અર્ચના.


                          saibaba-shiva.jpg    

                                અર્ચના
તાઃ૨૬/૯/૧૯૭૮.                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે જગતના તારણહારા રે,હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ સુખની કાજે ..(૨),સર્વની સાથે..(૨)
તુજ ચરણે શીશ નમાવીએ…(૨)
                               ……હે જગતના તારણહારા રે
આ  શીતળ સંધ્યે, છે નિર્મળ હૈયે..(૨)
આત્મા સો પરમાત્મા..(૨)
સીતાપાર્વતી,લક્ષ્મીરાધે,રામશંકર,વિષ્ણુકૃષ્ણે;
છે અમ સૌ તુજને શરણે….(૨)
                                     ……હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ જીવન સાટે,છે જ્યોત પ્રેમની..(૨)
જલે દીપ જેમ જગની કાજે..(૨)
અલ્લાઇશ્વર,ઇસુઇસાઇ,ગુરુગોવિંદ,જલાસાંઇ;
વંદન અમ સૌ ના તુજને….(૨)
                                   ……હે વિશ્વંભર હે સ્વામી રે.

       ///.,.,.,.,.,,.,.,.,.,.,.,.,.,.,.,.,.///

રામ ભજીલે.


                        ram.jpg    

                          રામ ભજીલે.
તાઃ૧૧/૮/૧૯૭૮.                પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે ,રે મનડા..(૨)
જંજટ તારી આ જનમની..(૨) ત્યજી લે.
                      રે મનડાં જંજટ તુ ત્યજી લે.
                                                 ….રામ ભજન.
કર્મની દોરે તુ બંધાયો,
           જગના જીવન સાથે તુ સંધાયો..(૨)
મનથી માની લે આ ભવમાં..(૨)
           દરીયો આ તરી લે રે મનડા..(૨)
                                                  ….રામ ભજન.
સર્વના સંગે તું ખેંચાયો,
           મિથ્યા આબંધનમાં તું બંધાયો..(૨)
તનથી તારા થાય જેનું અર્પણ..(૨)
           દીલથી રામને કરી દે રે મનડા..(૨)
                                                    ….રામ ભજન.
            *********************