પધાર્યા અવતારી


                      two-wince.jpg

                                    પધાર્યા અવતારી
     પ્રદીપ બ્રહ્મભટ્ટ                                          ૧૬મી જુન ૨૦૦૭.
આંગણું અમારું  પાવન કરવા આજે, મોક્ષ  પામર જીવોને  દેવાને કાજે,
શ્રધ્ધા અમારી સાકાર કરવાને સારું,પ્રેમે સાંભળી અમારા હ્રદયનો પોકાર
આવ્યા મુજ પામરને દ્વાર,ધન્ય દિવસ છે કહેવાય,વંદન તમને વારંવાર
                                                                 ..કૃપા પરમાત્માની કહેવાય
માબાપની એવી કૃપા  અમો પર થઈ,ને પ્રીતી  ભક્તિ તણી બંધાણી
ઈષ્ટદેવને ઓળખવાને,મનડું હરદમ તરસી રહેલું,પામવા દર્શન કાજે
સહજાનંદનું સ્મરણ થતાં, મનડું થનગન નાચે, ને હૈયે ટાઢક લાગે
                                                                .અમારો સફળ માનવ જન્મ
કૃપાથતાં પધાર્યા શ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ હ્યુસ્ટન આવી અમારે ઘેર
ભક્તિ  અમારી પ્રેમે સ્વીકારી, પરમાત્માએ પાવન કીધા અમારા દ્વાર
સહજ ભાવ અમો પર રાખી, પધાર્યા શ્રી કૌશલેન્દ્રપ્રસાદજી  મહારાજ
                                                               ..સદા અમારે હૈયે રાખજો હેત
શ્રધ્ધા અમારી સાચી નિરખી પરમાત્માની કાયમ કૃપા અમોએ  દીઠી
જલાબાપાનો ગુરુવારને તારીખ ૧૪મી જુન ૨૦૦૭ ના પવિત્ર દીને
પધાર્યા વડતાલદેશથી શ્રી રાકેશપ્રસાદજી મહારાજ દેવા પરમાત્માનોપ્રેમ
                                                                    …કૃપા અનંતઘણી કહેવાય
સંત તણી અનંત કૃપા અમો પર પધાર્યા પુ.સુર્યપ્રકાશ સ્વામી સાથે
પુ.સરજુસ્વામી પઘાર્યા હેત અમો પર રાખી દેવા આશીશ અમને
ઈષ્ટદેવની દયાદ્રષ્ટી અમો પર પધારે વારેવારે સાચી ભક્તિ અમારી
                                                                        ….સદા હૈયે હેત રાખી
ના માયાના બંધન અમને,ના લાલચ ના મોહ,લાગી લગની આ દેહે
ફળફળાદિ ધર્યા રમાએ અર્પણ કરવા સ્નેહ,આરોગો અમપર રાખી હેત
બદામ,પીસ્તા,કેસર નાખી દુધ બનાવ્યું સાર્થક કરજો સાચો પ્રેમ
                                                                  ..મુક્તિ જન્મમરણથી દેજો
મારાપિતા રમણલાલને આશિશ આપીપ્રેમ વરસાવી હૈયે રાખજો હેત
માતા કમળાબેનને સ્વીકારી ભક્તિ અમારી કાયમ દેજો અનંત પ્રેમ્
રવિ,રમા ને દીપલ વિનવે,ને પ્રદીપ,નીશીત પણ વંદે કૃપા કાજે.
                                                              ..પધારજો અવતારી વારેવારે
                                         —————–
વડતાલ દેશ ગાદીના આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી હ્યુસ્ટન પધાર્યા અને ઈષ્ટદેવનીકૃપા થકી મારે ત્યાં પધાર્યા તેની યાદ રુપે તેમની કૃપાથી લેખેલ કાવ્ય તેમની સેવામાં.

પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર હ્યુસ્ટન              તાઃ૧૬મી  જુન ૨૦૦૭.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: