પ્રમુખ સ્વામી મહારાજ


                                      pramukh.jpg

                                  જય શ્રી સ્વામિનારાયણ
                     પધારો   પ્રમુખ સ્વામી મહારાજ   પધારો
ઓગસ્ટ ૩૧,૨૦૦૦                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
અમારા અહોભાગ્ય કહેવાય,આપના દર્શન અમને થાય
     પ્રદીપના ભાગ્ય ખુલ્યા છે આજ,આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
અમારુ હ્યુસ્ટન પાવન થાય,આપના ચરણરજ લઈને આજ
     ભારત ભુમીના ભરથાર,ભક્તો તમને વંદન કરતા વારંવાર
                                                           પધારો પ્રમુખ સ્વામી મહારાજ.
અમારા આંગણા પાવન થાય,જેનો હરખ અમોને થાય
     અમારા ભાગ્ય ખુલ્યા કહેવાય,મળ્યા સ્વર્ગસમા સુખને દેનાર
                                                          અમારા પ્રમુખ સ્વામી મહારાજ.
કહેતા મનડું હરખપદુડું થાય,જેનું માપ નહીં  જગમાંય
    સ્વામિનારાયણ નામ સ્મરેછે,જેના રોમેરોમે શ્રીજીના શબ્દ મળેછે
                                                  આવ્યા એવા પ્રમુખ સ્વામી મહારાજ.
અહીંની ધરતી પાવન થાય,સાચા સંતોની ચરણરજ લઈ આજ
   આવ્યા સંતોનાસરદાર,સદા ભક્તોમાંરહેનાર,પાવનમનડાને કરનાર
                                                              વ્હાલા પ્રમુખ સ્વામી મહારાજ.
શબ્દ મળેના મુજને આજે, હર્ષે આંસુ રમાને ઉભરે છે
  રવિ,દીપલ પણ રાહ જુએ છે,આર્શીવાદ મલે તો ઉજ્વળ છે જીવન
                                                 આવ્યા અમારા પ્રમુખ સ્વામી મહારાજ.
આવ્યા જીવનમાં લેવાને લાલચ મોહ ભરેલી આ ધરતી પર
   સુખવૈભવથી છકીજતી આનરક ભરેલી નગરીમાંથી ઉધ્ધારવાનેઆજ
                                                              પધાર્યા પ્રમુખ સ્વામી મહારાજ.
સંસ્કાર ભરેલા ઘર્મ જીવનથી મુક્તિના માર્ગને ચિંધીને
  પાવન મનડાં સૌના કરનાર,ધર્મના સાચા રખેવાળ,ભક્તોમાં રહેનાર
                                                           આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ.
                                        —————

Advertisements

સપનું આવ્યું


          એક અનોખુ …………સપનું આવ્યું
                                                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
સપનું આવ્યું, સપનું  આવ્યું, સોમવારની  રાત્રે મુજને; 
                                                               એક અનોખું સપનું આવ્યું.
મુજને ગમતું, લોભતું મનને, આનંદની એક  લહેર સમું;
                                                               એક અનોખું સપનું આવ્યું.
કામણ મારી કાયા લાગે,મસ્ત બની મનમોર સમ નાચે;
                                                        એવુ એક અનોખું સપનું આવ્યું.
મૃદંગ વાગે ઢોલ વાગે, તનમન સૌના ડોલતા લાગે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
કિલ્લોલ કરંતી,નૃત્ય કરંતી,માનવમેદની ચારે કોર ઘુમે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
હળદર રંગી કાયામારી,સુરવાર કુરતો શોભે દેહે,માથે મુગટ મારે;
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
સવાર હતો હું અશ્વ તણો ને દેતો પગના ઠેકા ધીમે ધીમે
                                                         એવુ એક અનોખું સપનું આવ્યું.
બંધ પડર જ્યાં ખુલી ગયા ત્યાં રાત્રીનો અંધકાર દીસે.
       પડ્યો પથારી પરથી જ્યારે માન્યું એ ઘોડા એ ઠેકી છે દીધી;
           લાગ્યું મુજને ત્યારે આ તો રાત્રીનું એક સ્વપ્ન હતું,
               સુઈ ગયો મન મારી ત્યારે આંખોમાં ઊંધનો અણસાર હતો.
ચાર પ્રહરની રાત્રી વીતે ધીમેધીમે,વાત વિચારો મનમાં રહેતા પરોઢીયે ભઈ
                                                                 એક અનોખું સપનું આવ્યું.
દીઠો માનવ  ભીખ માગતો, છતે પૈસે  બે  હાથ  ધરે
                                                             એવુ એક અનોખું સપનું આવ્યું.
આવે એક પછી એક,  વારે વારે  ભિક્ષા લેવા કાજે
                                                             એવુ એક અનોખું સપનું આવ્યું.
રાજા  જેવો  લાગતો માણસ ,રંક બનીને હાથ ધરે
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
હતા સૌ  એકમેકની  પાછળ  સૌની પાછળ  હુંય હતો
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
વાદળ ગાજ્યા કાળા ભમ્મર ચારે કોર દીસે આવ્યો અચાનક મેધ,
                                                              એવુ એક અનોખું સપનું આવ્યું.
મોંઢું મારું ભીજાયું પાણીએ જાગવા મુજ પર છાલક એક મારી
                               લાગ્યું ત્યારે આતો છે ભઈ પરોઠીયાનું સપનું સાચું.
                                                ————–

અમેરીકાની હવા


                                     અમેરીકાની હવા….
                                                                એક શુધ્ધ ભારતીયની નજરે.
દીકરો.                                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા પહેલા આંસુ આવતાં ને તું યાદ આવતી,આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે.
જે દીકરાઓના જન્મ વખતે માબાપે પેંડા વહેંચ્યા તે જ દીકરાઓએ મોટા થઇને માબાપને વહેંચ્યા.
મંગળસુત્ર વેચીને કરજ કરીને પણ તને મોટો કરનાર માબાપને  ઘરની બહાર કાઢનાર દીકરા હવે તારા જીવનમાં અમંગળ સત્ર શરુ થઈ ગયું છે તે જાણી લેજે.
ભાગ માટે ભાંજગડ કરનાર દીકરાઓ બે ચીજ માટે કાયમ ઉદાર બને છે અને તે છે માબાપ.
શ્રવણ બનીને તીર્થયાત્રા ન કરાવી શકો તો ચીંતા નહીં પણ ધરડા માબાપની જીવનયાત્રાને યાતનામયી ન બને તેનું ધ્યાન દીકરો બનીને રાખજે.
માબાપની આંખમાં બે વખત આંસું આવે છે,દીકરી સાસરે જાય ત્યારે અને દીકરો તરછોડે ત્યારે.
બાળપણમાં ગોદ દેનારને ઘડપણમાં દગો દેનાર ન બનતો.માબાપની કુરબાનીને ધ્યાનમાં રાખી કર્મ કરજે જેથી તેમના મસ્તક ઉંચા રહે અને તો જ તમારા બાળકો પણ રાખશે.
બાળપણના આઠ વર્ષ આંગળી પકડીને જે માબાપ તને સ્કુલે લઈ જતા હતા તે માબાપને ઘડપણના આઠ વર્ષ આંગળી ઝાલીને મંદીરે લઈ જજે.
ઘરની માને રડાવે ને મંદીરની માને ચુંદડી ઓઢાડે તો યાદ રાખજે દીકરા,મંદીરની મા ખુશ નહીં જ થાય પણ ખફા તો જરુર થશે જ.
બચપણમાં જે દીકરાને માબાપે બોલતા શીખવાડ્યું એ જ દીકરો ઘડપણમાં માબાપને ચુપ રહેતાં  શીખવાડે છે.
જે દીવસે માબાપ તમારા કારણે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ આંસુમાં વહી જાય છે.
તેં જ્યારે પ્રથમ શ્વાસ લીધો ત્યારે તારા માબાપ તારી પાસે હતાં.તારા માબાપ જ્યારે છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે.
પત્ની પસંદગીથી મળતી ચીજ છે માબાપ પુણ્યથી મળતી ચીજ છે,પસંદગીથી મળતી ચીજ માટે પુણ્યથી મળતી ચીજને ઠુકરાવશો નહીં.
ઘરનું નામ માતૃછાયા કે પિતૃછાયા પણ તે ઘરમાં માબાપનો પડછાયોય ન પડવા દે એ મકાનનું સાચુંનામ પત્નીછાયા રાખવું એ ઊત્તમ થઈ પડે.
                           ભાગ્યાશાળી ભારતીય.
મા
મારે ખરી પણ માર ના ખાવા દે તે મા.
માબાપના આર્શિવાદ જ જીંદગીને ઉજ્વળ અને ઉન્નત બનાવી શકે છે.
પરમાત્માનું અવતરણ થાય ત્યારે તેમને પણ માની ગોદમાં રમવું પડે છે.મા એતો મા જ છે ત્યાં સૌને નમવું પડે છે અને તે સૌને ગમે છે.
માબાપે આપેલો સાચો વારસો પૈસો નહીં પણ પ્રમાણિકતા અને પવિત્રતા છે.
ગમે તેવા ગુણીજન હોય તોય મા ના સૌ રૂણીજન છે
                                    અને અંતે
ઉપર જીસકા અંત નહીં ઉસે આસમા કહેતે હૈ,જીસકે બીના જહાં નહીં ઉસે મા કહેતે હૈ.

                                     ————————-

જાણે અજાણે


પ્રદીપ બ્રહ્મભટ્ટ                 જાણે અજાણે
જાણે અજાણે નામ જો તારું દેવાય તો પ્રભુ
                       તુંજમાં એ પ્રિય થઈ જાતો
                              એ તો પામતો અક્ષરધામ.
                                                             ….જાણે અજાણે
જીવનની આ  સુખશૈયામાં તુજને એ ભુલી જાતો
મરણ આંગણે આવે ત્યારે તુજને એ સમરી જાતો
                                એ તો થઈ જાતો નિરાકાર
                                                             ….જાણે અજાણે

પ્રેમની પાવક જ્વાળા ન્હાતા થઈ જતો નિષ્કામ
અંત સમયની અટારીએથી તુજમાં એ વિસરાતો
                                     એ તો  લાગે  છે પ્રેમાળ
                                                             ….જાણે અજાણે
હું છું પામર જીવ છતાં પણ ભક્તિમાં છું સંધાણો
પ્રદીપના હૈયે ભક્તિ લાગી મુક્તિ મેળવવા કાજે
                                        આવ્યો સમાવા કાજે
                                                             ….જાણે અજાણે
સાચી માયા શામળા તારી બીજી  મિથ્યા લાગે
સંતતણો સથવારો મળતાં મનડું મસ્ત છે લાગે
                               ભવના બંધન છુટતાં લાગે
                                                             ….જાણે અજાણે
                  ==============

મમતા


 પ્રદીપ બ્રહ્મભટ્ટ               મમતા             ૪-૩-૧૯૯૯

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
      એકએક  તાંતણાને  તાંણો  મમતા  સૌ માં લાગે.
                                                                 ….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે  સગાં સૌ છે  આપણી  સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ  કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
                                                                 ….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ  જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને  જીવનમાં કોઇ  કુનેહ.
                                                                ….માયાવી સંસાર
લઘરવઘર  આ જીવન  પગથી  સુખ સંસારની ભાસે
કેમ કરીને  પ્રેમ મેળવવા  જીવડાં  મનથી  વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
                                                           …માયાવી સંસાર
                   ———

Mr.Rice


Happy Birthday          

             Mr. L e o n a r d   R i c e.

             (Counselor,Houston Community Collage System, Houston)         

                                                                                     Happy Birthday

                         Happy, Happy, Happy Birthday.

                    Many, Many, Many returns of the day.

        May Lord Jesus bless you, May Lord Jesus Protect you.

                       May Lord give you healthy life.                    

               May Lord take care of your life.

              May Lord be with you in your life for your life,

               Because your are so nice and you are so wise.

              That’s why we pray for you on your Birthday.

                    

                   Jesus is Lord; L.D.Rice is your father,

                You have Mary Eve as a mother in your life.

            They must be nice, because you are nice and wise.

                             Pray for them, pray for life.

                   Pray for your sister Melissa all the time

                     We all to gather on this very nice day.

                 That’s why we pray for you on your Birthday.

 

                         Mr. Leonard Rice is always nice

                  Where ever he goes he loves Jesus twice.

                         He was born on Feb.1st 1932

                 May he always live healthy and happy life.

            Never he got sick nor he get weak and never be lazy

                                              That’s why

                       Pradip respects him, Dipal respects him

             And Lord Jesus loves his child as we love from our heart  

                     That’s why we pray for you on your Birthday 

 

                            You are always nice fellow Mr.Rice

                          May you have a happy and healthy life.

                          People love you because Jesus loves you

                  People always love you because you love the people    

                   We pray Lord Jesus, we pray the almighty God  

                          We pray Jalaram Bapa for your life  

                   That’s why we pray for you on your Birthday    

                                                   *************   

                        This poem is for Mr.Leonard’s Birthday with

                                               Love and Respect

                                                        From,

           Pradip & Dipal Brahmbhatt with the Staff    of Alief  Campus.           

                 of   Houston Community College System, Houston. Tx.

ગુજ્જુ છુ હું નિરાળો


                            ગુજ્જુ છુ હું નિરાળો          
                                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવો હું ગુજરાતી ભઈ ને રમા મારી છે ગુજરાતણ.
           હ્યુસ્ટન આવ્યા કેમ અમે ભઈ તેની ના કોઈ રામાયણ.
                                                                  ….તેવો ગરવો હું ગુજરાતી.
સુરજ ઉગતા ઝળહળે જેમ જીવન તેમ રવિ અમારો દીપી ઉઠે;
               માનવ મનડાં તૃપ્ત જીવનને સદા નિરંતર તરસી રહે ,
વણ માગેલી આફત જ્યાં આવે ત્યાં ગુજરાતી ભઈ ટકી રહે;
               આકુળ વ્યાકુળ કુંજ ગલીમાં સાચું જીવન તે શોધી રહે.
                                                                 ….તેવો ગરવો હું ગુજરાતી.
જીભે હેત ને હૈયે હેટ , માનો મળ્યો ગુજરાતી એક;
               રોજ સવારે ભજન કિર્તન ને સાંજે સાયં દિપ કરે.
પ્રેમ મળે જેને ધરમાં ને જગમાં સૌમાં સ્નેહ જુએ;
        હાથમાં હાથ રાખીને દેતો ટેકો કાયમ હૈયે છે આનંદ દીસે.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.
વ્હાલું અમારું સંવત વર્ષ દીવાળીએ સૌ આનંદ કરે;
                એકમેકના દુઃખડાં ભૂલીને મનડાં સૌના મળી રહે,
વ્હાલી અમારી દીકરી દીપલ આવી અવની પર તે દીને;
       દેશ ઉજવે દીન ખુશહાલે લાગે જન્મદીન દીકરીનો ઉજવાય.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.
નથી કોઇ માયા દેહને આજે આત્મા તણો આનંદ મળે;
              પ્રદીપ બની જીવન છે જીવતાં હૈયે આનંદ મળી રહે,
નહીં કોઇ લાલચ નહીં કોઇ મોહ મિથ્યા અમોને લાગે રે;
             સાર્થક જીવન જલાને શરણે ત્યારે સાચો હું ગુજરાતી ભઇ.
                                                                ….તેવો ગરવો હું ગુજરાતી.

                                 xxxxxxxxxx