જય મેલડી મા.


                    

                           જય મેલડી મા
તાઃ૧૫/૬/૧૯૭૮                       પ્રદીપ બ્રહ્મભટ્ટં

જગમાં જેનું નામ સદાયે,ગુંજે છે ઘરઘરમાં
મા તારા હેતના પ્યાસા,તુજ ચરણે સૌ વંદે.
                       ….માતા મેલડી ઓ મા મેલડી..(૨)
જગમાં જીવન જીવતા,છે લાખો તારા શરણે
ઓ મા..(૨)તારી પામી કૃપા લેવા કાજ
દુઃખઅનેસુખની આ શૈયાને શરણે તારે દેતો
                      …મા મેલડી તારો જય જયકાર..(૨)
પ્રેમ સ્નેહના ગીતો ગાતા,મળતા હૈયા દ્વારે
ઓ મા.(૨)તારા દ્વારે ઉભો હું આજ
મારા કર્મોની ઝંઝટથી,મુક્તિ દેજે આજ 
                      …મા મેલડી તારો જય જયકાર..(૨)
એક આશ અંતરમાં માડી,રાખજે હૈયે હેત
ઓ મા.(૨)બાળ તારા વંદે તુજને
પ્રદીપ સાથે સૌ વંદન કરતાં વ્હાલા બાળ
                      …મા મેલડી તારો જય જયકાર..(૨)
   

               *-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*