ઓ અંતરયામી


                          ઓ અંતરયામી
તાઃ૧૭/૭/૧૯૮૪                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ અંતરયામી તારી લીલાનો નહીં પાર;
                           તારો મહીમા અપરંપાર,
તારી માયા એવી સમજી શકે  ના કોઇ;
                           તને કોઇ શક્યું ના જોઇ.
                                             …….ઓ અંતરયામી.

તું રામ બને રાવણને હણે;
                           તારી સીતા સરખી રાણી,
ભવસાગરમાં નિત્ય ફરે;
                           તને કોઇ શક્યુંના જાણી.
                                              …….ઓ અંતરયામી.

કોઇ કૃષ્ણ કહે ગોપીઓમાં ફરે;
                          તારો મહિમા કોણ કહે,
તું જ્યાં ત્યાં ફરે તું રાસ રમે;
                          તું મનડાં સૌ ના હરે.
                                             …….ઓ અંતરયામી.

સૌ કોઇ ચહે તને અલ્લા કહે;
                         તને ઇસુ તણો અવતાર,
ક્યાંક્યાંનાજલેતારો દીપકહે;
                         ઓ સૌના મન હરનાર.
                                             …….ઓ અંતરયામી.

અવનીપર અવતાર ધરેલા;
                        દુઃખીયોના બને સહારા,
આ દેહ પડેજગમાં જ્યારે;
                        ભવસાગરનો તુ કિનારો.
                                             …….ઓ અંતરયામી.

########################

તારો પ્રેમ


                           તારો પ્રેમ

હસતું  મુખડું જોઇને તારું, મનમાં કંઇ કંઇ થાય
પ્રેમપામીને સાથેજીવશું,જોજે જીવનએળે નાજાય
                                                         …..હસતું મુખડું

તારી લાગી મનને માયા,ર્હદયમાં કંઇ કંઇ થાય
સમજાય નહી કંઇ તોય ગમેતું,જીંદગીમાંતુંઆવ
                                                         …..હસતું મુખડું

તારા પ્રેમને પામીને ગોરી,મનડાં તરસ્યા દેખાય
તારા પ્રેમને તરસી રહ્યો આ પ્રેમી પુરણ થાય.
                                                        …..હસતું મુખડું
Pradip           ————————-       

સેલ


                       સેલ Sale.
                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

Sale સેલની રાહ જોતાં જોતાં,
                        ભઇ વ્હેલ જ નીકળી ગઇ;
કિંમત ઘટશે,કિંમત ઘટશે તેમ કહેતા,
                        ત્યાં ચાર ઘણી થઇ  ગઇ.
                                                 ……..સેલ સેલની
એક ડોલરનો પ્યાલો શોધતો,
                       દરરોજ સેલની સામે હું જોતો
ચાર ડોલરનો દીઠો આજે
                    પસ્તાતો હું મનથી ગઇકાલને માટે
                                                   ……..સેલ સેલની
શર્ટ સેલમાં,પેન્ટ સેલમાં
                     સાતડોલરમાં ખરીદી લીધા જઇ
લાવ્યો ખરીદી ખુશીખુશીએ,
                    નેબર કહે બેડોલરમાં બધેમળેઅહીં
                                                  ……..સેલ સેલની
ઝારો લીધો,ચમચો લીધો
                    ચાર ચાર ડોલરમાં જઇ
ચબરખી પાંચ ડોલરની તહીં
                    ડોલર સ્ટોરમાં દીઠા ડોલરમાં
                           આંખો ચમકી ગઇ………..સેલ સેલની

         ++++++++++++++++++++++++++

આતમ જ્યોત.


                         આતમ જ્યોત
તાઃ૫/૬/૧૯૮૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

(On my Birthday at my sister’s home,Ohio.) 

અંતરમાં થાય અજવાળા
                         જાગે મનની જ્યોત
પ્રેમ ભર્યો છે આ જગમાં
                          જાણે સ્નેહસાગર જેવો….અંતરમાં

સંસાર સજેલા સ્વપ્ના જેવો
                        પ્રેમ,હેત મળે જ્યાંત્યાં
જો જાગે અંતરની જ્વાળા
                         લાગે આ જીવનની માયા..અંતરમાં

બંધ થયેલા ચર્મચક્ષુ
                        મિથ્યા અનંત ભાસે
આકુળવ્યાકુળ મનને મળશે
                        સાજન સરખા હેત બધે….અંતરમાં

                 ———————

ભવસાગર


                        ભવસાગર
તાઃ૨૨/૭/૧૯૮૨      આણંદ     પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
કોઇ નથી અહીં તારું,
                        આ ભવસાગરમાં
                                            કોઇ નથી અહીં તારું.

જગની માયા કાયાને વળગી,
                         કોટી કરો રે ઉપાય;
જોઇ જગતની મિથ્યા લીલા,
                                    માણી રહ્યા નરનાર.
                                        ……….આ ભવસાગરમાં.

કાચી માટીની કથળેલી કાયા,
                              ક્યારે કરમાઇ જાય;
કોઇ ના સાથે કોઇ ના સંગે.
                              એકલ સૌ જગમાંય.
                                       ……….આ ભવસાગરમાં.

સાચી તારી સ્નેહ ભરેલ,
                             પ્રેમની જ્યોત જલે;
પરદીપ બનશે આજગમાંહી,
                             પાવક પ્રેમનો સંગ.
                                         ………આ ભવસાગરમાં.

 ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ

રે મનડા


                        રે મનડા

તાઃ૩૦/૫/૧૯૭૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
                                                ……….કેમ કરીને.

કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
                        કર્મનો છે અણસાર ….કેમ કરીને.

મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
                        જગની ચિંતા છોડ …..કેમ કરીને.

 ————————-

आराधना


                              आराधना
ताः५/५/१९७९.                               प्रदीप ब्रह्मभट्ट

*(मंदीरके द्वारपर खडे एक अंधभीक्षुककी आवाज)

तेरे दर्शनको आये हुओको हजारो सलाम
तेरे द्वार खडा तेरा ये द्वारपाल ओ परवरदीगार.
                                                  ……..तेरे दर्शनको.

जीवन जगका पाया सबने,हमने उसको पाया
पा सकते तेरी असीम भक्ति,पाजाता जगसारा
तेरे सामने आके हाथ पसारे..(२)
जो होगा थोडा दुःखी………………..तेरे द्वारपर खडा.

अपना सबकुछ तेरी शरण,पाना है सुखधाम
ज्योति मेरी क्यु ली तुने,मुझको क्युसताया
दीप जलाकर अपने मनका..(२)
पुरण करनी आशा …………………तेरे द्वारपर खडा.
       

                    @@@@@@@@@@@@@@

સફર જીવનની


                      સફર જીવનની
તાઃ૧/૨/૧૯૭૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન સફરમાં અટવાયો છું,રસ્તો મળતો નથી
પ્રેમ તમારો પામીને હું,તુજને ભુલી શક્તો નથી.
                                              ………જીવન સફરમાં
ક્યાં જવું આ રસ્તા પર,કોઇ સહારો નથી..(૨)
માન્યા મેં તો મારા જેને,આજે કોઇ નથી..(૨)
જીવન પથનો આ સથવારો..(૨)
                               મારી સાથે નથી….પ્રેમ તમારો
અહીં ભમ્યોહું,તહીં ભમ્યોપણ,ઝાઝી જાણનહીં..(૨)
કર્મનો એ ભેદ ભરમમાં,નીરખી ને હું બેસી રહું..(૨)
સુઝતુ નથી આ મનમાં..(૨)
                               મંજીલ નક્કી નથી…પ્રેમ તમારો
  ——————————–

સતસંગનો સંગ


                      સતસંગનો સંગ

તાઃ૧૨/૨/૧૯૮૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સતસંગનો સંગ એવો રે મનવા..(૨)
કે જાય નહીં જનમો જનમે હો મનવા……..સતસંગનો.
સંગત સ્વામી સાધુ કેરી….(૨)
              મનમાં લાગી લગન તેવી…(૨)
હે..તારા દર્શનથી,હો મનડાં પાવન થાય
ઓ જોગી ઓ યોગી,દર્શન દઇને ઉગારો રે મનવા,
                                             ………સતસંગનો સંગ.
ભવસાગરમાં ઘુમવા આવ્યો..(૨)
           લાજશરમ મુકી ભજવા લાગ્યો…(૨)
હે..મનમાં તારું સ્મરણ થાયને હૈયે આનંદથાય
ઓ સ્વામી મને સંગ લગાડો ને દોરજો ભક્તિ કાજે.
                                              ………સતસંગનો સંગ.
કાયા કાચી માટી કેરી..(૨)
                  ક્યારે મળી એ જાશે…(૨)
હે..જન્મોજન્મથી તારી માયા લાગે મુજને લાગી
ઓ જોગી લો પકડો હાથ મારો,લો ઉગારી મુજને.
                                             ………સતસંગનો સંગ.

***********************************

સ્નેહ જ્યોત


                     bapa-jalaram.jpg

                           સ્નેહ જ્યોત
તાઃ૨૨/૩/૧૯૭૯.      આણંદ        પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જ્યોત જલે છે પ્રેમને કાજે,પ્રીત મળે છે ભક્તિ કાજે
કે જલા તારા પગમાં નીસદીન હું પડું
આ જીવતર જીવવા શાને હું રોજ રડું…કે જલાતારા.

સ્વાર્થ ભરેલા જગમાં એકલ,સ્વાર્થ વિના તને દીઠો
પ્રેમ ભરેલા હૈયા ભીતર ,અંતરમાં મુઝાવાતા
આ ભવમાં અંતરમાં મુઝવાતા……. કે જલાતારા.

સંત સમાગમ તમથી સાચો,બાકી અર્થ વિનાનો
રામશરણ એક લીધું માની,બીજા અનર્થ બને છે
આ જગમાં બીજા અનર્થ બને છે…….કે જલાતારા.

રાગદ્વેષ અને ઇર્ષા વૃત્તિ, જગમાં અહીંતહીં દીસે
ભુખે ભમેલા જગમાં ભાસે,તરસ્યો તારી આગળ
ઓ જલાબાપાતરસ્યો તારી આગળ…..કે જલાતારા.

સૃષ્ટિ સઘળી છે સજીવ તોય,સૌને નિર્જીવ ભાસે
હું’પરદીપ’તોયે તારા સંગે જ્યોત જગાવા આવ્યો
આ ભવસાગરમાં જ્યોત જગાવા આવ્યો..કે જલાતારા.
              ——————————-