સફર જીવનની


                      સફર જીવનની
તાઃ૧/૨/૧૯૭૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન સફરમાં અટવાયો છું,રસ્તો મળતો નથી
પ્રેમ તમારો પામીને હું,તુજને ભુલી શક્તો નથી.
                                              ………જીવન સફરમાં
ક્યાં જવું આ રસ્તા પર,કોઇ સહારો નથી..(૨)
માન્યા મેં તો મારા જેને,આજે કોઇ નથી..(૨)
જીવન પથનો આ સથવારો..(૨)
                               મારી સાથે નથી….પ્રેમ તમારો
અહીં ભમ્યોહું,તહીં ભમ્યોપણ,ઝાઝી જાણનહીં..(૨)
કર્મનો એ ભેદ ભરમમાં,નીરખી ને હું બેસી રહું..(૨)
સુઝતુ નથી આ મનમાં..(૨)
                               મંજીલ નક્કી નથી…પ્રેમ તમારો
  ——————————–

સતસંગનો સંગ


                      સતસંગનો સંગ

તાઃ૧૨/૨/૧૯૮૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સતસંગનો સંગ એવો રે મનવા..(૨)
કે જાય નહીં જનમો જનમે હો મનવા……..સતસંગનો.
સંગત સ્વામી સાધુ કેરી….(૨)
              મનમાં લાગી લગન તેવી…(૨)
હે..તારા દર્શનથી,હો મનડાં પાવન થાય
ઓ જોગી ઓ યોગી,દર્શન દઇને ઉગારો રે મનવા,
                                             ………સતસંગનો સંગ.
ભવસાગરમાં ઘુમવા આવ્યો..(૨)
           લાજશરમ મુકી ભજવા લાગ્યો…(૨)
હે..મનમાં તારું સ્મરણ થાયને હૈયે આનંદથાય
ઓ સ્વામી મને સંગ લગાડો ને દોરજો ભક્તિ કાજે.
                                              ………સતસંગનો સંગ.
કાયા કાચી માટી કેરી..(૨)
                  ક્યારે મળી એ જાશે…(૨)
હે..જન્મોજન્મથી તારી માયા લાગે મુજને લાગી
ઓ જોગી લો પકડો હાથ મારો,લો ઉગારી મુજને.
                                             ………સતસંગનો સંગ.

***********************************

સ્નેહ જ્યોત


                     bapa-jalaram.jpg

                           સ્નેહ જ્યોત
તાઃ૨૨/૩/૧૯૭૯.      આણંદ        પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જ્યોત જલે છે પ્રેમને કાજે,પ્રીત મળે છે ભક્તિ કાજે
કે જલા તારા પગમાં નીસદીન હું પડું
આ જીવતર જીવવા શાને હું રોજ રડું…કે જલાતારા.

સ્વાર્થ ભરેલા જગમાં એકલ,સ્વાર્થ વિના તને દીઠો
પ્રેમ ભરેલા હૈયા ભીતર ,અંતરમાં મુઝાવાતા
આ ભવમાં અંતરમાં મુઝવાતા……. કે જલાતારા.

સંત સમાગમ તમથી સાચો,બાકી અર્થ વિનાનો
રામશરણ એક લીધું માની,બીજા અનર્થ બને છે
આ જગમાં બીજા અનર્થ બને છે…….કે જલાતારા.

રાગદ્વેષ અને ઇર્ષા વૃત્તિ, જગમાં અહીંતહીં દીસે
ભુખે ભમેલા જગમાં ભાસે,તરસ્યો તારી આગળ
ઓ જલાબાપાતરસ્યો તારી આગળ…..કે જલાતારા.

સૃષ્ટિ સઘળી છે સજીવ તોય,સૌને નિર્જીવ ભાસે
હું’પરદીપ’તોયે તારા સંગે જ્યોત જગાવા આવ્યો
આ ભવસાગરમાં જ્યોત જગાવા આવ્યો..કે જલાતારા.
              ——————————-