લગન કરું.


                            લગન કરું.
તાઃ૧૮/૯/૨૦૦૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લગન કરું હું લગન કરું હું,
                ઢોલ ઢમકાવતો હું કહું છુ ભઇ       
                                           ….લગન કરું હું..(૨)
છોકરી દીઠી ગયા મહીને મેં;
              વાત નક્કી કરી આ મહીને મેં,
માબાપને તો ખુશી એવી;
              જાણે આવી વહુ લાડલી.
                                             …લગન કરું હું..(૨)
દોસ્તો ઘણા પરણી ગયા છે;
               મનમાં ચિંતા લબડી ગયાની,
સૌ પરણ્યા ને હું કેમ કુંવારો;
               નથી મારામાં કોઇ ખામી.
                                          ….લગન કરું હું..(૨)
શામળાભાઇ તમેજલ્દી આવજો;
               કાન્તાકાકી મમ્મીને મળજો,
લેજો લ્હાવો તમે ગામના લોકો;
                આ અવસર સુંદર મારો.
                                            ….લગન કરું હું..(૨)
ઉતાવળમાં બંડી ભુલ્યો;
                દોડાદોડમાં ભુલ્યો પાયજામો,
ગામમાં દોડ્યો સૌને કહેવા;
                દોડતા લોકો મને જોવા.
                                            ….લગન કરું હું..(૨)
અને….
….આમ દોડાદોડમાં જ્યારે સાચી પરીસ્થિતિનો ખ્યાલ
આવ્યો ત્યારે શબ્દો આપોઆપ બદલાઇ ગયા..  
             …....અને
ભજન કરું હું ભજન કરું;
                 રોજ સવારે ભજન કરું,
રોજ સાંજે ભજન કરું;
                 ઉજ્વળ જીવન જીવવા કાજ
                                            ….ભજન કરું હું..(૨)
ભોજન કરી ને માળા કરું હું;
                પામવા કૃપા રટણ કરું છું,
મળજો રામ ને મળજો શ્યામ;
                મનમાં રટણ જયજયજલારામ.
                                            …..ભજન કરું હું..(૨)

**********************************