સુવિચાર


                        સુવિચાર                                         દીપલ બ્રહ્મભટ્ટ
હ્યુસ્ટન                                    ૮૩૨/૮૮૬-૫૭૮૩

* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
   તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
* પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઇએ.
* મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.
* સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
* બાહ્ય ચક્ષુ કુદરતને જુએ,અંતર ચક્ષુ પરમાત્માને જુએ.
* જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે.
* ગુરુ બે છે.એક આત્માનું કલ્યાણ કરે,બીજા જીવનનું.
* માગવું તે પામરતા છે,મળવું તે લાયકાત છે.
* મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે,ફળ તે તેની સાર્થકતા છે.
* તારું મારું એ અજ્ઞાનતા છે,અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે.
   
નોંધઃ ઉપરોક્ત સુવિચાર મારી દીકરીના છે જેમાં હું પણ સહમત થઉ છું.
         લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.   
 
                                     ((((((((((((()))))))))))))

સંકલ્પ


                                      સંકલ્પ
તાઃ૧૪/૮/૧૯૯૭                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ ધર્મના મર્મ  જ જાણો, ભવસાગર તે તરી જવાનો
તન મન પર કાબુ જે રાખે, જીવન સાચું જીવી જવાનો
                                                                         ……….કર્મ ધર્મના.

અવતાર મળે છે એકજ સૌને, તરી જવું તે તમારે હાથે
આગળ પાછળના વિચાર મધ્યે,કામરહે બાકી દેહપડતાં
                                                                         ……….કર્મ ધર્મના.

સદવિચારો ની  રહી શ્રેણીમાં,આજનું કામ કરો ઝપટમાં
કાલ કરતાંકરતાં તમો,પુરણ કરશો આઅમુલ્ય જીવતરને
                                                                         ……….કર્મ ધર્મના.

કરતાં કરતાં અનેક જન્મે,મળ્યો છેઆ અમુલ્ય અવતાર
તારું મારું જગમાં કરતાં કરતાં,પરદીપ બની શકેનહીંકોઇ
                                                                        ……….કર્મ ધર્મના.

              *********      **********       ********
 

આંગળી, એક તમારા તરફ


                                      આંગળી, એક તમારા તરફ તાઃ૧૬/૧૦/૧૯૯૫                                                           પ્રદીપ બ્રહ્મભટ્ટ હ્યુસ્ટન 

                    સવારમાં ઉઠીને જ્યારે ધડીયાળ તરફ નજર કરી તો ૬.૦૦ વાગ્યાનો

ખ્યાલ  આવ્યો. રાતની મીઠી  નીંદરને ત્યજીને  બીજા દીવસના આગમનને  સ્પર્શ

કરતી સવાર આજે ઉગી તો ખરી પણ દરરોજની જેમ આજે ઉઠવામાં થોડી નરમાશ

હતી તેનો ખ્યાલ તો ત્યારે આવ્યો જ્યારે મેં સવારમાં હાથમાં આવેલ સમાચારપત્ર

પર નજર કરી, અરે આજે શનિવાર – અને કાલે રવિવાર છે. સોમવાર થી શુક્રવાર  

સુધી શનિ,રવિ ના આનંદને માટે તથા સુખને સમીપ આણવા માટે થતા કામ અને

મહેનતના અંતે માણવા મળતો રજાનો દીવસ એટલે હાશ‘.

            મને એમ કે જીવનમાં સુખ-શાંન્તિ મેળવવા અમેરીકા આવવુ જરુરી છે.

અમેરીકામાં સ્થાયી  થવાને માટે  જીવન જરુરી બધી વસ્તુઓ જે  ભાવે મળી તેના

કરતાં જે ભાવે ગઇ તેનુકશાની કરાવે તેમ હતું છતાં એક સ્વપ્ન જોયેલું કે અમેરીકા

માં જીવન  જીવવાના ઉત્તંગ  શિખરો સર  કરવા  તથા જીંદગીની  નાણાં પાછળ

ફરવાની ટેવને ભુલવા આવીપડ્યા.કદીક જીવનમાં આનંદ તો કદીક ધૃણાને મનમાં

રાખીને જ જીવન જીવવાનું  શરુ કર્યું. મનની  દ્વીધા તથા કમાવાની  લાલચને ન

રોકવાની  ઇચ્છા છતાં રોકવી પડે. કારણ આપણા દેશમાં  જન્મતાની સાથે મળેલ

ભારતીયતાને  કારણે કામધંધો  તથા વેપાર એ સહજતાથી    જીવનમાં  વણી

લેવાનું હતું તે વલણ ત્યજી  આ દેશમાં  આવી નવા દ્વારે  ઉભા રહી મારે  લાયક

નોકરી શોધવાની ઉત્સુકતા  સાથે બારણે ટકોરા મારું પણ બારણું  ખુલતાં જ  એમ

લાગે કે  મારે  લાયક નથી. આનંદના વાદળો  હતાશામાં  ફેરવાઇ  જતાં મનમાં 

ચિંતાઓના દાવાનળ ફાટી નીકળ્યા.ખરે હવે એમ લાગે કે મેં ચીંધેલી એક આંગળી

જે અમેરીકા દર્શાવતી હતી, ત્યારે બાકીની ત્રણ મારી માતૃભુમી ભારત તરફ હતી.

અને કહેતી હતી એક કરતાં ત્રણની તાકાત વધારે છે. વાત સાચીને?

                         —–$$$$$$$$———-$$$$$$$$———$$$$$$$$$——-

 

નારીના ફેર


                                 નારીના ફેર
તાઃ૨૯/૩/૧૯૭૭.                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

નારી તારા અંગે અંગે છે ફેર.
                   મનમાં ઉમંગોને મુખડા પર છે ફેર;
જ્યાંથી નીરખુ તને ત્યાંથી દીસે નહીં કેમ.
                                                      ………નારી તારા.

કાજળ જેવી આંખમાં,શીતળતાથી પડે ફેર
કાંટા દીસતા તનડામાં,પણ સ્નેહકેરો છે ફેર
પ્રેમળતાની જ્યોત જલે,ત્યારેદીપ સળગેછે કેમ
                                                     ………નારી તારા.

સોડમ તારા  અંગની,સર્વાન્ગે વ્યાપી રહે
એક ચિનગારી હેતની,જીવન પર બિછાઇ રહે
સુંદરતાના મોહમાં,કુરુપતા દીસે છે કેમ.
                                                    ……….નારી તારા.

તરસતા આ નૈનોમાં શું પ્રેમ છુપાયો નથી?
વરસતા આ સ્નેહમાં ઉર્મીઓ જાગી છે જેમ
નીડરતાના છાંયડે, બેઠો ડરપોક થઇ કેમ
                                                   ………..નારી તારા.
          @@@@—————@@@@           

સ્નેહબંધન


                                    સ્નેહબંધન
તાઃ૨૧/૧૧/૧૯૭૭                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્નેહબંધન…(૨) જગમાં સાચું,
સ્નેહ ભરેલા જીવનમાંહી..(૨)
કર્મનુ બંધન નીસદીન વાચું………..સ્નેહબંધન

પ્રેમ મળે છે પ્રેમની સાથે…(૨)
હેત દીસેલા મનડાં માની
જ્યોત જલે છે સ્નેહને કાજે
વર્ષો વીતિ ગયા….(૨)……………….સ્નેહબંધન

મેળ જગતમાં પ્રેમને કાજે..(૨)
માનો પ્રેમ મળે એ સાચો
ભાઇની જ્યોત જલે બેન કાજે
સૃષ્ટિના ભેદ અજાણ..(૨)…………..સ્નેહબંધન

                    **************
પ્રસ્તુત ગીત ગુજરાતી ફિલ્મ સ્નેહબંધન માટે નિર્માતાના કહેવાથી
લખેલ જેને આણંદના શ્રી કિશોર પંડ્યાએ ચંન્દ્રકૌસ રાગમાં ગાયેલ.

સ્નેહસંબંધ


                                     સ્નેહસંબંધ
તાઃ૨૧/૧૧/૧૯૭૭                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું છું આ સરગમનો સાથી,તું છે આ સંગીતના સુર
હૈયુ મારું એજ તરસે,મળશે ક્યાં જીવનના સુર
                                                              …..હું છું આ સરગમ

ચાંદની આ ચંદ્રની  જો,દાગ એ માં છે દીસે
ચાંદની શીતળ બની છે,સુર્યના સહવાસથી
                                                              …..હું છું આ સરગમ

તારી રાહે હું જીવું છું, સાથ છે જન્મો જનમનો
આજ આવી એ ઘડી છે,સાથે તરસું પ્રેમથી
                                                              …..હું છું આ સરગમ

  @@@@@@@@@@@@@@@@@@@@@@@

ભક્તોના વ્હાલા ભગવાન


                             ભક્તોના વ્હાલા ભગવાન

તાઃ૨૧/૨/૧૯૭૬.                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભગવાન…(૨)…હે ભગવાન.
                                          ભક્તોના વ્હાલા ભગવાન…(૨)
હે રામ,હે કૃષ્ણ,હે વિષ્ણુ,હે શ્યામ,હે ભોલે ભગવાન
લેજો મનનાપ્રેમ,કરજો પાવનજન્મ,દેજોમુક્તિ સંગ            
                                                                       …..ભગવાન
નરસીંહ મહેતાની હૂંડી સ્વીકારી કાને…(૨)
સંત સુરદાસના એ નૈનો બનીને મળ્યા
પ્રેમળદાસના  પ્રેમમાં એ પરોવાયાતા
મીરાંના હાથના ઝેરમાં સમાયો કાનો
યોગીના તનમાં ને
ભક્તોનામનમાં સમાણા રે જગતનાતારણહારા રે.(૨)
                                                                       …..ભગવાન.
શેઠ સગાળશાની કર્મોથી જીત છે…(૨)
જનમોજનમની તેણે લીધી પ્રીત છે
ઘાણીએ બંધાયો વ્હાલો….(૨)
સહન કરે છે એતો આજે રોહિદાસના ઘાવો
ભક્તથી દુર છે પણ ભક્તોમાં એજ છે
મુકી દો આ મોહ અને માયા,જગનીમિટ્ટીસાથે રે.(૨)
                                                                         ….ભગવાન.
ભક્ત પ્રહલાદના એ મા અને બાપ હતા..(૨)
દ્રોપદીના એ ચીર બનીને આવ્યા
ગુરુ ગોવિંદ બની બન્યા શીખ સરદારના વ્હાલા
ઇસુ ખ્રિસ્ત નામ ધરી જગની શ્રધ્ધાના કામકીધા
રથના સારથી બની જન્મોજનમની દોર દીધી
હનુમાનજીની ભક્તિ બતાવી,સાચીસેવાપ્રભુની રે.(૨)
                                                                            ….ભગવાન.

