રામ તારો દીવડો


                  baba13.jpg    

                       રામ તારો દીવડો
                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક દીવડો રે,પ્રકાશ્યો કંઇ આતમને તીર
                                      રામ તારો દીવડો
જગને અંધારે એક રામ,તારો દીવડો
ઉરને  અંધારે એક રામ,તારો દીવડો.

પશુતાના પિંજરમાં પૃથ્વી અટવાતીતી
મસ્તી માનવતાના આત્માને ઉગારવા
પ્રગટ્યા કાંઇક યુગવીર……………એક દીવડો.

કાયાને કોડીયે માયાની વાટ વણી
સીચાઇમાં શીલના  પુર્યા  દીવેલ
પ્રેરી પુરષાર્થ કેરી એવી ચિન્ગારી એક
ઝબકી જાગી તેજ હેલ……………એક દીવડો.

વાનરના વીર સર્જ્યા,વીરના રણવીર
સર્જ્યા તૃણા માંહી તીર
એવી બલિહારી તારા કિરણોના સ્પર્શની
સર્જ્યા ભુમીમાંહી નીર…………….એક દીવડો.

    @@@@@@@@@@@@@@@@            

साजनसे


                         साजनसे   
                                               प्रदीप ब्रह्मभट्ट्

बहारोसे पुछो  क्या हाल है हमारा
            गोरी दीलने  तेरे छीना है प्यार हमारा
कहींका न रहा मै जाने वफा ये चमन
           तेरी नजरके तीरने दीलको लीया है छीन.

बंधन है ये जवानीका कैसे छुटेगा कौन जाने
           ये हया ये हुस्न मैने कीया दील कुरबान
तुमतो हो हमारी जान फीर कैसे होगी बेवफा
           दीलको मेरे छीनलीया है नारहा अबहाथोमे.
                                                  ……बहारोसे पुछो
मजबुरी भी है हमारी जीवन निभानेका डर हमे
         हमतुम मिलके ही बसादे अपना छोटासा संसार
पुरे हो जाये हमारे सपने,जब तुमहो साथ हमारे
         मेरे नैनोने तेरे ही काजलसे आंखे सजी है आज
                                                   …….बहारोसे पुछो.
                  ——————————-

કાંઇક બની ગયું.


                    કાંઇક બની ગયું.
                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ન જાણ્યુ આ,ન કલ્પ્યું આ,
                               છતાં કાંઇક બની ગયું
હર્ષ ના આનંદ સમ, કીર્તી ના કિલ્લોલ સમ
પ્રેમની પાવકતા પામતા,આ કાંઇક બની ગયું.

ગીતા સમ આ પવિત્રતા,વિધ્યા કેરી ચતુરાઇને
આનંદની વર્ષા વરસાવતું,આ કાંઇક બની ગયું.

ચાંદાની આ ચાંદનીને,ન શક્યો હું પારખી
ખોવાયોતારાઓની રોશનીમાં,એવું કંઇકબનીગયું.

દુધને ક્ષીણસમજીમુકી ગયો,અમૃતઅવની પરનું.
મનનું મનમાં રહી જવા, જેવું કાંઇક બની ગયું.

    વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્વ્
 

તારા કંકુ પગલાં


                    તારા કંકુ પગલાં
તાઃ૬/૧૨/૧૯૮૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કંકું પગલા પડતા માડી,થઇ જાતો ચમત્કાર
આંગણું મારું શોભી ઉઠતું,શણગારું દીન રાત
                                                     …….કંકું પગલાં
ચુંદડી ઓઢી લાલ મઝાની,ગુલાલનો છંટકાવ
નાકે નથણી ઝાંઝર પગમાં,શોભે અપરંપાર
                                                     …….કંકું પગલાં
સાચીતારી સેવામાડી,સવાર બની સાથે આવી
દીધોસહારો ઝાલીહાથ મા ઉગારો ભવસાગરથી
                                                     …….કંકું પગલાં
નાકોઇ સહારો મારે માડી,ના કોઇ ઇશારો મારે
માનેસહારેજીવતો જીવન,તુજ શરણેછે જીવન
                                                     …….કંકું પગલાં
માયા લાગી મુજને તારી,સાચી શ્રધ્ધા તુજમાં
દયાકીધી છે મુજપામરપર,બચાવજોબાળકને
                                                    …….કંકું પગલાં
       ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્ગ્