સ્નેહાળ યાદ


                          સ્નેહાળ યાદ         
                                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંજ સવારે શીતળ વાયરે યાદ તમારી છેઆવે
મનમંદીરના દ્વારે જાણે આજે ટકટક ટકોરા વાગે
એવી યાદતમારી આવે મુજનેયાદ તમારી આવે.

શ્રાવણ માસે રટતો તારા સ્નેહ ભરેલા એ શબ્દો
શ્રાવણી સાંજે મન મળેલા, યાદ મને તુ આવે
સમી સાંજની વેળા એવી મુજ જીવનસંગી લાવે.
                                         …..એવી યાદ ક્યારેક આવે

સાગરનેસરિતાનું મિલન,સંગાથબનેભવોભવનો
તારાપ્રેમને તરસી રહ્યોતો,જેમ ચાતકચાહે મેઘ
અંત પ્રેમનો પ્રેમાળદીસે,ને મળે જીવનમાં સ્નેહ
                                        …..ત્યારે યાદ તમારી આવે

લાગણી પ્રેમને સ્નેહ ભરેલા,હેતનાવાદળછે ઘેરાય
ક્યાંય ન દીસે સ્વાર્થ જગતમાં,સ્નેહેસ્નેહેસૌ સંઘાય
પ્રદીપ બનું તોવ્હાલું જીવન ઉજ્વળ જગમાં દેખાય
                                          ….એવી યાદ તમારી આવે.
                     ———————–

પરમાત્માની યાદ


                              પરમાત્માની યાદ
                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ જગતના સર્જનહારની લીલા, કોઇ કળી ના જાણે
ક્યાંક ક્યાંક તો તાંતણો બંધાય,ને ક્યારે તુટે ના જાણે
મળેલ જીવન જીવી જાણી,પ્રેમનાતાંતણે હું બંધાઈ રહું.
                            ….એવી યાદ પ્રભુની આવે મુજને..(૨)

માની માયા ને પ્રેમ પિતાનો,મુજમાં કાંઇક વણાઇ રહે
સમજઆવતા પ્રથમપગથીયે,પારકે મનપરોવાઇ ગયું
દ્રષ્ટિ તારી નેત્રો મારા,જીવન પગથી ને જોઇ રહ્યા.
                             ….એવી યાદ પરમાત્માની આવે…(૨)

માયામારી,સંતાનનેમમતા,તારા કાજે મુજને મળીગઇ
લેખ વિધીના લખાયા જાણે,જન્મોજન્મના સંગાથ અહીં
હાથ હાથનો ટેકો મળે તો, જીવન જન્મ સફળ બનશે.
                           ….એવી યાદ પરમકૃપાળુની આવે..(૨)
       
                     #*******#********#********#