રામરટણ


                                 રામરટણ
                                                             પ્રદીપ બ્રહ્મભટ

મનમાં સ્મરણ રામ રામનું,ને જીભે છે જલારામ
રાખી શ્રધ્ધા રામ નામમાં, ને ભજુ હું જલારામ
                                                        ભઇ ભજુ હું જલારામ

હાથમાં માળા ફરતી જાય, ને કર્મના બદલે તાર
અલખના થાતા અજવાળા,ને ધર્મના ખુલતા દ્વાર
                                                        ભઇ ધર્મના ખુલતા દ્વાર

મક્કમ મનમાં લાગણી જાગે,ને પ્રભુથી મળતી પ્રીત
માગતા હૈયે આનંદ લાગે, ને જ્યોત જલાથી થાતી
                                                       ભઇ જ્યોત જલાથી થાતી

તરસે આંખો દર્શન કાજે,ને હૈયાથી વરસી રહે હેત
પ્રદીપને માયા જલા સ્મરણથી,ને લાગે મનમાં પ્રેમ
                                                      ભઇ લાગે મનમાં પ્રેમ

જન્મ મળ્યો આ જગમાં જ્યારે,સૃષ્ટિ તણા સથવારે
કર્મ તણા હું તાંતણે લાગ્યો,મુક્તિ પામવા કાજે
                                                     ભઇ મુક્તિ પામવા કાજે

જલારામના નામ સ્મરણથી, રામના ચરણે લાગું
જગમાં સાચા સંત સંસારી,પગલે જલાસાંઇને લાગું
                                                     ભઇ પગલે જલાસાંઇને લાગું.

#####################################

             

જગત આધારી.


                         shirdi_saibaba.jpg

                             જગત આધારી.
તાઃ૧૦/૧૧/૧૯૮૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જગના જીવન આધાર , તારી લીલાનો નહીં પાર
કરુણા તારી ક્યારે આવે,તેનોના જગમાં કોઇ તાર
                                                           …..જગના જીવન
મનમાં થાતું કાંઇ નથી હવે, જીવન જીવવા જેવું
સાથ તારો દેતો સહારો,પળે પળે મુજ  જીવનમાં
                                                          …..જગના જીવન
નામેતારા જગમાં સમાણું સુખ,કેમે હુ વિસરી શકું
જગમાં જ્યારે ન હતો સહારો,હાથ લીધો તે મારો
                                                          …..જગના જીવન
મૃત્યું જેવુ નથી આ જીવને,મિથ્યા વળગ્યું છે દેહે
કર્મ તણા સંબંધે મળતું,લાલચ મોહ  ભરેલા જગે
                                                          …..જગના જીવન
જલાબાપાનેસાંઇબાબા,જન્મ સાર્થક કરી ગયા
સંગ પ્રદીપને મળ્યો સંતનો,ઉજ્વળ જન્મ લાગે
                                                          …..જગના જીવન

****જય જલારામ જય જલારામ,જયજય સાંઇરામ****

વીસરી તને


                              વીસરી તને
                                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
વીસરી તને જીવનમાં હું, ક્યાં લગી જીવ્યા કરું
છેલ્લી તને મળવાની, મારા હ્રદયની આશ છે.
                                                                 ….વીસરી તને
સ્વપ્નામાં તો હું હતો નહીં,ના હતો હું નિદ્રાને આધીન
મટકુ ન મારતી આંખો મારી, હતી સત્ય ઘટના બની
                                                                 ….વીસરી તને
કદી કલ્પના ન હતી કરી,કે પ્રેમ આમ એળે જશે
મારા હૈયામાં તું વસી ગઇ,મન માનતું કેમ નથી
                                                                 ….વીસરી તને
મુજ પ્રેમને પામી શકી ના,મુજ આંખો તુજ પર સ્થિર
નૈનોને બાંધ્યા મેં બીડીને,તોય તનડાં મીલનતરસે કેમ
                                                                 ….વીસરી તને
                          ——————-

પંકજ નો સુરજ


                                                પંકજ નો સુરજ
                                                                                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
          પંકજને આજે એવું લાગતું હતું કે દરરોજ કરતાં આજની સવાર તેને માટે કાંઇક નવી જ છે.
દરરોજ સવાર થતાં પંખીઓના ટોળા આકાશમાં સર્પાકારમાં આવતાં હોય,પૂર્વ દિશામાંથી ગુલાબ છાંટી કોઇ છડીદાર મહારાજના આગમનની જાણ કરતો આવી રહ્યો હોય અને આગળ છડીપોકારાતી હોય તેમ આકાશના ભુરા રંગને હળવેથી દૂર કરી લાલગુલાલ જેવા ગુલાબી વાતાવરણને જગતના
આવરણને બાંધતો સુરજ ભગવાનનો રથ આવતો હતો.સર્વે પક્ષીઓનો કલરવ જાણે તેમની છડી
પોકારતો હોય તેમ સૂરજદાદાના  આગમનને બીરદાવતો હતો.પણ આજનો સૂરજદાદાનો રથ
આકાશમાં આવતા પહેલાં જાણે ગુલાલની સાથે બે હાર ન મોકલતો હોય તેમ વચ્ચે કિનારીઓને
ઓપ આપતો આવતો હતો.પંકજ તો એ બે હારને આજના ઉમંગમાં ઉમેરવા સૂરજદાદા પાસે માગી
રહી હતી, કારણ એ બંન્ને હારની તેને આજે જરુર હતી.આજે કેટલાય વર્ષો બાદ પંકજને પ્રાણથી
પણ વ્હાલો તેનો મોટો ભાઇ સુરજ અમેરીકાથી પાછો આવી રહ્યો હતો.
              પંકજ,સુરજને ખુબ જ સતાવતી,ઘણી વખત તો પિતાજીને તેના વિરુધ્ધ ભરવી માર
પણ ખવડાવતી અને ઘણી વખત વ્હાલથી બચી પણ કરી લેતી.પંકજ  જ્યારે નવ વર્ષની હતી
ત્યારે સુરજ અઢાર વર્ષનો હતો.બંન્ને એકબીજાને એટલા બધા ચાહતા હતા કે જે જોતાં લાગે કે
ક્યાંક ગયા ભવનો બાકી રહેલો ભાઇબહેનનો પ્રેમ મેળવવા આ ભવે એક જ ઘેર આવ્યા.આગળ
વધી રહેલા આ હેત પ્રેમના કિસ્સામાં ભુતકાળ તરફ ડોકીયું કરતાં એક ઉદ્દાત દાખલો મળે છે.જે
જીવનભર ન ભુલાય.ભાઇબહેનનો પ્રેમ તો જે નસીબદાર હોય તેઓને જ મળે છે,તેમાં ખોટું નથી.
           સુરજ અને પંકજ એક જ માબાપના સંતાન.સુરજ મોટો અને  પંકજ નાની.બે જ બાળકો.
તેમના પિતા એક  ખ્યાતનામ  ડૉક્ટર અને  માતા પણ ભણેલી. બંન્ને એકના એક સંતાન એટલે
લાડપ્યાર ખુબ જ મળેલા.માબાપનો  અનહદ પ્રેમ બંન્ને પર વરસતો.માબાપના  સપ્રમાણ પ્રેમને
કારણે  બંન્નેના જીવનમાં પ્રેમને સ્વચ્છંદતા મળી ન હતી.તેઓ  અમદાવાદમાં રહેતા  હતા.બંન્ને
બાળકો અભ્યાસમાં પણ  તેજસ્વી. ભુતકાળના વમળમાં અંદર  ઉતરતાં દેખાય છે કે  સંસ્કારનું
સિંચન પેઢીગત મળેલ છે જે જોતાં લાગે કે મોરના ઇંડા ચિતરવાના ન હોય.
          પ્રણાલિગતને પારખી લેતાં અરીસાની જેમ સ્પષ્ટ દેખાય, જેમાં કોઇ ચિતરામણની જરુર ના પડે.  સુરજના માતાપિતા પણ  તેમના માબાપના  એકના એક  સંતાન હતા. સુરજના પિતા   શ્રી રમેશલાલ એક  ખ્યાતનામ ડૉક્ટરના  દીકરા હતા.એકનાએક  સંતાન અને  હોશિયાર તેથી ઘણાને ઇર્ષા પણ આવતી. પણ  જ્યાં સંસ્કાર અને સાચો  પ્રેમ હોય  ત્યાં ઇર્ષા સ્પર્શી શકતી પણ નથી. કૉલેજમાં અભ્યાસ કરતા  હતા ત્યારે તેમની  તેજસ્વીતા જોઇને  ગીતા નામની  છોકરી તેમનો પ્રેમ મેળવવા પાગલ હતી. ગીતા  તેમને દરેક  કામમાં સહાય આપવા પ્રયત્ન કરતી.  સહાધ્યાયીથી સહચારિણીના સ્વપ્ના સેવતી ગીતા રમેશને  તેનો પ્રેમી સમજી બેઠી હતી. જ્યારે રમેશ, ગીતાને બહેનની દ્રષ્ટિએ જોતો હતો. એકવાર ગીતાએ પ્રસ્તાવ મુક્યો કે  “તમે મારે ઘેર આવશો?” તો રમેશે પુછ્યું, “ઘેર શું કામ છે?” તો ગીતાએ કહ્યું, “મારા  માતાપિતા તમને  બોલાવે છે.” રમેશે નિર્દોષતાથી ‘હા’ કહી.  ગીતાએ રમેશને આ વાત કહેતા પહેલા  પોતાના માબાપને  સઘળી પરિસ્થિતીથી  વાકેફ કર્યા હતાં  અને પોતાના લગ્નમાટેની  તૈયારી બતાવી હતી. તેણે તેની બહેનપણીઓને આ વાત કરી હતી જેમાં તેઓએ પણ તેની ‘હા’માં ‘હા’મેળવી હતી.

              રવિવારે સાંજે ફરવાના સમયે રમેશ શાહપુરમાં આવેલ ગીરધરરાવ કાશીશ્વરના ‘ગીતેશ’ નામના બંગલાના દરવાજા આગળ આવી દરવાનને પુછી દાખલ થયો. ગીતાએ આપેલ સરનામે બરાબર આવી  ગયો તેનો આનંદ તેને થયો.  ગીતાએ તો બારીએથી જ તેના  માનેલા  પ્રેમીના આગમનની રાહ જોઇ મનમાં પાથરેલ ગુલાબના ફુલની પાંદડીઓની પગદંડી પર રમેશને આવતો જોયો.વણ કલ્પેલ હ્રદયના ચુંબનો રમેશને દેવા દોડી અને’કોઇ તકલીફ તો નથી પડીને? તેમ બોલી તેને આવકારવા લાગી. ગીતા  માબાપની પાસે તેને બેસાડી પાણી આપી ચા-નાસ્તા માટે રસોડા તરફ ગઇ. ગીતાના માબાપે રમેશના માબાપની માહિતી   મેળવી  ગીતાના વિચારો તથા  લગ્નનો પ્રસ્તાવ મુક્યો. ગીતા તને ખુબ ચાહે છે અને તેની  ઇચ્છાથી જ તને અહીં બોલાવ્યો છે તે લગ્ન કરવા તૈયાર છે. આ સાંભળી રમેશના તનમન પર વજ્ર્નો ઘા પડ્યો  હોય તેમ લાગ્યું તે સફાળો  બેબાકળો બની ગયો.તેને ખુબ જ આઘાત લાગ્યો. જે ને પોતે સહાધ્યાયી ગણી બહેન માની હતી તેની સાથે લગ્ન કરવાના? તેણે ઘણી જ  નમ્રતાથી અને આંસુ સાથે ગીતાના માબાપને પોતાના હ્રદયની વાત કરી. પોતે ગીતાને  તો પોતાની સહાધ્યાયી બહેન  માને છે તેને માટે તો આવી કલ્પના પણ ન થાય.આ સાંભળ્યા બાદ ગીતાના માબાપને પણ ઘણું જ દુઃખ થયું.  રમેશની ભાવના અને પ્રેમ માટે તેઓને પણ અભિમાન થયું. કાશ અમારે આવો પુત્ર હોત.  રમેશ વ્યથીત મને ઘેર પાછો   ફર્યો.રાત્રે ઘણી જ વિટંમણાઓમાં મન  ભટકવા લાગ્યું  પણ તેને કાબુમાં રાખીને  સુઇ ગયો સવારે  નિત્યકર્મ  પરવારી ૧૧ વાગે  કૉલેજ  ગયો. મનમાં દ્રઢ નિશ્ચય સાથે ગયો હતો  પણ તે દિવસથી આજદિન સુધી તેણે ગીતાને ફરી જોઇ નથી.

            ભણતર પુરુ કરી રમેશ ડૉક્ટર બની ગયો.તેના લગ્ન એક સારા ઘરની સંસ્કારી કન્યા સાથે થયા આજે તે અમદાવાદમાં પોતાનું ખ્યાતનામ દવાખાનું ચલાવે છે.આવા એક સંસ્કારી કુટુંબનું
સંતાન એટલે  સુરજ. બાળપણમાં પપ્પાની  જેમ ભણવામાં હોશિયાર એવો  ભાઇ, બહેન  પંકજને
ભણવામાં માર્ગદર્શન આપતો.તે તેની બહેનને કહેતો ‘જો તું નહીં ભણે તો તારી સાથે કોઇ લગ્ન
નહીં કરે.કારણ પંકજ ભણવામાં થોડી પાછી હતી.ભણ્યા વગર કુંવારા રહેવું પડશે તેમ સાંભળ્યા
બાદ કમને પણ ભણવાની લગની પંકજને લાગી હતી અને એટલે જ એક સમય એવો આવ્યો કે
અભ્યાસના દરેક સોપાને તે પ્રથમ આવતી.સુરજની ધગસ જોઇ પિતા પણ તેને ડૉક્ટર બનાવવા
માગતા હતા.સુરજની પોતાની ઇચ્છા પણ પ્રબળ મનથી ડૉક્ટર થવાની હતી.પિતાજીએ સુરજને
અભ્યાસ કાળના સમયમાં પોતાના જેવા ચકકરમાં ન આવે તે કાળજી  રાખવા તથા  જીવનની
સાચી સુવાસ મેળવી શકે તે ગણતરીએ અમેરીકા મોકલ્યો.
               પંકજ માટે આજે સોનાનો સુરજ ઉગ્યો હતો.કારણ બાળપણમાં જ્યારથી તે સમજણી થઇ
ત્યારથી તે દરેક રક્ષાબંધનના પવિત્ર તહેવારે પોતાના પ્રાણથી પણ વ્હાલા ભાઇને રાખડી રુપી
બહેનના બંધનથી બાંધી બહેનનો પ્રેમ અર્પણ કરતી.તે પોતે જાણતી હતી કે વર્ષમાં એક જ વાર
આવતો આ પવિત્ર તહેવાર વર્ષમાં ફરી નહીં આવે તેથી તે દિવસે સવારે સૌથી વહેલી ઉઠી નાહી
ધોઇ માબાપને પગે લાગી કંકું,ચોખા ભાઇના કપાળે લગાડવા રાખડી સહીત થાળી તૈયાર કરી
પ્યારા સુરજની રાહ જોતી. કંસાર તૈયાર થતાંની સુવાસ વચ્ચે  ભાઇ નાહી ધોઇ તૈયાર થતાં
પોતાના પ્રાણથી પણ પ્યારા ભાઇને કપાળે કંકુ ચાંલ્લો કરી આંખોમાં છુપાઇ રહેલા વ્હાલના આંસુ
સાથે મોટાભાઇના ગાલે ધીમી ટપલી મારી મહામહેનતે બે ત્રણ ચક્કર મારી બજારમાંથી શોધી
લાવેલ રાખડીને  ભાઇના હાથ પર બાંધતી અને જાણે પ્રેમનો સાગર  ઉભરાઇ જતો હોય  તેમ
ભાઇને ગાલે બચી કરી લેતી અને આંખોમાં પ્રેમ પ્રેમ દર્શાવતા ટીપાં દર્શાવી દેતી.ભાઇને ભેટી
પડતી.ભાઇ બહેનને ભેટી બન્ને એકબીજાના પ્રેમનો ઉભરો આંખથી આટોપતા જ્યારે માબાપ જોતાં
તો તેમને પણ તેમનો  આ પ્રસંગ યાદ આવતાં  આંખમાં પાણી જરુર  આવી જતાં.આજ  આવા
પ્રસંગને પાંચ પાંચ વર્ષથી જોયો  ન હતો કારણ સુરજ અભ્યાસ અર્થે બહેનથી ઘણો જ દુર હતો
એ પરાઇ ભૂમિ પર ક્યાંક પ્રકાશવા ગયો હતો.અને ખરેખર એ ત્યાં સર્વ પ્રથમ આવી પ્રકાશી
આવ્યો હતો. અભ્યાસકાળ દરમ્યાન પંકજ પોતાના  વ્હાલા ભાઇને પત્ર દ્વારા જ પ્રેમ દર્શાવતી
હતી.પંકજનો અઘાતપ્રેમ ફક્ત એક જ પત્ર પર નજર કરીએ તો પણ જણાશે જ.

                                                                                                    ૩ જુલાઇ ૧૯૬૯
                                                                                                    અમદાવાદ
વ્હાલા ભાઇ સુરજ,
             આંખોમાં નીર ન હોવા જોઇએ  છતાં તને પત્ર લખતાં તો જરુરથી ટપકી પડે છે,  વહી
જાય છે.  આજે બે વર્ષથી  તારા હાથે  મેં રક્ષા  બાંધી નથી. તારા ગાલને ચુંબન કરેલ નથી. તું
જલ્દી પાછો આવ અને નાની બહેનની ટપલી તો ખા.
                  આ સાથે  મોકલેલ રાખડી નાની બહેનના હેત ના પ્રતિક રુપે સ્વીકારી લેજે  કારણ
મારા હાથ ત્યાં આવી શકે તેટલા લાંબા નથી નહીતર તારા હાથે બાંધી દેત.પણ..ભગવાનની
ઇચ્છા નથી  અને એટલે જ તને મારા  હ્રદય રુપી  કવરમાં મોકલી રહી છુ. મને વિશ્વાસ  છે કે
મારો મારા ભાઇ પરનો  પ્રેમ અમર  છે અને અમર રહેતા મારા  ભાઇને મળી રહેશે કારણ
                     “ભાઇબહેન કા પ્યાર રહેગા  જબ તક હૈ સંસાર”
            ભાઇ હવે જલ્દી પાછો આવ. નહીં તો હું વિરહમાં ખોવાઇ જઈશ.
                                                                                  લી.નાની બહેન પંકજના વ્હાલ.

તો સુરજે તેનો જવાબ આપેલ
                                                                                                      ૧૫ જુલાઇ ‘૬૯
                                                                                                ન્યુજર્સી.યુ.એસ.એ.
વ્હાલી નાની બહેન પંકજ,
            તારી પ્રેમથી મોકલેલ રક્ષા મળી.મળતાં જ જાણે આંખો કાબુમાં ના રહી.કાગળ વાંચતા
પહેલા જ તે અંદરનું લખાણ વાંચી ચુકી હોય તેમ ઉભરાઇ આવી. બહેન મારા હાથ પણ તારા
હાથે રાખડી બંધાવવા તૈયાર છે, મારા ગાલ પણ..મને ભગવાન પર વિશ્વાસ છે કે મને તારા સુધી જલ્દી આવવા દેશે જ. બહેન તારી રાખડીની કિંમત તો મારાથી ચુકવી શકાય તેમ નથી પણ તારી  રક્ષા મારાથી થશે તેટલી જરુરથી કરીશ.આ પત્ર સાથે  જ તને ગમતા રંગની સાડીનું પાર્સલ  કરું છું આશા છે કે તને ગમશે  ભાઇનો ગાલ સમજી બચી તો કરી જ લેજે.  અઠવાડિયામાં મળી જશે જ.
                મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે,તબિયત સાચવજે.કોઇ કામ હોય તો જણાવજે.
                                                                                                લી.તારો ખોવાયેલ ભાઇ
                                                                                                         સુરજ

આમ ભાઇબહેનના પ્રેમનો ઉદ્દાત દાખલો પંકજ અને સુરજ આપે છે.
            સુરજ સવારના પ્લેનમાં આવવાનો હતો.બધા તૈયાર થઇ એરોડ્રામ પર પહોંચી ગયા.
સમય થયો. સુરજનું  વિમાન દૂરથી સમડી આવતી   હોય તેમ  નજીક આવવા લાગ્યું.   પંકજ
આંખમાં હર્ષના આંસુ સાથે પોતાની જાત  પરનો કાબુ ગુમાવી  બેસવાની તૈયારીમાં હતી પણ
જ્યાં સુધી  સુરજને ન જુએ ત્યાં સુધી તો કાબુમાં હતી જ. પંકજ  તલપાપડ હતી.  સુરજની
સ્થીતિનો ખ્યાલ શું હશે તે બહેન કલ્પી શકે તેમ ન હતી.પણ છતાં કલ્પનાની પાંખ પર બેસી
તેના મગજની સ્થિતી બહેન પંકજ જાણી શકી હતી. વિમાન ધીમે ધીમે ધરતી નજીક  આવવા
લાગ્યું અને હવે ઘણા જ મોટા અવાજ સાથે રનવે પર ઉતરી દોડવા લાગ્યું.આ ઘોંધાટ પંકજને
તો એવો લાગતો હતો  કે તેના ભાઇ  સુરજના આગમનની  છડી પોકારાતી ન હોય. વિમાન
અટકતાં  ધીમેથી દરવાજો  ખુલ્યો, સીડી ગોઠવાઇ.મુસાફરોની બહાર નીકળવાની શરુઆતથી
જ પંકજ પોતાની જાતને કાબુમાં ન રાખી શકી ,હર્ષના આંસું ધ્રુસકા સાથે આવી ગયા..અને
ત્યાંજ દરવાજા બહાર આવી સુરજે  પોતાના  આગમન પેટે હાથ ઉંચો કર્યો. માબાપને પોતે
સલામત આવ્યાની જાણ કરતી નાની બહેનને શોધતી આંખ પંકજ પર દુરથી મંડાતા ફરીવાર
હાથ હલાવ્યો.પંકજ પોતાનો હાથ અડધો ઉચો કરી આંસુને લુછવા લાગી.સમય વિતવા લાગ્યો
લાંબા ગાળા બાદ પણ સુરજ,પંકજને ઓળખી શક્યો.બધી કસ્ટમની વિધિ પતાવી તે દોડતો આવી બહેનને  ભેટી  પડ્યો. બહેને  ઘણા  વખતના સંગ્રહી   રાખેલ  વ્હાલના ચુંબન  ભાઇના ગાલે
વરસાવી દીધા.માબાપ આ અદભૂત પ્રેમ,દ્રશ્ય જોઇને આંસુ વિભોર આંખે નીચા નમેલા પુત્રને
આશિર્વાદ આપવા લાગ્યા.પંકજને ભાઇ મળ્યો,માબાપને પુત્ર મળ્યો.ઘણો જ આનંદ આનંદ
થઇ ગયો.
       રાત્રે બધાએ સુખદુઃખની વાતો કરી.બધા આનંદની પળો પસાર કરતા હતા ત્યાંજ
સુરજને ટપલી મારી પંકજ બોલી,’પપ્પા ભાઇને પુછો કે ત્યાં ભાભીને તો નથી મુકીને આવ્યોને?’
સુરજે પંકજને હળવી ટપલી મારતા કહ્યું એ તો હજી વાર છે…..
       અને બધા ખડખડાટ હસી પડ્યા…..રાતની વિદાય લેવા.

          ########################################
                                                                                                  
                                                                                                 

તફાવત….મારી નજરે


                           તફાવત……મારી નજરે
                                                     ………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
       

          ભારત                     અને                   અમેરીકા

શ્રધ્ધા,પ્રેમ અને વિશ્વાસ                    ઇર્ષા,દ્વેષ અને તિરસ્કાર
માતા,પિતા અને સંસ્કાર                   ડૅડ,મમી અને હાય
ધર્મ,કર્મ અને વ્યવહાર                     દેખાવ,ડૉળ અને લાલચ
બુધ્ધિ,જ્ઞાન અને સંસ્કૃતિ                   કૉમ્પ્યુટર,પાવર અને પેટ્રોલ
મનુષ્ય,માનવ અને અવતાર             મશીન,મોટર અને ઘરબાર
શીતળ,સ્નેહાળ અને નિખાલસ            લીપસ્ટીક,લાલી અને પેન્ટ
ભાવના,મિત્રતા અને લાગણી             સ્વાર્થ,લાલચ અને લોભ
સાતેવાર પરમાત્માને પ્રેમ                 રવિવારે મંદીર ઉભરાય
સરળ,સહજ અને સાચો પ્રેમ               સ્વાર્થ,દેખાવે ઉભરાતો પ્રેમ.

              *****************$$$$$$$$$$$$$$$$$$

ચી.રોહનના મુખે


                           rohan-roti.jpg

                             ચી.રોહનના મુખે

નાની મેં તો શીખુંગા રોટી બનાના
          હોટલ ના જાઉગા બાહર ના ખાઉંગા,
        મૈં તો ઘરકી રોટી હી ખાઉંગા…..નાની મૈં તો શીખુંગા

મમ્મી મેરી ખાના ભેજે,સીરીયલ દુધમેં ડાલકે ભેંજે
          દીલ ના ચાહે મન ના માને,કૈસે મૈં યે ખાઉંગા
                                                …..નાની મૈં તો શીખુંગા
પ્યારેપાપા મુઝકોકહેતે,બેટાસાથમે આકે ખાલે થોડા
          મૈં ના માગું બ્રેડ ઔર ટોસ્ટ,માગું રોટી ખાને
                                               …..નાની મૈં તો શીખુંગા
આયે દદુ આયે નાની,મુખપે ખુશી છાયે
          દીલયે ચાહે ખાઉ મૈં તો,રોટી સબજી ભાયે
                                               …..નાની મૈં તો શીખુંગા
મામા દાદા બોલે મુઝકો રોહન ડાયપર બોય
          અબતો સબકુછસમજુ મૈંતો,ડાયપર અબનામાગુ
                                               …..નાની મૈં તો શીખુંગા
ખાના અબતો ભાયે મુઝકો,સબજી રોટી દાલ
           મીટ નામાગુ હૉટડોગ સે ભાગુ,છીછી મુઝકો લાગે
                                                …..નાની મૈં તો શીખુંગા
સેહદ મેરી અચ્છી રખને,જાઉં નાની પાસ
           સાથમે મેરે સરીના આતી,હસી ખુશીકે સાથ
                                               …..નાની મૈં તો શીખુંગા
સબજી ભાજી દેખકે મેરે,મુખમેં પાની આયે
          છાયે ખુશી મનમેં ઇતની,કુછ ના કહ મૈં પાઉ
                                               …..નાની મૈં તો શીખુંગા.

 ———-***************———-
હમારે પ્યારે ચી.રોહન ઔર પ્યારી ચી.સરીના કો પ્યાર કરનેવાલે પ્રદીપમામાદાદા કા પ્યાર
ઔર આશીર્વાદ.

અકસ્માત


                                             અકસ્માત
જુન ૨૯,૨૦૦૩                                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવિનાશી આ જીવને જગમાં,
                            મળતાં મળતાં મળી ગયો અકસ્માત
કેવી રીતે ક્યાં થયો એ કોણ બને ગુનેગાર
                            એવા આ જગમાં થતાં થઇ ગયો અકસ્માત
                                                             …..મળતાં મળી ગયો અકસ્માત
ઘોડીયું  છોડી  બાળપણમાં,
                              ટેકો  લીધો  પાપાપગલી કરવા એક
પડતાં પડતાં ઉભો રહેવા થનગનું ત્યાં
                             અકસ્માતે હું ચાલી ગયોપાપાપગલી શીખી ગયો
                                                             ……મળતાં મળી ગયો અકસ્માત
રમત ગમત કરતાં બાળકોમાં
                             એક ચોકડી ભુલી ગયો
પાટી પેનને  હાથમાં  લેતાં
                            અકસ્માતે હું લખતાં વંચતા શીખી ગયો
                                                           …… મળતાં મળી ગયો અકસ્માત
ક્યાંથી કેવા ચોગઠા ગોઠવું
                            મનમાં કાયમ મુઝવણ થાય
ભુગોળ ગણિતના પ્રશ્નો છોડી
                            અકસ્માતે હું બારમું પાસ થઇ ગયો
                                                            ……મળતાં મળી ગયો અકસ્માત
તરવળાટને  ટેકો  આપી
                           પગલાં કોલેજના પહોંચી ગયો
મનમાં થોડી શ્રધ્ધા જાગી
                           અકસ્માતે સાચો નિર્ણય થઇ ગયો
                                                           ……મળતાં મળી ગયો અકસ્માત
ખેલકુદને  ખુણે  મુકીને
                            મક્કમ મનડે હોશિયાર બન્યો
પાર કરવા સિધ્ધિના સોપાનને
                            અકસ્માતે મહેનત કરતો થઇ ગયો
                                                           ……મળતાં મળી ગયો અકસ્માત
માનવ છુ હું માનવી બનવા
                           સંત સમાગમ સંગે હું ચાલી રહ્યો
અંધકાર ભરેલા આ જગમાં
                           અકસ્માતે હું પ્રદીપ બની ગયો.
                                                           ……મળતાં મળી ગયો અકસ્માત
બારણું  ઘરનું ખોલવા નીકળ્યો
                            શોધવા જીવન  સંગીને  આજ
આકરા સિધ્ધિના સોપાન દીસે ત્યાં
                            અકસ્માતે  રમા મળી  ગઇ
                                                          ……મળતાં મળી ગયો અકસ્માત
કુદરત કેરા આ ન્યાલ જગતમાં
                           મનડાં મેળે  મળી ગયા
ક્યાંક ક્યાંક  પ્રકાશે દીપલ ત્યાં
                            અકસ્માતે ભક્તિ અમને મળી ગઇ
                                                          ……મળતાં મળી ગયો અકસ્માત
આંગણું શોભે  ઉજ્વળતાથી
                            ને  સત્કાર  બારણે રવિ  કરે
આવે પ્રભુના પ્યારા હૈયા ધારક
                            અકસ્માતે ઘર મંદીર બની ગયું
                                                          ……મળતાં મળી ગયો અકસ્માત
સંત  સમાગમ  દેહને  સ્પર્શી
                              કર્મ ધર્મ ને  રાખ્યા  સાથે
પરમાત્માનું  ધામ હું  શોધુ
                             અકસ્માતે મંદીર મળી ગયું
                                           .              …..મળતાં મળી ગયો અકસ્માત
વિજયભાઇનો પ્રેમ નિરાળો,
                             પુષ્પકભાઇનો સહકાર મળ્યો
મુજ પામરને પારખી લેતાં
                             અકસ્માતે હું ગુર્જર બની ગયો
                                                         ……મળતાં મળી ગયો અકસ્માત
જગજીવનમાં  મળે અકસ્માત જ્યાં
                             કાંઇક નવું  બની ર હે
સુંદરતાની  શિતળ  છાયામાં
                             અકસ્માતથી ઉજ્વળતા મળી રહે
                                                        ……મળતાં મળી ગયો અકસ્માત
વસંતભાઇનો  સ્નેહ  અમો પર
                              વીણાબેનની માયા અમને ગઇ મળી
હ્યુસ્ટન  સ્વપ્ને દીઠુ ન હતું ત્યાં
                              અકસ્માતે બા અને સાહેબનો વ્હાલો પ્રેમ
                                                     .                   …..મળતાં મળી ગયો.

            ******~~~~~~*******~~~~~~~******~~~~~~~*******