નંદકિશોર.


                      bal-krishna.gif                               

                                  નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
                          (ઢાળઃ દાદા હો દીકરી)  

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
                                 ….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
                                                    …નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
                                                    …નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
                                                     …નંદકિશોર્.

                ****************

હે મુરલીધર.


                       krishna-arjun.jpg                    

                                 હે મુરલીધર

તાઃ૫/૯/૨૦૦૭                           પ્રદીપ  બ્રહ્મભટ્ટ

હે મુરલીધર હે ગિરધારી
                વંદન આજે કરું વનમાળી.
                         હે કૃષ્ણ મુરારી,હે દુઃખ ભંજનહારી.

જીવન નૈયા, ડોલતી હાલે
                હૈયું ધડકે ,જીવન કાજે…(૨)
શાંન્તિ શાન્તિ ચહે જીવનમાં,
               ગીતગુંજન વહે નિરંતર…(૨)
                              ….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.

વંદન તમને સદેહે આજે,
                 ચહું હું તમને જીવનસાટે..(૨)
મુકુટ મનોહર શિરે શોભે
                મુરલીનીમાયાવહે નિરંતર.(૨)
                               ….હે મુરલીધારી,હે કૃષ્ણમુરારી.

                      ***************

ગુજરાતી ઐક્ય.


                           ગુજરાતી ઐક્ય.
તાઃ૨૬/૨/૧૯૭૪.                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાપુ ગાંધીની અમરભુમિને,જેણે સદીયો યાદ કરાવી,
આઝાદી ને લાવી તાણી, ગુજરાતીની  જીદ પુરાણી.
             …જય જય ગુજરાત,જય જય ગરવી ગુજરાત.
વંદુ મા ભોમને જેણે ,વીરોને અવતાર દીધો;
દુધમાં જેણે અમૃતદીધું,ભુલીએ કેમ કરી તેને,
એક એક ગુજરાતી વીર,બન્યો સોને એ ભારે;
મરતાં મરતાં માર્યા એણે,સુબેદાર સોને ભારે.
                                                     …..આઝાદીને લાવી.
ઓગણીસો બેંતાલીસની એ,સાલ હતી મહાન;
તેને હાલ ભુલી ગયા સૌ,યાદ ગઇ અહીંસાની,
ઓગણીસો ચુંવોતેરમાં એ,નાદએકદમ જાગ્યો;
નિશસ્ત્રબની સૌ નરનાર,તુટી પડ્યાજનતાકાજે.
                                                      …..આઝાદીને લાવી.
બાપુની મહેનત લાવી તાણી,ભારતની આઝાદીને;
લડતઆપણી મક્કમનિર્ણય,નહીં છોડે પોતાની ટેક,
દસમી જાન્યુઆરી હતીત્યારે,સાલ હતી ચુંવોતેરની;
વિધ્યાર્થીઓના પડકારે, પડકાર દીધો  સરકાર ને.
                                                      …..આઝાદીને લાવી.
મક્કમનિર્ણય ચીમનભાઇનો,ફગાવી દીધો નવનિર્માણે;
અહિંસામાં ન માનનારાને,હિંસાનો પણ પાઠ ભણાવ્યો,
ચીમનભાઇના  પ્રમુખપદાને, છોડાવી ના જંપ્યા સૌ;
લીધારાજીનામા કર્તાઓના,અરાજકતાના નિર્માતાઓના.
                                                        …..આઝાદીને લાવી.
કાળા બજાર કરતા ઠગોને,છડે ચૉક સડાક કરી દીધા;
હજુ રહેલા દુષણોમાં,વિધાનસભાનું વિસર્જન છે બાકી,
થશે વિસર્જન રહેશે ટેક,નર્મદાના ચુકાદાની વર્ષોજુની;
ગાંધીજીની ટેક લાવી આઝાદી,અમેરહ્યા તેમના સંતાન.
                                                         …..આઝાદીને લાવી. 
અમર ટેક અમર વીરોની, છપ્પનના બલિદાન થયા;
પણ નાછોડે ગુજરાતી વીર,ભલે જાય સો જણનાજીવ,
‘પરદીપ’ બનીને દીપી જશે,યાદ કામની રહી જશે;
ભુલો ભલે બીજુ બધું,ના ભુલશો બહાદુરી ગુજરાતીની.
                                                       …..આઝાદીને લાવી.

                         ~~~~~~~~~~~~~~~
   ઉપરોક્ત રચના ગુજરાતમાં ૧૯૭૪ના નવનિર્માણ વખતે ગુજરાતી
જનતાની બહાદુરી ધન્યવાદને પાત્ર હોઇ તે બિરદાવવા માટે આણંદના
સ્થાનીક દૈનિક પેપર આનંદ એક્સપ્રેસમાં છપાઇ હતી…….પ્રદીપ.
           —————

ओ मेरे राम.


                         poster-2.jpg                      

                            ओ मेरे राम.
                                                   प्रदीप ब्रह्मभट्ट
तेरे नाममे पाया सब संसार ओ मेरे राम
नाम तुम्हारा, काम हमारा,  होगा वैसे पार
                                                      …ओ मेरे राम.
जगकी चिंता करतेकरते होगये हमबदनाम
तबनाम तुम्हारा लेकरही, हम पुरेगये भान
                                                      …ओ मेरे राम.
शरणमेंआकर सबकोजीना मनकर्मओर प्राण
तुझकोपाकर सबकोपाया करदु नीजको दान
                                                      …ओ मेरे राम.
जीवनके सुख पैयोको हमचले चलाये आज
दुःखकीआती कोइचिनगारी उसे करदेते पार
                                                     …ओ मेरे राम.
            @@@@@@@@@@@@@