વ્હાલા ભગવાન.


                              વ્હાલા ભગવાન.         
તાઃ૨૯/૨/૧૯૭૬.                             પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
કેવુ કષ્ટ સહન કરતા ભગવાન,
                               ભક્તોની વ્હારે વ્હાલા ભગવાન.

નરસૈયાની લાજ બચાવી,કુંવરબાઇના કાજ કઢાવી;
શ્રવણની સેવા બીરદાવી,પ્રહલાદ ને નૃસિંહ  બની,
દીન દુઃખીઓના હે તારેશ્વર..(૨)
જગત પુકારે ઇશ્વર ઇશ્વર….(૨)
                                     રાધેશ્યામ…(૩),સીતારામ.(૨)

ભક્તધ્રુવને અચળ બનાવી,જગમાંતેની ભક્તિવહાવી;
સુરદાસને દાસ  બનાવી, પ્રદીપની  માળા બિરદાવી,
ભક્તજલાની ભક્તિ સ્વીકારી..(૨)
સાંઇબાબાની સેવા શરણે લઇ..(૨)
                                         જલારામ….(૩),સાંઇરામ..(૨)
          
                                *********
     …..જય જય જલારામ,જય જય સાંઇરામ…..

ઓ રાતલડી


                                   ઓ રાતલડી
તાઃ૧૬/૧૦/૧૯૭૫.                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
                       
હો રાતલડી,તું આવી રે આવી,તારી જોઉ હું વાટ રે
             મને દીન અને રાત કંઇ ચેન નહીં આજ
તારી વરસોથી જોતી વાટ રે,ઓ નવરાત્રી,તુ આવી રે.

હૈયા હૈયા મળે,જીવન ગીતડાં ગણે
તારી યાદથી ખરે,મીઠું જીવન વીતે
મનડું કેમે ભુલે નહીં,આ નવરાત્રી…………હો રાતલડી.

નૈનો નૈનો મળે,પ્રીતમ મનડાં હરે
પ્રેમ મુજને મળે,જીવન કેમે ભુલુ
વિસરુનહીં દીનરાત રે ઓ નવરાત્રી………હો રાતલડી.

મૈયા મૈયા રટું, જીવન તરસી રહે
ચરણે લાગું તને,મનડું ઉજ્વળ રહે
હૈયે રહે સતત નામ રે ઓ નવરાત્રી………હો રાતલડી.

મન થૈ થૈ કરે,પગલાં ધીમે પડે
ગીત ગુંજન થતાં,પ્રેમે હૈયા નમે
તારી વાટે હું નીકળી આજ ઓ નવરાત્રી…હો રાતલડી.
  
                 …….જય જય અંબે મા………

मेरा प्यारा हिन्दुस्तान.


                     मेरा प्यारा हिन्दुस्तान.
ताः२१/११/१९९७                           प्रदीप ब्रह्मभट्ट

प्यारा हिन्दुस्तान , हमको प्यारा हिन्दुस्तान
हम जीनको कहते है भारत, वो हैअपनी शान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

जनमलीया है जीस धरतीपर है वो बडी महान
अमर कहानी उसकी है, जीनकी है हम संतान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

वतनहमारा हमकोप्यारा,पुरा हमको है विश्वास
गंगा जमना उसकी नदीयॉ पावन है निश्काम
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

सदाचारकी नदीयॉ बहेती,प्यार सदा स्वीकार
हमतो अपनी मातृभुमीके, सदा र्हे न्योछावर
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

अपनी भाषा अपनी गाथा, जगमे कहीं नहीं
सच्चाइके बंधनपे हमकरदे जीवनका बलीदान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

अमर कहानी अमर वीरोकी,है अपना इतिहास
कुरबानी की एक राह पर, देदी अपनी जान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

पावन उसकी नदीयॉ है और पावन है अवतार
पाया हमने मानवतासे सच्चा प्यार मॉका वहॉ
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)
 
दीप बनके राह दीखाये,’परदीप’अपनी शान
सच्चे राही बनके देशकी,आज बढायेगे शान
                        ……….हमको प्यारा हिन्दुस्तान..(२)

*********………….*********…………..********

સ્નેહાળ યાદ


                          સ્નેહાળ યાદ         
                                                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંજ સવારે શીતળ વાયરે યાદ તમારી છેઆવે
મનમંદીરના દ્વારે જાણે આજે ટકટક ટકોરા વાગે
એવી યાદતમારી આવે મુજનેયાદ તમારી આવે.

