પધારો પ્રાણ પ્યારા


                 પધારો પ્રાણ પ્યારા આચાર્ય મહારાજશ્રી

                                      tej.jpg

   પ્રદીપ બ્રહ્મભટ્ટ                                                 તાઃ૯ મી માર્ચ ૨૦૦૦       

    પધારો અવનીધર અવતાર તમને વંદન વારંવારં                                  
                         તમારા ચરણે પાવન થાય અમારું રુડું હ્યુસ્ટન ગામ.                      
   સ્વામિનારાયણના સ્મરણ માત્રથી ભવોભવના ત્રાસ મટે છે                          
                     મોક્ષ તણા તો દ્વાર ખુલે છે ને જીવલડાને પ્રાણ મળે છે.                      
  સુરજ જેવું મુખ પ્રકાશિત તેજ તણા પુંજ તમો છો            
   નામ ગુણ સૌ તમમાં પામ્યા તેથી આપ તેજેન્દ્રપ્રસાદ ઓળખાયા.                       
  પગલાં પડે ત્યા સૃષ્ટિ નાચે મનડુ મસ્ત બની ને માણે                        
                  પધારો ધર્મ તણા અવતાર અમારા આંગણાં પાવન થાય.                    
  ઓગણીસો ચુંવાલીસની એપ્રીલ માસે તારીખ અગીયારના રોજ                      
                  પધાર્યા અવની પર છો આપ જગતને દેવા જીવનનો દોર.                      
  માર્ચ માસની આઠમી તારીખ સાલ બે હજારની થાય                    
              ભાગ્ય ખુલ્યા સૌ હ્યુસ્ટનવાસીના આપથી પાવન અમારા દ્વાર.                     
 અમારો ધન્ય થયો અવતાર અમોને મળ્યો તમારો સથવાર                 
            જીવન ઉજ્વળ થવાને કાજ અમો પામ્યા દર્શન આપના આજ.                     
 પરદીપ તમો છો દીપી રહ્યા છો વિચરણ કરતા આપ                                
           જાણે તારા મંડળ મધ્યે શોભે આભે પુનમ કેરો ચાંદ.                   
 શીતળ આપના આર્શીવચન મનડું પાવન થાય                                  
         સ્પર્શ માત્રથી પાપ બળે છે વંદનથી તો મોક્ષ મળે છે.                 
ધન્ય આપનો અવતાર અમારું જીવન ધન્ય બનાવ્યું આજ                                    
             આપ કૃપાના કરનાર અમોને મોક્ષ તરફ દોરનાર.                 
જીવન ઉજ્વળ અમારા થાય આપના દર્શન કરતાં આજ     
                 અમોને  બાળક  જાણી આપ  કરજો   પ્રદીપની  ક્ષતી  માફ.                                                                                                                                       ————

ભગવાન શ્રી સ્વામિનારાયણની અમદાવાદ (કાલુપુર મંદીર) ગાદીના આચાર્ય મહારાજશ્રી પુજ્ય તેજેન્દ્રપ્રસાદજી હ્યુસ્ટનમાં નવા મંદીરની સ્થાપના તથા મુર્તી પ્રતિષ્ઠા નિમિત્તે પધારેલ  તે પવિત્ર પ્રંસંગે તેઓશ્રીને હ્યુસ્ટનની યાદ રુપે સપ્રેમ ભેંટ્. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવારના વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: