વ્હાલા પુ.મોટાભાઇને વંદન


                            drtrivedi.jpg 

                           વ્હાલા પુ.મોટાભાઇને વંદન
ઑગસ્ટ ૩૧,૨૦૦૨                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારુ હૈયુ ગદગદ થાતું અંતર આનંદે ઉભરાતું
               ભાગ્ય ગણું કે ચમત્કાર ન મનમાં કાંઇ સમજાતું
આવ્યા પુ.મોટાભાઇ મારે આંગણે હ્યુસ્ટનમાં
              પાવન આજે આંગણું થાતું મનડુ મારુ ખુબ મલકાતું
અમારા કુળની ર્કીતિને કરનાર નિરખી આંખો પણ છલકાય
             માન મોભાને મેળવી આજે પાવન કરતા ભાઇના દ્વાર
                                                             ….વંદન મોટાભાઇને આજે
ચરાડવાની પાવનભૂમિ પર માતપિતાના સંસ્કાર મળ્યા
             માતા શારદાબેન ને પિતા લક્ષ્મીશંકરભાઇ ત્રિવેદી હતા
સંસ્કારી સંતાનોમાં સૌથી મોટા હરિપ્રસાદભાઇ હતા
             પછી અમારા વ્હાલા સુશીલાબેન ને ત્રીજા હરગોવિંદભાઇ
વ્હાલુ હરુ નામ પડ્યું ને પછી ડૉ.હરકાન્તભાઇ
              માનવસેવા કરતાં જેમણે જગમાં ઉજ્વળ કુળ કર્યું
                                                                ….વંદન મોટાભાઇને આજે
કાર્તિકભાઇ તો સંગીતના સોપાન ચઢી
              ભવોભવની સમજણ આપીને જન્મોજન્મના જ્ઞાન કરાવે
પછી મધુબેન હતા ને સૌથી નાના કુંદનબેન હતા
              કુળની ઉજ્વળતા જગમાં ખ્યાતિ બની ઝબકી રહી
મા મોંઢેશ્વરીની કૃપા થકી ઉજ્વળ જીવન છે મળ્યા
              મોટાભાઇના પગલે આજે ધન્ય જીવન બની ગયા
                                                               ….વંદન મોટાભાઇને આજે
માબાપના આર્શીવાદ મળતા પાવન જીવન જીવી રહ્યા
              માનવજીવન સાર્થક આજે અમે પ્રેમ મેળવીકરી રહ્યા
પ્રદીપના વંદન આ કુંટુંબને જગમાં નામના કરી રહ્યું
              રમા,દીપલ,રવિ પણ વંદે ઉજ્વળ તેમના જીવનને
નિરખી જેમના જીવનને હૈયા આનંદે ઉભરાય
              વંદન એવા કુળને જેમાં પવિત્ર જીવન જીવી જવાય
                                                            ….વંદન મોટાભાઇને આજે

        **********———-*********———
                 સંગીત અને ચિત્રકલાના શિખરો સર કરનાર તથા મૃતજીવોની સાથે વાતો કરનાર
હ્યુસ્ટનના રહીશ શ્રી કાર્તિકભાઇ ત્રિવેદીના મોટાભાઇ અને અમદાવાદમાં સૌ પ્રથમ કિડનીનું ઓપરેશન કરનાર ડૉ.હરકાન્તભાઇ ત્રિવેદીની હ્યુસ્ટનની મુલાકાત વખતે અમારા ઘેર પધારેલ
તેની યાદ રુપે પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી ભેંટ.

સાગરનું દીલ


                                      સાગરનું દીલ
પ્રદીપ બ્રહ્મભટ્ટ .                                                                   હ્યુસ્ટન
સાગર તટે ઉભેલો માનવી સાગર તરફ જોઇને વિચારોના વમળમાં
        ઉતરી જાય છે..સાગરના જેટલી વિશાળતા મારામાં હોત
                                            તો
                          મારા થકી કેટલા બધા જીવોનું
                                        કલ્યાણ થાત
                        અને જીવોને સંતોષ પણ તેટલો જ
                                            મળત
          મને મળેલ સંપત્તિની તો હું ખોબે ખોબે વહેંચણી
                           કરીને જગતને પણ બતાવત
                                               કે
             હું માનવી થઇને પણ કેવા મહાન કાર્યો કરું છું
          અરે?  કેટલા બધા સત્કર્મો મારાથી આ જન્મે થાત
                              જેનો કોઇ હિસાબ ના રખાત
   સાગરના કિનારા પર ઉભેલા માનવીને એક જ મોજુ ઠંડી હવાનું
                                        ક્ષણીક ટાઢક
                                       આપી જાય છે
        તેમ મારા ઘરના દ્વારે ઉભેલા માનવીને હું આનંદ આપત,
             મારા પરિચયમાં આવેલાને તો હું ન્યાલ કરી દેત
                                             અને
મારા સગાવ્હાલાને તો હું કેવો આનંદ આપી શકું તેતો મારી કલ્પનામાં
                                      પણ નથી આવતું,,??

