની અવનીએ,જ્યાં પવિત્રકર્મને દેખાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.

========================================

સમજણની શોધ


.                . સમજણની શોધ

તાઃ૯/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સમજણ શોધતા શોધતા,અક્ક્લ  ખોવાઈ ગઈ
લટક મટકતી ચાલ  ચાલતા,અંતે આફતો વધતી  થઈ
…………….ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
મળેલ દેહને સમજણ સ્પર્શે,જે જીવનની આંગળી પકડે ભઈ
આગળપાછળના બંધન જીવને,દેહ મળતા જીવને મળે અહીં
કુદરતની આજકરામત છે,જે સમયે કાતર બની જાય છે ભઈ
અગમનીગમના ભેદ જગતમાં,કળીયુગમાં દેહને સ્પર્શે અહીં
……………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
દેહના બંધન જીવને છે,જે અવનીપરના આગમને સમજાય
પરમાત્માનાપ્રેમને પામવા,મળેલ જીવનમાં નિર્મળ જીવાય
કર્મબંધન એ જીવને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવાય
મુક્તિમાર્ગની રાહને પામવા,નિખાલસ સમજણથી મેળવાય
……………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.

========================================

જલારામની જ્યોત


……….Copy of Jalaram……..

.                    .જલારામની જ્યોત

તાઃ૭/૧૧/૨૦૧૬    (કારતક સુદ ૭)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની પામતા,એ જન્મ સફળ કરી  જાય
કારતકસુદ સાતમને દીવસે,દેહધરી અવનીએ આવી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય.
ભક્તિની ઉજ્વળ કેડીને દીધી,જ્યાંઅન્ન જીવોને દેવાઈ જાય માનવતાની મહેંક પ્રસરીજીવનમાં,જ્યાં વિરબાઈ મળીજાય
રામનામની માળા  જપતા,જીવનમાં કર્મની રાહ પકડી જાય
અનેક જીવોને ભોજન દેતા,પવિત્રકર્મનો સંગાથ મળી જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય.
કર્મનીકેડી પકડી પ્રેમથી,જ્યાં  પરમાત્મા પણ રાજી થઈ જાય આંગણે આવી સંતોષ મેળવતા જીવોથી,પાવનરાહ મળી જાય અવનીપરના આગમનને સમજવા,સાચીભક્તિરાહ મળી જાય વિરબાઈમાતાના સંસ્કાર સાચા,પતિને પરમાત્મા બતાઈ જાય ……..વિરપુર ગામે દેહ ધરતા,માતા રાજબાઈ પિતા પ્રધાન હરખાય. ==============================================

.         .સંત પુજ્ય જલારામબાપાનો આજે કારતક સુદ સાતમ એ જન્મદીવસ છે
તે પવિત્ર દીવસની યાદ રૂપે આ પ્રાસંગીક કાવ્ય તેમની સેવામાં અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ પરીવાર સહિત વંદન સહિત પ્રણામ.

સનાતન સત્ય


.                       . સનાતન સત્ય

તાઃ૬/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમને પારખી લેતા,જીવની અપેક્ષાઓ છુટી જાય
મળે માનવતાનો સહવાસ,એ જ સનાતન સત્ય કહેવાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
કુદરત કેરી આ અજબ છે લીલા,જે ભક્તિ રાહે મળી જાય
ના અપેક્ષા ના મોહની કોઇ રાહ,એજ  માનવતા કહેવાય
મળે પરમાત્માની પ્રેરણા જીવને,જે સાચીરાહ આપી જાય
માનવજીવનની મહેંક પ્રસરે,અનેક જીવોને એ દોરી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.
વાણીવર્તન સરળરાખતા,જીવનમાં સંબંધીઓ મળી જાય
આવતી આફતને રોકી રાખવા,જલાસાંઇની રાહદોરી જાય
મળે માનવતાનો સંગ જીવને,મળેલદેહને સાર્થક કરી જાય
આવનજાવનના બંધન છુટતા,જીવને મુક્તિરાહ મળી જાય
……….જીવને મળેલ કાયા અવનીએ,નિર્મળ જીવનથી સમજાય.

