ભાવથી જમાડું.


                        brahmaji.jpg 

                             ભાવથી જમાડું

તાઃ૧૬/૮/૧૯૭૬.                           પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભાવથી જમાડું ભોજન,ઓ ગિરધારી ..(૨)
પુરી અને શાક થોડું,શીરામાં ઘી છે ઝાઝું.
                                                     … ભાવથી જમાડું.

ભક્તિ ને ભાવ મારો,સૌથી અનેરો સારો.(૨)
મેવા મિઠાઇ નથી,જે છે દીધુ છે અહીંથી.(૨)
તરસી રહ્યો હું મુક્તિ જગજીવન જગથી.
                                                       …ભાવથી જમાડું.

દાળઅનેભાતમીઠા,મનથીકચોરી છેકીધી.(૨)
ઝાલીલો હાથ મારો,જન્મોજનમથી તરસે.(૨)
સ્નેહ અને ભાવેવંદુ,જગના પાલનહારને.
                                                        …ભાવથી જમાડું.

અંતરના અજવાળે ને પ્રેમના પુરકપ્યાલે.(૨)
ભાવથીપીરસું તમને,મુક્તિમળવાનીઆશે.(૨)
સંતોના ગુણલાં ગાતાં,મનમાં ઉમંગો થાતાં.
                                                       …ભાવથી જમાડું.

પ્રેમે બીરાજજો હૈયે અમારે,શ્યામસુંદર બલિહારી(2)
ગિરધારી છો,વનમાળી છો,છો ચિતડાના ચોર,
હૈયે રાખી હેત અમોને,દેજો મુક્તિ જનમથી.
                                                 ..માગું એટલું મનથી.
                         **************
                        

કિસ્મત.


                                  કિસ્મત

તાઃ૧૨/૧૧/૧૯૭૫                પ્રદીપ બ્રહ્મભટ્ટ.                    

મારું કિસ્મત કેવું છે,જેણે લખ્યું હોય તે જાણે,
પણ આજ મઝા માણીલે,કાલ કેવી કોણ જાણે
                                                           …મારું કિસ્મત.

એકડોનેબગડો,તગડોનેચોકડો,એમવીતીગયારેવર્ષો
આજ ફરી નહીં આવે કાલ,વરસોનોભઇ સો ભરોસો
સુરજ ઉત્તરમાં નહીં ઉગે, પુરવ ને મુકીને
નાહકની ચિંતા શું કરે, જાણી લે તું થોડી બાકી.
                                                              …મારું  કિસ્મત.

જંતર મંતર છુછલંદર, દુનીયાના એ ખેલો
અરેજ્યાંજુવોત્યાં એતો હોયે,જ્યાં છે ભાઇ મેળો
દોડી એતો જાગી જાણે,આવે જ્યારે નીચે રેલો
કરોનહીવૃથા આજીવન,મનેમળો જાણીલો કાલતમારી.
                                                                    …મારું કિસ્મત.

+++++++++++++++++++++++++++++++++++

માયા બદલે કાયા


                           માયા બદલે કાયા
પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જન્મ ધર્યો આ અવનીપર,ના કપડાં નાલફરાનું કોઇ ભાન
સકળ જગતની માયા એવી, ના લખી ના લખાય.
                                                …….એવી કુદરત છે કહેવાય.

નાની કાયા,નાનું મન, નાના પગને  નાના હાથ
બુધ્ધિ  પરમાત્માએ  દીધી, નાના આવે  વિચાર
ના સૃષ્ટિ કુદરતની સમજાય, કેવીઅકળ લીલા છે કહેવાય.

સકળ જગતનો ભાર લીધો ને, દીધો માયાનો ભંડાર
જન્મ્યો જ્યારે ત્યારથી માયા ના ઓળખી ના ઓળખાય
મનમાં કાયમ ગડભાંજ પરમાત્માના સ્વરુપની થતી જાય.

કથા કુદરતની ના કહેવાય,અવનીના જીવોને નાસમજાય
લગીર માયા વળગી ગઇ તો, જન્મ જન્મ મળતો જાય
સગપણ  સંસારીને મળતું, કાયા મળતી  મોહમાયાથી.

મળેલ માનવ જન્મ તમારો, ના અળગો રહી શકવાનો
કર્મતણા બંધનથી છુટવા,સાચાસંતની સેવાકરી લેવાની
મુક્તિ તણા દ્વાર ખોલીને,પરમાત્માથી જીવને જોડી લેવાનો.

               ################