તે ન જ આવે ને…
                                              કારણ
            તારામાં તારા પોતા પર ઉભા રહેવા પણ ટેકાની જરુર
                                             હોય ત્યાં
                                    આ બધું કેવી રીતે??????

        @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@          

“નિશા” સવારના પંથે


                                      nisha.jpg                                 

 જય જલારામ બાપા               શ્રી ગણેશાય નમઃ                જય શ્રી સ્વામિનારાયણ
એપ્રીલ ૩૦.૨૦૦૬              “નિશા” સવારના પંથે               પ્રદીપ બ્રહ્મભટ્ટ(આણંદ)

આંખમાં આવ્યા આંસુ અને કઠણ હ્રદય પણ પીગળ્યું
         લાગ્યુ અમને આજે જાણે આભ ધરતી પર તુટ્યું
                 કર્મબંધન ના પારખે માનવી અકળ પ્રભુની લીલા
                         જલારામ બાપાની અસીમ કૃપા સુખી સંસાર એ પામે
                                ….આજે અમારી લાડલી દીકરી લગ્ન બંધને છે બંધાય.
દીકરી અમારી પાપા પગલી કરતી જ્યારે ચાલી
        હૈયા હેતે વરસી રહ્યા ને મનડાં મલક્યાં ત્યારે
                આજે પાવન આ દિવસ આવ્યો હૈયા હેતે ઉભરી રહ્યા
                         દીકરી નાની નથી રહી હવે પકડી જીવન પગથી
                                ….એવી અમારી વ્હાલી નિશા રોબી સંગે છે જોડાય.
નિશા નિશા કરતાં આશા ત્યારે સુધીર મલકમલક મલકાય
        તેજલને આનંદ અનેરો  નિરખી નાની બેનીને હરખાય
               પ્રદીપ,રમાને વ્હાલી ભત્રીજી કાકાકાકી સાંભળી રાજી થાય
                        રવિ પ્રકાશે,દીપલ દીપે,નિશીતને હેત અનંત ઉભરાય
                                 ….એવી અમારી વ્હાલી બેની આજે જીજા સંગે જાય.
રમણદાદાનેકમળાબા,રાહુલકાકાનેમીતાકાકી ખુશખુશ છે દેખાય
          યુગ ને ક્રિષ્ણા નિરખી રહ્યા કે વ્હાલી બેની આજે લગને બંધાય
                હર્ષદકાકા ને અરુણાકાકી ઇંગ્લેન્ડમાં રહી આશીશ દેતા હરખાય
                        મીતેશભાઇ ને હિતેનભાઇ બેનીને સુખી જોવાને તરસાય
                                ….એવી વ્હાલી બેની નિશા આપણી સૌને છોડી જાય.
દીકરી અમારી દીપલ મલકે,સાથે નિશીતકુમાર પણ હરખાય
          જાજો અમદાવાદ કે મુંબઇ,જાજો દીલ્હી બનારસ કે લંડન
                કલા નિકેતનમાં જઇને કહેજો વેવાઇ અમારા સગા છે કહેવાય
                       મળશેતમને વ્યાજબીભાવે સંબંધીની કમી કશીનહીં જણાય
                                ….પ્રેમથી લેજો આનંદ અનેરો ને હૈયે ટાઢક કરજો.
શકુફોઇનેસુરેશફુઆ સાથે રક્ષાફોઇનેકમલફુઆ,નિરજ પણમલકાય
          સુકેશાફોઇનેપ્રમોદફુઆ,છાયાફોઇનેસમીરફુઆ સાથે સાજભાઇ
                 રેખાબેનનેસપનાબેન,નેહાબેનનેહેતલબેન,ધારાને વ્હાલી નિશા
                       વિશાળ આ સગાં સંબંધીની માયા નિશા અળગી આજે કરશે
                               ….આજે જ્યારે માંડવે મીઢળ બાંધી બંધને બંધાશે.
સંસારે લપટાતી ચાલી નિશા લગ્ન બંધને આજે છે બંધાય
          રોબી શાહની સંગે ચાલી પગથી જીવનના ચઢવા ને કાજે
                  એપ્રીલ માસની તારીખ ૩૦મીને સાલ ૨૦૦૬ કહેવાય
                       સુખી જીવનમાં આનંદપામે ઉમંગપામે આશીશ સૌની પામે
                             ….બેની અમારી સુખીસંસારે લપટાય,જીવન ઉજ્વળ થાય

                              —————–
   મારાનાના ભાઇ ચી.સુધીરની દીકરી ને અમારી વ્હાલી ભત્રીજી ચી.નીશાને લગ્ન નિમિત્તે
હ્યુસ્ટનમાં રહેતા પ્રદીપકાકા,રમાકાકી,દીપલબેન,રવિભાઇ તથા નિશીતકુમાર તરફથી

યાદરુપે  સપ્રેમ ભેંટ તથા સપરિવાર હ્યુસ્ટ્ન પધારવા આમંત્રણ સહિત જય જલારામ બાપા.