                             ************************

વ્હાલા ભગવાન.


                              વ્હાલા ભગવાન.         
તાઃ૨૯/૨/૧૯૭૬.                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
કેવુ કષ્ટ સહન કરતા ભગવાન,
                               ભક્તોની વ્હારે વ્હાલા ભગવાન.

નરસૈયાની લાજ બચાવી,કુંવરબાઇના કાજ કઢાવી;
શ્રવણની સેવા બીરદાવી,પ્રહલાદ ને નૃસિંહ  બની,
દીન દુઃખીઓના હે તારેશ્વર..(૨)
જગત પુકારે ઇશ્વર ઇશ્વર….(૨)
                                     રાધેશ્યામ…(૩),સીતારામ.(૨)

ભક્તધ્રુવને અચળ બનાવી,જગમાંતેની ભક્તિવહાવી;
સુરદાસને દાસ  બનાવી, પ્રદીપની  માળા બિરદાવી,
ભક્તજલાની ભક્તિ સ્વીકારી..(૨)
સાંઇબાબાની સેવા શરણે લઇ..(૨)
                                         જલારામ….(૩),સાંઇરામ..(૨)
          
                                *********
     …..જય જય જલારામ,જય જય સાંઇરામ…..

ઓ રાતલડી


                                   ઓ રાતલડી
તાઃ૧૬/૧૦/૧૯૭૫.                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
                       
હો રાતલડી,તું આવી રે આવી,તારી જોઉ હું વાટ રે
             મને દીન અને રાત કંઇ ચેન નહીં આજ
તારી વરસોથી જોતી વાટ રે,ઓ નવરાત્રી,તુ આવી રે.

હૈયા હૈયા મળે,જીવન ગીતડાં ગણે
તારી યાદથી ખરે,મીઠું જીવન વીતે
મનડું કેમે ભુલે નહીં,આ નવરાત્રી…………હો રાતલડી.

નૈનો નૈનો મળે,પ્રીતમ મનડાં હરે
પ્રેમ મુજને મળે,જીવન કેમે ભુલુ
વિસરુનહીં દીનરાત રે ઓ નવરાત્રી………હો રાતલડી.

મૈયા મૈયા રટું, જીવન તરસી રહે
ચરણે લાગું તને,મનડું ઉજ્વળ રહે
હૈયે રહે સતત નામ રે ઓ નવરાત્રી………હો રાતલડી.

મન થૈ થૈ કરે,પગલાં ધીમે પડે
ગીત ગુંજન થતાં,પ્રેમે હૈયા નમે
તારી વાટે હું નીકળી આજ ઓ નવરાત્રી…હો રાતલડી.
  
                 …….જય જય અંબે મા………

मेरा प्यारा हिन्दुस्तान.


                     मेरा प्यारा हिन्दुस्तान.
ताः२१/११/१९९७                           प्रदीप ब्रह्मभट्ट

प्यारा हिन्दुस्तान , हमको प्यारा हिन्दुस्तान
हम जीनको कहते है भारत, वो हैअपनी शान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

जनमलीया है जीस धरतीपर है वो बडी महान
अमर कहानी उसकी है, जीनकी है हम संतान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

वतनहमारा हमकोप्यारा,पुरा हमको है विश्वास
गंगा जमना उसकी नदीयॉ पावन है निश्काम
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

सदाचारकी नदीयॉ बहेती,प्यार सदा स्वीकार
हमतो अपनी मातृभुमीके, सदा र्हे न्योछावर
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

अपनी भाषा अपनी गाथा, जगमे कहीं नहीं
सच्चाइके बंधनपे हमकरदे जीवनका बलीदान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

अमर कहानी अमर वीरोकी,है अपना इतिहास
कुरबानी की एक राह पर, देदी अपनी जान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

पावन उसकी नदीयॉ है और पावन है अवतार
पाया हमने मानवतासे सच्चा प्यार मॉका वहॉ
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)
 
दीप बनके राह दीखाये,’परदीप’अपनी शान
सच्चे राही बनके देशकी,आज बढायेगे शान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

*********………….*********…………..********