યાદ.


                            યાદ

તાઃ૧૬/૯/૧૯૭૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ            

વિસરી ગયા હશો તમે મને;
             પણ હું કેમ તમને ભુલુ,
યાદ તમારી આવશે ત્યારે;
                       જ્યારે આ દીન આવશે ફરી…વિસરી..

સત્ય ને અસત્ય ઘરના માનતા હશો
            પણ પ્રેમને તમે ક્યાં જાણતા નથી
દરિયો ડહોળાઇને જ્યારે વિષ મળે
                     કેવી સ્થિતિ હશે ત્યારે જ મારી……વિસરી.

આજ છુપાવો કાલ છુપાવશો
             ક્યાં લગી આમ તરસાવશો.
જીંદગીની આખરી ઘડી સુધી
                    મને વિશ્વાસ છે આપનો……….વિસરી.

માન્યા તમને જીવનસંગીની
            ખબરનતી કે આમ વિસરાઇ જશો
પણ વિશ્વાસ વસ્યો હ્રદયે મને
                     કે કાલ મને તમે મળશો નક્કી…..વિસરી.

હેત તમનેછે છતાંકેમ બોલતાનથી
            પ્રેમ મુજનેકરવાછતાંચહીશકતાનથી
તોડી દો આ જગતના બંધન તમે

            ‘પરદીપ’કાજે જગતને ત્યજવા આજે..વિસરી.

        ———————

સાચું સગપણ.


                        સાચું સગપણ
તાઃ૨૧/૨/૧૯૭૬.                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

ભજીલે ભજીલે મનડાં, રામનું નામ  ભજીલે
ત્યજીલે ત્યજીલે તનડાં,કાયાના માન ત્યજીલે…ભજીલે.

જગમાં મળેલું જીવન,મોંઘું અમુલુ છે..(૨)
મનથી કરેલું કરમ, સૌથી અનેરુ છે…(૨)
તનના ને મનના મુકી..(૨)
માન અપમાન  ભુલી..(૨)
કાયાથી (તું) કામ કરીલે ….રે મનડાં…….ભજીલે.

મારું ને તારું અલ્યા,ક્યાં લગી જાણું..(૨)
પળઅનેબેપળ પછી,વિસરી જવાનું સારું..(૨)
વસમી વેળાઓ તારી..(૨)
પહેલેથી  જાણી લેજે…(૨)
મનથી (તું) રામ સ્મરીલે ….રે મનડાં…….ભજીલે.

કર્મનેમર્મ તો છે,જગમાં જ ઝાઝાતારા..(૨)
બાકીનથી અહીંતારું,સાથે નથી કોઇ વ્હાલું..(૨)
ભેદને જાણ મનડાં ..(૨)
ત્યજીલે માન મનના..(૨)
છેલ્લી સફર (તું) ભરીલે …..રે મનડાં…….ભજીલે.

    *************************

મનોકામના.


                          મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.

છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
                      મેં જીવન જીવવા કાજે..તરસ્યો.

આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
           પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો

 ————————————