શ્રાવણ માસે રટતો તારા સ્નેહ ભરેલા એ શબ્દો
શ્રાવણી સાંજે મન મળેલા, યાદ મને તુ આવે
સમી સાંજની વેળા એવી મુજ જીવનસંગી લાવે.
                                         …..એવી યાદ ક્યારેક આવે

સાગરનેસરિતાનું મિલન,સંગાથબનેભવોભવનો
તારાપ્રેમને તરસી રહ્યોતો,જેમ ચાતકચાહે મેઘ
અંત પ્રેમનો પ્રેમાળદીસે,ને મળે જીવનમાં સ્નેહ
                                        …..ત્યારે યાદ તમારી આવે

લાગણી પ્રેમને સ્નેહ ભરેલા,હેતનાવાદળછે ઘેરાય
ક્યાંય ન દીસે સ્વાર્થ જગતમાં,સ્નેહેસ્નેહેસૌ સંઘાય
પ્રદીપ બનું તોવ્હાલું જીવન ઉજ્વળ જગમાં દેખાય
                                          ….એવી યાદ તમારી આવે.
                     ———————–

પરમાત્માની યાદ


                              પરમાત્માની યાદ
                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ જગતના સર્જનહારની લીલા, કોઇ કળી ના જાણે
ક્યાંક ક્યાંક તો તાંતણો બંધાય,ને ક્યારે તુટે ના જાણે
મળેલ જીવન જીવી જાણી,પ્રેમનાતાંતણે હું બંધાઈ રહું.
                            ….એવી યાદ પ્રભુની આવે મુજને..(૨)

માની માયા ને પ્રેમ પિતાનો,મુજમાં કાંઇક વણાઇ રહે
સમજઆવતા પ્રથમપગથીયે,પારકે મનપરોવાઇ ગયું
દ્રષ્ટિ તારી નેત્રો મારા,જીવન પગથી ને જોઇ રહ્યા.
                             ….એવી યાદ પરમાત્માની આવે…(૨)

માયામારી,સંતાનનેમમતા,તારા કાજે મુજને મળીગઇ
લેખ વિધીના લખાયા જાણે,જન્મોજન્મના સંગાથ અહીં
હાથ હાથનો ટેકો મળે તો, જીવન જન્મ સફળ બનશે.
                           ….એવી યાદ પરમકૃપાળુની આવે..(૨)
       
                     #*******#********#********#
                              

ગુજરાતી


પ્રદીપકુમાર                  ગુજરાતી               બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન

હું ગુજરાતી ને તમેય ગુજરાતી, આપણે સૌ ભઇ છીએ ગુજરાતી 

જગમાં માયા ને જગમાં પ્રેમ,  વરસાવે મનથી વરસાદની જેમ

 હેત  મેળવી ને હેત  વરસાવી,  હૈયે અનંત  પ્રેમ દર્શાવું  તેવો…….હું ગુજરાતી

હ્યુસ્ટન ટેક્ષાસને કર્યું ગુજરાત, સ્નેહપ્રેમથી મેળવી હાથમાં હાથ

શબ્દેશબ્દે જ્યાં અર્થ સરે,   ને હૈયે હૈયે ઉભરાય છે હેત

પ્રેમ મળ્યો સંસ્કારમાં જેને,   નામળે આ જગમાં કદીયે જોટો   …….હું ગુજરાતી

મહાભારતને માળીએ મુક્યું,   જીંદગીમાં ના છે કોઇ રામાયણ

કર્મના બંધન તો છે બાંધેલા,  ના તે માટે મનમાં કોઇ શંકારહી

અહીંયાં આવ્યો પ્રેમ મેળવવા,   કલમ તણી સૃષ્ટિને હું માણું   …….હું ગુજરાતી

અબ્દુલભાઇની કલમ અજબની, શબ્દે શબ્દના છે જ્યાં અર્થ સરે

રસીકમેઘાણીનામથીજગછેજાણે, કલમ ભાષાની ભઇ તેમની ભારે

સુમનભાઇની સરળ ભઇ ભાષા  ને વર્ષાબેનની કમાલની કલમ …..હું ગુજરાતી

ચીમનભાઇ તોચમનબન્યા  ને મનોજભાઇ,’મનોજ હ્યુસ્તનવી

એવો ભાષા પ્રેમ પ્રેમીઓનો,    અંતરમાં ઉપજાવે અનેરા હેત

ગીરીશભાઇની ગરવી કૃતિઓ,  ને શબ્દોના સણગાર ધીરુભાઇના ….હું ગુજરાતી

વિશાલભાઇની વિશાળ ભાવના, હેમંતભાઇ હરખાતે હૈયેસુંદરલખીજાય

શબ્દોનાસથવારેઆવ્યુ છેગુજરાત, કલમમળતાંહાથમાંપ્રદીપ છેમલકાય

ક્ષતી મારી કરજો માફ,સદા હૈયે રાખી પ્રેમે માગતો સૌના હેત ….હું ગુજરાતી

પ્રવીણાબેન ને લખવાની માયા,  ને સરયુબેન સુંદરકૃતિ આપે,

વિજયભાઇના સથવારે મળીગયાસૌ મહંમદભાઇપણલખતાંનાથાકે

સુરેશભાઇનું સુંદરસર્જન, નેરમેશભાઇની પ્રેરણા અમને મળતી  ……હું ગુજરાતી

રસેશભાઇની કલમ મઝાની,ને નિખલભાઇની અનોખી ભાષા
વાંચવા સૌના મનડા તરસે,વાંચકોના મનમાં છે અભિલાષા
આંગણું અમારુ હ્યુસ્ટનનું શોભે, ગુર્જરી કલમ તણા સથવારે
દેવીકાબેનની દ્રષ્ટિ અનેરી,ને નિશીતભાઇ ની લગનકલમની……હું ગુજરાતી

અશોકભાઇનેકીરીટભાઇ સર્જનમાં સાથે,ફતેહઅલીનેસાથેવિશ્વદીપભાઇ

મા સરસ્વતીના સૌ વ્હાલા સંતાન, હૈયે હાથે સ્નેહ ધરીને પ્રેમ સૌમાં પ્રેરે

માયાસર્જકોનીસંતાનમાસરસ્વતીનોપુત્ર છુ નેભાઇભાંડુંસૌમારા….હું ગુજરાતી

      

                       &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

અમેરીકાના હ્યુસ્ટનમાં ગુજરાત લાવનાર લેખકોને સંકલિત કરવાનો પ્રયત્ન શ્રી વિજયભાઇ શાહની પ્રેરણાથી મેં કર્યો છે જે મારી શુધ્ધભાવનાથી થયો છે.નિખાલસ ભાવના હોઇ કોઇ ક્ષતિ હોય તો સર્જકો તથા વાંચકોની માફી માગું છુ.

પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન રવિવાર તાઃ૭મી ઓક્ટોબર,૨૦૦૭. .

હે ભોલેશંકર


                  shiv-parvatima.jpg 

                        હે ભોલેશંકર
                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે ભોલેશંકર, હે ડમરુધારી
                     હે ત્રિશુલધારી,હે ભોલે ભંડારી
છો જગતઆધારી,છો પ્રલયંકારી
                                              ……હે ભોલેશંકર

છો મૃત્યુદાતા,છો જીવન આધારી
                     તમે સૃષ્ટિધારી,છો પાપવિનાશી
દો મુક્તિ અમોને,લઇ હાથ અમારો
                                               ……હે ભોલેશંકર

હે પાર્વતીપતિ,હે વિષધરધારી
                    છો પરમકૃપાળુ,છો પરમદયાળુ
લો ભક્તિ અમારી,દો શક્તિ અનેરી
                                               ……હે ભોલેશંકર

દો દર્શનદાની,લો ભવ આ સુધારી
                   દો મુક્તિમાયાથી,લો ભક્તિસ્વીકારી
છો વિશ્વવ્યાપી,ઓ ત્રીશુલધારી
                                                 ……હે ભોલેશંકર
                      —————–