======================================

ભક્તિની કૃપા


.                    .ભક્તિની કૃપા

તાઃ૨૫/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ છે ભક્તિમાં,જે કળીયુગથી બચાવી જાય
શ્રધ્ધાભાવથી ભક્તિકરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
…………પાવનરાહ ને  પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
મળેલદેહ માનવનોજીવને,જગતમાંસમજણ આપી જાય
મોહને દુર રાખીને જીવતા,આકળીયુગની કેડીથી છટકાય
સતકર્મની રાહ મળે જીવને,જ્યાં પરમાત્માની કૃપા  થાય
માયા બંધન એ કળીયુગના,જે જીવને જ્યાંત્યાંજકડી જાય
…………પાવનરાહ ને  પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
કર્મનાબંધન એ જીવનીમાયા,સમયસમયથી સ્પર્શી જાય
મારૂતારૂ એ જગતના બંધન,નાકોઇ સાધુબાવાથી છટકાય
મળે માનવમનને માર્ગ દર્શન,જે નિર્મળભક્તિભાવે દેખાય
નાઆફત કે ના તકલીફ અડે,જીવને અંતે મુક્તિ મળી જાય
…………પાવનરાહ ને  પાવનજીવન,નિર્મળ ભક્તિએ મળી જાય.
=======================================

મંજીરાના તાલે


…… Image result for શ્રી ભોલેનાથ

.                    . મંજીરાના તાલે

તાઃ૨૪/૧૦/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીરાના તાલની સંગે,શ્રી ૐ નમઃ શિવાયને સ્મરાય
અદભુત શાંન્તિ મળે મહાદેવની,જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
સોમવારની સવાર નિર્મળ,જ્યાં શ્રીભોલેનાથને ભજાય
ગણપતિના વ્હાલાપિતા,ને માપાર્વતીના પતિ કહેવાય
અજબશક્તિશાળી એ દેવ,જેમની ભક્તિપુંજા ઓળખાય
જીવને મળેલ ભક્તિરાહ,જે મળેલ જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
શંખચક્રને ત્રિશુળધારી ભોલેનાથ,પવિત્ર ગંગા ધારી જાય
ગૌરીનંદન શ્રીગણપતિનાએ પ્યારા, દર્શનથી અનુભવાય
પુંજાદીવો પ્રેમથી કરતા,શિવલીંગપર દુધની અર્ચના થાય
ૐ નમઃ શિવાયની માળાજપતા,દુઃખનો દરીયો ભાગીજાય
……….ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.

=======================================

જકડે એ પકડે


.                      . જકડે એ પકડે

તાઃ૨૩/૧૦/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહને જ્યાં માયા સ્પર્શે,ત્યાં કર્મની કેડી બદલાઈ જાય
મળેલ દેહને કળીયુગ પકડે,ત્યાં માનવ  જીવન જકડાઈ જાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
પરમકૃપાળુ છેપરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાએ સમજાઈજાય
માનવજીવન સાર્થક કરવાને,સમય સમજીને જીવન જીવાય
મળે માનવતાનો અણસાર જીવનમાં,જ્યાંનિર્મળ ભક્તિ થાય
સુખશાંન્તિનો સ્પર્શથાય દેહને,એજ નિર્મળ ભક્તિરાહ કહેવાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
અપેક્ષાની કેડી મળે જીવને,ત્યાં મળેલ જન્મ કળીયુગમાં ફસાય
આધીવ્યાધીની લાકડી પડતાજ,જીવને અનંતદુઃખ સ્પર્શી જાય
સંબંધીઓનો નાસંગાથ મળે જીવને,ને સગાઓ  દુર ભાગી જાય
મળેલ જન્મને ના માનવતા મળતા,જીવ મૃત્યુને શોધતો જાય
……………..કળીયુગ કેરી આ  છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.

=======================================