ભક્તોના વ્હાલા ભગવાન


                             ભક્તોના વ્હાલા ભગવાન

તાઃ૨૧/૨/૧૯૭૬.                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભગવાન…(૨)…હે ભગવાન.
                                          ભક્તોના વ્હાલા ભગવાન…(૨)
હે રામ,હે કૃષ્ણ,હે વિષ્ણુ,હે શ્યામ,હે ભોલે ભગવાન
લેજો મનનાપ્રેમ,કરજો પાવનજન્મ,દેજોમુક્તિ સંગ            
                                                                       …..ભગવાન
નરસીંહ મહેતાની હૂંડી સ્વીકારી કાને…(૨)
સંત સુરદાસના એ નૈનો બનીને મળ્યા
પ્રેમળદાસના  પ્રેમમાં એ પરોવાયાતા
મીરાંના હાથના ઝેરમાં સમાયો કાનો
યોગીના તનમાં ને
ભક્તોનામનમાં સમાણા રે જગતનાતારણહારા રે.(૨)
                                                                       …..ભગવાન.
શેઠ સગાળશાની કર્મોથી જીત છે…(૨)
જનમોજનમની તેણે લીધી પ્રીત છે
ઘાણીએ બંધાયો વ્હાલો….(૨)
સહન કરે છે એતો આજે રોહિદાસના ઘાવો
ભક્તથી દુર છે પણ ભક્તોમાં એજ છે
મુકી દો આ મોહ અને માયા,જગનીમિટ્ટીસાથે રે.(૨)
                                                                         ….ભગવાન.
ભક્ત પ્રહલાદના એ મા અને બાપ હતા..(૨)
દ્રોપદીના એ ચીર બનીને આવ્યા
ગુરુ ગોવિંદ બની બન્યા શીખ સરદારના વ્હાલા
ઇસુ ખ્રિસ્ત નામ ધરી જગની શ્રધ્ધાના કામકીધા
રથના સારથી બની જન્મોજનમની દોર દીધી
હનુમાનજીની ભક્તિ બતાવી,સાચીસેવાપ્રભુની રે.(૨)
                                                                            ….ભગવાન.

                             ************************

વ્હાલા ભગવાન.


                              વ્હાલા ભગવાન.         
તાઃ૨૯/૨/૧૯૭૬.                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
કેવુ કષ્ટ સહન કરતા ભગવાન,
                               ભક્તોની વ્હારે વ્હાલા ભગવાન.

નરસૈયાની લાજ બચાવી,કુંવરબાઇના કાજ કઢાવી;
શ્રવણની સેવા બીરદાવી,પ્રહલાદ ને નૃસિંહ  બની,
દીન દુઃખીઓના હે તારેશ્વર..(૨)
જગત પુકારે ઇશ્વર ઇશ્વર….(૨)
                                     રાધેશ્યામ…(૩),સીતારામ.(૨)

ભક્તધ્રુવને અચળ બનાવી,જગમાંતેની ભક્તિવહાવી;
સુરદાસને દાસ  બનાવી, પ્રદીપની  માળા બિરદાવી,
ભક્તજલાની ભક્તિ સ્વીકારી..(૨)
સાંઇબાબાની સેવા શરણે લઇ..(૨)
                                         જલારામ….(૩),સાંઇરામ..(૨)
          
                                *********
     …..જય જય જલારામ,જય જય સાંઇરામ…..

ઓ રાતલડી


                                   ઓ રાતલડી
તાઃ૧૬/૧૦/૧૯૭૫.                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
                       
હો રાતલડી,તું આવી રે આવી,તારી જોઉ હું વાટ રે
             મને દીન અને રાત કંઇ ચેન નહીં આજ
તારી વરસોથી જોતી વાટ રે,ઓ નવરાત્રી,તુ આવી રે.

હૈયા હૈયા મળે,જીવન ગીતડાં ગણે
તારી યાદથી ખરે,મીઠું જીવન વીતે
મનડું કેમે ભુલે નહીં,આ નવરાત્રી…………હો રાતલડી.

નૈનો નૈનો મળે,પ્રીતમ મનડાં હરે
પ્રેમ મુજને મળે,જીવન કેમે ભુલુ
વિસરુનહીં દીનરાત રે ઓ નવરાત્રી………હો રાતલડી.

મૈયા મૈયા રટું, જીવન તરસી રહે
ચરણે લાગું તને,મનડું ઉજ્વળ રહે
હૈયે રહે સતત નામ રે ઓ નવરાત્રી………હો રાતલડી.

મન થૈ થૈ કરે,પગલાં ધીમે પડે
ગીત ગુંજન થતાં,પ્રેમે હૈયા નમે
તારી વાટે હું નીકળી આજ ઓ નવરાત્રી…હો રાતલડી.
  
                 …….જય જય અંબે મા………