એકાંત.


       એકાંત ……પ્રદીપ બ્રહ્મભટ્ટ

એકાંત મને મળે તો
મન મુકીને માણી લઉ
હું
મનમાં ઉઠેલા તરંગોને
મને મળેલા સ્નેહને
મને મળેલા માનને
મને મળેલ પ્રેમને
મને મળેલ સન્માનને
મને મળેલ માબાપને
મને મળેલ આધારને
મને મળેલ ભગવાનને
મને મળેલ સંસ્કારને
મને મળેલ સહકારને…..

ગરબે ઘુમતી.


                           ગરબે ઘુમતી.
તાઃ૧૪/૧૦/૧૯૮૩.                     પ્રદીપ બ્રહ્મભટ્ટ.

માડીને ગરબે,દઇને બે તાળી;
                          ગરબે ઘુમતી,જગની આ નારી,
ઓ મા,મારી અંબે, માડી કાળકા, માડી બહુચર,
                             રમવા આવો મારે ગરબે..(૨)
                                                      ……માડીને ગરબે.
મા અંબા પધારે..(૨)રુમઝુમ કરતી
                                સાથ સહેલીયો ગરબે મારે,
શોભા અનેરી કહી શકાયના
                              નાકેછે નથણી નેહાથેગુલાલછે
માડીને પગમાં..(૨)ઝાંઝર ઝમકે છે.
                                                  ….ઓ મા,મારી અંબે.

પાવા તે ગઢથી..(૨)ઉતર્યા મહાકાળી
                          આંખે અનેરુ તેજ છે ઓ માડી તારી
શીતળ તારા હાથની કૃપા,
                            ભવસાગર તરનારને,
જગનીતારણ હાર રે,તારા હૈયે હેત રે.
                                               ….ઓ મા,માડી કાળકા.

મા બહુચર તારી..(૨)ભક્તિ લાગી
                               ગરબે મારે પધારજે ઓ માડી
ચુંદડી તારી લાલગુલાલ છે,     
                               ભાલે તારે તેજ અનેરુ.
હૈયે રાખી હેત મા તું આવી ગરબે ઘુમવા છેક.
                                              ….ઓ મા,મારી બહુચર.

           ————————————

ઓ જલાબાપા


                      

                           ઓ જલાબાપા.
તાઃ૨૩/૯/૧૯૮૩                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

(At my brother Sudhir’s home,Allentown,PA)

અંતરમાં થાય અજવાળા,ઓ જલાબાપા..(૨)

રોજ રોજ તમને સ્મરી રહ્યો છું,
                           અંતરની વાતો તમને કરી રહ્યો છું.
આંખોમાં સમાયા, હ્રદયે બીરાજ્યા, તોય મને તરસ છે.
                         ઓ જલારામ બાપા….અંતરમાં થાય.

અહીં તહીં ભટકી હું જીવી રહ્યો છું,
                           ના કોઇ સહારો તોય ભમી રહ્યો છું
ઝાલોનેહાથમારો, દોસથવારો,મળશોમને થાયઅંતરમાં.
                         ઓ જલારામ બાપા….અંતરમાં થાય.

જેવું જેનું થાય જગતમાં,ગત જન્મોને સહારે,
                              હું તો તમારે શરણે જીવી રહ્યો છું,
ઉગારો સાગરથી, માનો તમારો, જીવન જીવવા સહારો.
                          ઓ જલારામ બાપા….અંતરમાં થાય.

રામે તાર્યા અહલ્યાને,નામે તાર્યા સેતુ,
                       પ્રદીપને  છે એક સહારો જલારામનો,
રામ છે જેના,  કામ કરે છે,તારે મૃત્યુ સાટે ભવસાગરે,
                        ઓ જલારામ બાપા….અંતરમાં થાય.
 
 *****જય શ્રી રામ,જય જય જલારામ.*****